AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

80% ગે અને 20% બાયસેક્સ્યુઅલ! પાકિસ્તાનનું એ ભયાનક સત્ય જે અત્યાર સુધી દબાયેલું હતું, વિશ્વાસ ના આવતો હોય તો આ Video જોઈ લો

પાકિસ્તાન જે 'ધર્મ અને સંસ્કૃતિ'નો નકાબ ઓઢીને ફરે છે, તેની પાછળનો અસલી ગંદવાડો હવે દુનિયા સામે આવી ગયો છે. દાવો એવો છે કે, ત્યાંની 80% વસ્તી 'ગે' છે અને બાકીના 20% સ્ત્રી-પુરુષ બંને સાથે સંબંધ રાખે છે.

80% ગે અને 20% બાયસેક્સ્યુઅલ! પાકિસ્તાનનું એ ભયાનક સત્ય જે અત્યાર સુધી દબાયેલું હતું, વિશ્વાસ ના આવતો હોય તો આ Video જોઈ લો
| Updated on: Apr 04, 2026 | 3:54 PM
Share

પાકિસ્તાની ટ્રાન્સજેન્ડર હીના બલોચે એક સનસનીખેજ દાવો કર્યો છે. પોતાના એક વાયરલ વીડિયોમાં હીનાએ દાવો કર્યો છે કે, ‘પાકિસ્તાનના 80 ટકા લોકો ગે (Gay) છે અને બાકી બચેલા 20 ટકા બાયસેક્સ્યુઅલ (Bisexual) છે, એટલે કે તેઓ સ્ત્રી અને પુરુષ બંને સાથે શારીરિક સંબંધ બાંધે છે.’ ટ્રાન્સજેન્ડરનું કહેવું છે કે, પાકિસ્તાનમાં સામાજિક, ધાર્મિક અને પારિવારિક દબાણ અત્યારે એટલું વધારે છે કે, સેક્સને લઈને લોકો પોતાની ઈચ્છા વ્યક્ત કરતા અચકાય છે. હીનાના આ દાવા બાદ પાકિસ્તાનમાં વ્યાપક સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પાકિસ્તાનમાં આ એક ‘ઓપન સિક્રેટ’ જેવું

યૂટ્યુબ ચેનલ ‘Queer Global’ સાથેની ખાસ વાતચીતમાં હીનાએ કહ્યું કે, ‘આ વાત પાકિસ્તાની સમાજમાં એક ખુલ્લા રહસ્ય (ઓપન સિક્રેટ) જેવી છે. મારું માનવું છે કે, અડધાથી વધુ પાકિસ્તાનીઓ સંપૂર્ણપણે ‘ગે’ છે. જો કે, તેઓ આ વાત બોલીને સ્વીકારતા નથી પરંતુ મને લાગે છે કે, 80 ટકા પાકિસ્તાનીઓ ‘ગે’ છે અને બાકીના 20 ટકા ‘બાયસેક્સ્યુઅલ’ છે. તેથી મને નથી લાગતું કે, પોતાની સેક્સુઆલિટીને લઈને પાકિસ્તાનમાં કોઈ મક્કમ છે.’

લોકો અવારનવાર પોતાની જાતીય ઓળખ છુપાવે છે: હીના

પોતાના બાળપણના અનુભવોને યાદ કરતા બલોચે આગળ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં લોકો અવારનવાર પોતાની જાતીય ઓળખને નકારે છે અથવા છુપાવે છે. આની પાછળ સાંસ્કૃતિક તથા ધાર્મિક કારણોનો હવાલો આપે છે. તેઓ આ વાતને નકારશે, એમાં ધર્મ અને સંસ્કૃતિને વચ્ચે લાવશે પરંતુ આ એક ખુલ્લું રહસ્ય છે. પાકિસ્તાનમાં કોઈ પણ સંપૂર્ણપણે સીધું (સ્ટ્રેટ) નથી.’ બલોચે જણાવ્યું કે, તેમની ચિંતા જાતીયતા કરતા તેમની લૈંગિક અભિવ્યક્તિ (જેન્ડર એક્સપ્રેશન) બાબતે વધુ હતી. તેઓ કહે છે કે, ‘મને એ વાતની ચિંતા હતી કે, હું લિપસ્ટિક કેવી રીતે લગાવું અને તેના માટે પરિવારના વધુ મેણા-ટોણા ન સાંભળવા પડે. હું સ્ત્રીઓની જેમ કપડાં કેવી રીતે પહેરું, ઘરેણાં કેવી રીતે પહેરું અને માર ખાવાથી કેવી રીતે બચું?’

‘સિંધ મૂરત માર્ચ’ની સહ-સ્થાપના કરી

પાકિસ્તાનમાં ખ્વાજા સિરા સમુદાય (ટ્રાન્સજેન્ડર સમુદાય) સામે આવતા પડકારો વિશે હીનાએ કહ્યું કે, આ સમુદાયના ઘણા લોકોને ભીખ માંગવા, નાચવા અથવા સેક્સ વર્ક જેવા મર્યાદિત અને અવારનવાર શોષણયુક્ત કામોમાં ધકેલી દેવામાં આવે છે. આ અવરોધોને નકારતા તેમણે જેન્ડર અને લઘુમતી અધિકારો માટે સક્રિયપણે કામ કરવાનું શરૂ કર્યું.

ત્યારબાદ તેમણે ‘સિંધ મૂરત માર્ચ’ની સહ-સ્થાપના કરી અને પાકિસ્તાનના ‘ઔરત માર્ચ’માં પણ ભાગ લીધો, જ્યાં તેઓ ટ્રાન્સજેન્ડર અને લઘુમતી અધિકારોના એક પ્રખર સમર્થક તરીકે ઉભરી આવ્યા. બલોચે અગાઉ પણ જણાવ્યું છે કે, એક પ્રદર્શન દરમિયાન ‘પ્રાઈડ ફ્લેગ’ (Pride Flag) ઉઠાવ્યા બાદ તેમને હિંસક વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા અપહરણ તથા દુર્વ્યવહાર પણ સહન કરવો પડ્યો હતો.

Breaking News: સર્વનાશ નક્કી… ઈરાન પલટવાર કરવા તૈયાર, હવે અમેરિકાના સાથી દેશોના ‘8 ગજાવર પુલ’ના ભુક્કા બોલાવશે

Follow Us
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
g clip-path="url(#clip0_868_265)">