AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ નહી લે ભારત, ગાલવાન ખીણના સૈન્ય સંઘર્ષમાં સામેલ સૈનિકને મશાલચી બનાવતા વ્યક્ત કર્યો વિરોધ

ચીનની સેનાના રેજિમેન્ટલ કમાન્ડર ક્વિ ફાબાઓને (Qi Fabao) બેઇજિંગ ઓલિમ્પિકના મશાલચી બનાવવામાં આવ્યા છે. ફાબાઓ પીએલએના (PLA) શિનજિયાંગ મિલિટરી કમાન્ડના રેજિમેન્ટલ કમાન્ડર છે.

બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ નહી લે ભારત, ગાલવાન ખીણના સૈન્ય સંઘર્ષમાં સામેલ સૈનિકને મશાલચી બનાવતા વ્યક્ત કર્યો વિરોધ
Olympic torch to the injured jawan in Galvan Valley ( Photo- Twitter )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:13 PM
Share

ચીનમાં (China) આયોજિત બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક 2022ના (Beijing Winter Olympics 2022) ઉદઘાટન અને સમારોહમાં ભારતીય રાજદૂત ભાગ નહીં લે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે ચીને ગલવાન ખીણમાં (Galwan valley) હિંસાનું રાજનીતિકરણ કર્યું છે. વાસ્તવમાં, ચીને ગલવાન ખીણમાં સૈન્ય સંધર્ષ ( Galwan Valley Violence) દરમિયાન થયેલ હિંસામાં સામેલ એક સૈનિકને મશાલચી બનાવ્યો હતો. તેના પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે દુખી છીએ કે ચીને બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકનું (Beijing Olympics) રાજનીતિકરણ કરવાનું પસંદ કર્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘અમે આ મુદ્દે અહેવાલ જોયો છે. ખરેખર આ એક દુઃખદ વાત છે કે ચીન પક્ષે ઓલિમ્પિક જેવી ઇવેન્ટને રાજકારણનો મુદ્દો કરવાનું પસંદ કર્યું છે. હું જણાવવા માંગુ છું કે ભારતીય દૂતાવાસમાં અમારા પ્રભારીઓ બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન અથવા સમાપન સમારોહમાં ભાગ નહીં લે. ગલવાન ખીણમાં થયેલ સૈન્ય સંઘર્ષમાં સામેલ સૈનિકોમાંથી એકને બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક 2022ના મશાલચી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમેરિકાએ પણ આ માટે ચીનની આકરી નિંદા કરી છે અને આ પ્રકારની કાર્યવાહીને શરમજનક ગણાવી છે.

ચીનની કાર્યવાહીને અમેરિકાએ શરમજનક ગણાવી 

ભારતીય સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ થયેલા એક ચીની સૈન્ય અધિકારીને બેઇજિંગ ઓલિમ્પિક માટે મશાલચી બનાવવાના ચીનના નિર્ણયની શક્તિશાળી યુએસ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ટોચના ધારાસભ્યએ નિંદા કરી છે. યુએસ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના રેન્કિંગ મેમ્બર જિમ રિશે ટ્વીટ કર્યું, “તે શરમજનક છે કે બેઇજિંગે 2022 ઓલિમ્પિક માટે સૈન્ય કમાન્ડનો ભાગ હોય તેવા ટોર્ચબેરરને પસંદ કર્યા. આ સૈનિકે 2020 માં ભારતના સૈન્ય જવાનો પર હુમલો કર્યો હતો અને ઉઇગુર વિરુદ્ધ નરસંહાર કરી રહ્યો છે. અમેરિકા ઉઇગુરની સ્વતંત્રતા અને ભારતના સાર્વભૌમત્વને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

ચીની સૈનિકને માથામાં ગંભીર ઈજા થઈ હતી

ચીની સેનાના રેજિમેન્ટલ કમાન્ડર ક્વિ ફાબાઓને મશાલચી બનાવવામાં આવ્યા છે. ફાબાઓ પીએલએના શિનજિયાંગ મિલિટરી કમાન્ડના રેજિમેન્ટલ કમાન્ડર છે. 15 જૂન 2020 ના રોજ ગલવાન ખીણમાં સૈન્ય સંઘર્ષ દરમિયાન તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ચીનની બાબતો અંગે બારીકાઈથી જનર રાખનારા નિરીક્ષકો કહે છે કે આ પગલું એ સ્પષ્ટ સંકેત છે કે બેઇજિંગ ગેમ્સનું રાજનીતિકરણ કરવામાં આવ્યું છે. ગાલવાન ખીણમાં થયેલી અથડામણમાં ચીનને સૈન્ય જાનમાલનુ ઘણું નુકસાન થયું હતું. તેના લગભગ 40 સૈનિકો માર્યા ગયા હતા. ચીને પોતાના ઈજાગ્રસ્ત સૈનિકોને લાંબા સમય સુધી છુપાવીને રાખ્યા હતા.

આ પણ વાંચોઃ

ઓસ્ટ્રેલિયાએ ખોલી ડ્રેગનની પોલ : ગલવાન હિંસામાં ચીનના 38 સૈનિકો માર્યા ગયા, અનેક સૈનિકો નદીમાં વહી ગયા

આ પણ વાંચોઃ

મ્યાનમારમાં હિંસાનો અંત અને લોકશાહી પુનઃસ્થાપિત થવી જોઈએ, UNએ સેનાને કરી વિનંતી, અત્યાર સુધી 1500થી વધુ લોકોના મોત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">