ISએ ખુલ્લેઆમ મુસ્લિમોને ઉશ્કેર્યા, કહ્યું ઇસ્લામને બચાવવા ભારત પર હુમલો કરો

ISએ તમામ મુસ્લિમોને એક થઈને ભારત પર હુમલો કરવાની અપીલ કરી છે. ISએ આ અપીલનો હેતુ ભારત(India)માં ઈસ્લામ(Islam)ને બચાવવાનો જણાવ્યો છે.

ISએ ખુલ્લેઆમ મુસ્લિમોને ઉશ્કેર્યા, કહ્યું ઇસ્લામને બચાવવા ભારત પર હુમલો કરો
ISIS Representational Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 11:45 AM

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે (The Terrorist organization Islamic State)ખુલ્લેઆમ ભારત (India) વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. ISએ તમામ મુસ્લિમો(Muslim)ને એક થઈને ભારત પર હુમલો કરવાની અપીલ કરી છે. ISએ આ અપીલનો હેતુ ભારતમાં ઈસ્લામને બચાવવાનો જણાવ્યો છે. ISએ કહ્યું છે કે ભારત સરકાર સતત ઈસ્લામ(Islam)ને નિશાન બનાવી રહી છે. આ તમામ બાબતો આઈએસના પ્રવક્તા અબુ ઉમર-ઉલ-મુજાહિરે એક નિવેદન જારી કરીને કહી છે.

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)ના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને ભારતમાં આતંકવાદી હુમલા કરવા મુસ્લિમોને ખુલ્લેઆમ અપીલ કરી છે. આઈએસના પ્રવક્તા અબુ ઉમર-અલ-મુજાહિરે કહ્યું છે કે ભારત વિરુદ્ધ સંયુક્ત હુમલો થવો જોઈએ. આઈએસના પ્રવક્તા અબુ ઉમર-અલ-મુજાહિરે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના મુસ્લિમોને સાથે આવવા અપીલ કરી છે.

ભારત પર હુમલો કરવા માટે એક થાઓ

તેમણે કહ્યું છે કે ભારત વિરુદ્ધ સંયુક્ત હુમલો થવો જોઈએ. મુજાહિરે કહ્યું છે કે ઈસ્લામિક સ્ટેટનો હેતુ ભારતમાં ઈસ્લામની રક્ષા કરવાનો છે. કારણ કે ત્યાં સરકાર દ્વારા તેને સતત નિશાન બનાવવામાં આવી રહી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

‘મુસલમાનોમાં લડવાની તાકાત બાકી નથી’

મુજાહિરે કહ્યું કે ડરના કારણે મુસ્લિમોમાં તેમના ધર્મની રક્ષા કરવાની ભાવના ખતમ થઈ ગઈ છે. તેમની પાસે હવે તેમના દુશ્મન સાથે પણ લડવાની તાકાત નથી. મુજાહિરે 32 મિનિટનું આ ભાષણ અરબી ભાષામાં રજૂ કર્યું છે. મુજાહિરના ભાષણમાં ભારતના મુસ્લિમોને દેશ પર હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

તાલિબાનોને પણ નિશાન બનાવ્યા

વીડિયોમાં મુજાહિરે ભારતના મુસ્લિમો સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સિંગાપોરમાં રહેતા મુસ્લિમોને સાથે મળીને ભારત પર હુમલો કરવાની અપીલ કરી હતી. અલ મુજાહિરે અબુજા, નાઈજીરિયા અને કોંગોની જેલોમાં બંધ આતંકવાદીઓને મુક્ત કરવા માટે હુમલા કરનારા આતંકવાદી સંગઠનના એકમોની પ્રશંસા કરી છે. ઈરાક અને સીરિયામાં મોટી સંખ્યામાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ જેલમાં બંધ છે. તેમની વચ્ચે ઘણા ભારતીયો છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">