USમાં નોકરી નહીં મળે ! Reddit યુઝરે માસ્ટર ડિગ્રી માટે જતા ભારતીયો માટે આપી ચેતવણી
Reddit યુઝરે કહ્યું કે કમ્પ્યુટર સાયન્સમાં તેના માસ્ટરના 99% વિદ્યાર્થીઓ ભારતીય હતા તેના પર કહે છે યુનાઇટેડ સ્ટેટ્સમાં માસ્ટર ડીગ્રી એક "SCAM" છે. અહીં માસ્ટર કરી સારી નોકરી મેળવી જીવન જીવવાની આશાએ આવે છે
એક Reddit યુસરે, જેણે પોતાની જાતને 26 વર્ષની અમેરિકન મહિલા તરીકે ઓળખાવી હતી, તેણે યુએસ યુનિવર્સિટીઓમાં માસ્ટર ડિગ્રી મેળવી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે ચર્ચા જગાવી છે.
USમાં ડીગ્રી એક “SCAM”
Reddit યુઝરે કહ્યું કે કમ્પ્યુટર સાયન્સમાં તેના માસ્ટરના 99% વિદ્યાર્થીઓ ભારતીય હતા તેના પર કહે છે યુનાઇટેડ સ્ટેટ્સમાં માસ્ટર ડીગ્રી એક “SCAM” છે. અહીં માસ્ટર કરી સારી નોકરી મેળવી જીવન જીવવાની આશાએ આવે છે પણ અહીં જોબ અમેરિકનો ને જ નથી મળતી તો ભારતીયોને ક્યાં મળવાની? તેણીએ લખ્યું, “મને લાગે છે કે આ બધા બાળકો માટે અમેરિકામાં નોકરી મેળવવી ખરેખર મુશ્કેલ હશે.” “અમેરિકન બાળકો માટે તે પહેલેથી જ મુશ્કેલ છે.”
આશાઓ સાથે આવી ભારતીયો ફસાય છે
r/Indians_StudyAbroad સબરેડિટ પર શેર કરેલી તેણીની પોસ્ટમાં, યુઝરે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને જેઓ નોકરી અને વિઝા મેળવવાની ઉચ્ચ આશાઓ સાથે US આવે છે પરંતુ તેઓ માયાજાળમાં ફસાઈ જાય છે. તેણીએ શેર કર્યું કે માસ્ટર ડિગ્રી માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા ભારતીય વિદ્યાર્થીઓ “દેવાથી દબાયેલા” છે અને અપેક્ષા મુજબ નોકરીઓ શોધી શકતા નથી.
તેઓએ જાણ્યું કે ઘણા વિદ્યાર્થીઓ યુ.એસ.માં અમેરિકન ડિગ્રી મેળવી રહ્યા છે. તેઓ યુ.એસ.ને વર્ક વિઝા અને નોકરીની સુરક્ષા માટેના માર્ગ તરીકે જુએ છે, પરંતુ સ્પર્ધાત્મક બજારમાં તેમની સંભાવનાઓ વિશે શંકા વ્યક્ત કરી હતી. તેમની સૌથી મોટી ચિંતાઓમાંની એક એ છે કે આ વિદ્યાર્થીઓ આર્થિક દબાણ હેઠળ છે. “તેઓ દેવામાં ડૂબી રહ્યા છે, પ્રોફેસરો પણ સારા નથી, અને તેઓને કદાચ યુ.એસ.માં નોકરી નહીં મળે તો ! આ અંગે પ્રશ્ન ઉભો કરીને તેને “કૌભાંડ” ગણાવ્યું છે.
પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા
યુએસ સરકારના ડેટા અનુસાર, 2022-23 શૈક્ષણિક વર્ષ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતમાંથી 268,923 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હતા. આ પોસ્ટને Reddit પર લોકો ટેકો આપ્યો હતો, અન્ય લોકોએ કહ્યું હતું કે તે “ફ્રોડ યુનિવર્સિટી” હોઈ શકે છે જે વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી નાણાંની છેતરપિંડી કરવા માટે કામ કરી રહી છે.