ISISના વડા અબુ ઇબ્રાહિમ અમેરિકન સૈન્યના હાથ થયો ઠાર, US પ્રમુખ જો બાઈડને ટ્વીટ કરીને કરી જાણ
યુએસ સેનાએ ઉત્તર-પશ્ચિમ સીરિયામાં ત્રાટકીને ISIS ના વડા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેસને ઠાર માર્યો. અમેરિકન સૈન્યે હાથ ધરેલા સ્પેશીયલ ઓપરેશનમાં કુલ 13 લોકોના મોત નિપજ્યા છે.

યુએસ આર્મીએ (US Army) ISISના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેશીને (Abu Ibrahim al-Hashimi al-Qureshi) મારી નાખ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઈડને (President Joe Biden) ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે ગઈકાલે રાત્રે આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ISISનો નેતા માર્યો ગયો હતો. આ ઓપરેશન બાદ અમેરિકન સૈન્ય દળોને પણ યુદ્ધના મેદાનમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્વીટ કર્યું કે “યુએસ સૈન્ય દળોને યુદ્ધના મેદાનમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ISIS નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશી ગઈકાલે રાત્રે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં માર્યો ગયો હતો.” તેમણે કહ્યું કે ગુરુવારે અમેરિકી દળોએ સીરિયામાં ત્રાટકીને ISISના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીને મારી નાખ્યો.
I’ll deliver remarks regarding this operation later this morning.
— President Biden (@POTUS) February 3, 2022
“મારા નિર્દેશો પર ગઈકાલે રાત્રે, ઉત્તર-પશ્ચિમ સીરિયામાં યુએસ સૈન્ય દળોએ અમેરિકન લોકો અને અમારા સહયોગીઓની સુરક્ષા માટે અને વિશ્વને એક સુરક્ષિત સ્થાન બનાવવા માટે સફળતાપૂર્વક આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરી હતી,” તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. તમામ અમેરિકનો આ ઓપરેશનમાંથી સુરક્ષિત રીતે પરત ફર્યા છે. ભગવાન આપણા સૈનિકોનું રક્ષણ કરે.”
પેન્ટાગોને પણ કરી પુષ્ટિ
અગાઉ, પેન્ટાગોને પણ પુષ્ટિ કરી હતી કે યુએસ સ્પેશિયલ ઓપરેશન ફોર્સે બુધવારે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં એક “સફળ” આતંકવાદ વિરોધી મિશન હાથ ધર્યું હતું. પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી જોન કિર્બીએ એક નિવેદનમાં કહ્યું, “યુએસ સેન્ટ્રલ કમાન્ડના નિયંત્રણ હેઠળના યુએસ સ્પેશિયલ ઓપરેશન ફોર્સે બુધવારે સાંજે, ઉત્તર પશ્ચિમ સીરિયામાં આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરી હતી. અમેરિકન સૈન્યનુ આ મહત્વનું મિશન સફળ રહ્યું. ત્યાં કોઈ અમેરિકનની જાનહાનિ થઈ ન હતી.” સમાચાર સંસ્થા એપીના અહેવાલ અનુસાર અમેરિકન સૈન્ય દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનમાં કુલ 13 લોકોના મોત થયા છે.
આ પણ વાંચોઃ
બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ નહી લે ભારત, ગાલવાન ખીણના સૈન્ય સંઘર્ષમાં સામેલ સૈનિકને મશાલચી બનાવતા વ્યક્ત કર્યો વિરોધ
આ પણ વાંચોઃ