AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોનાલ્ડ ટ્રમ્પનો PM મોદી પ્રત્યેનો રાતોરાત ઉભરાયેલો પ્રેમ ખુલ્લો પડ્યો !

ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ભારત પ્રત્યે હંમેશાં દ્વિધાપૂર્ણ રહ્યું છે. એક તરફ, તેઓ ભારતને પોતાના મિત્ર તરીકે સંબોધે છે, તો બીજી તરફ તેઓ એવા આર્થિક પગલાં ભરવાની વાત કરી રહ્યા છે, જે ભારત માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હાલમાં, રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU) સાથે મળીને ભારત પર દબાણ લાવવાની નવી રણનીતિ અપનાવી છે. આ રણનીતિ ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે તે અમેરિકા-ભારત સંબંધોમાં તણાવ લાવી શકે છે. જાણો વિગતે.

ડોનાલ્ડ ટ્રમ્પનો PM મોદી પ્રત્યેનો રાતોરાત ઉભરાયેલો પ્રેમ ખુલ્લો પડ્યો !
| Updated on: Sep 10, 2025 | 8:23 PM
Share

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયા સામે આર્થિક રીતે સખત વલણ અપનાવ્યું છે. તેમનું કહેવું છે કે જો રશિયા પર સાચું દબાણ લાવવું હોય, તો ભારત અને ચીન જેવા દેશો પર મોટા પાયે ટેરિફ લગાડવી જોઈએ, કારણ કે આ દેશો રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદીને તેની અર્થવ્યવસ્થાને ટેકો આપી રહ્યા છે.

ટ્રમ્પની નવી રણનીતિ

રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU) ના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પુતિનને આર્થિક રીતે નબળા પાડવા હોય, તો ભારત અને ચીન પર 100% સુધીનો ટેરીફ લગાવવી જરૂરી છે. ટ્રમ્પ માને છે કે જ્યાં સુધી ભારત અને ચીન રશિયન ક્રૂડ ઓઇલ ખરીદતા રહેશે ત્યાં સુધી યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક ફટકો આપવો મુશ્કેલ છે.

EU અધિકારીઓ સાથે ફોન પર વાત કરી

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, ટ્રમ્પે EU પ્રતિબંધોના રાજદૂત ડેવિડ ઓ’સુલિવાન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે કોન્ફરન્સ કોલ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. યુએસ વહીવટીતંત્રે એવો પણ સંકેત આપ્યો હતો કે જો યુરોપિયન યુનિયન ભારત અને ચીન પર ટેરિફ વધારશે, તો વોશિંગ્ટન પણ આ વ્યૂહરચનામાં તેની સાથે ઉભું રહેશે. EUના એક વરિષ્ઠ રાજદ્વારીએ કહ્યું, તેઓ (અમેરિકા) મૂળભૂત રીતે કહી રહ્યા છે કે જો તમે તે કરશો, તો અમે પણ તમને ટેકો આપીશું.

ટ્રમ્પે અગાઉ પણ ટેરિફ વધારવાની ધમકી આપી છે

ટ્રમ્પે અગાઉ પણ ભારત અને ચીન પર કડક વલણ દાખવ્યું છે. તાજેતરમાં, તેમના ઇશારે, ભારતીય ઉત્પાદનો પર ટેરીફ વધારવામાં આવ્યો હતો. ખાસ કરીને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવાને કારણે, ભારતના કેટલાક ઉત્પાદનો પર 25% વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો, પાછળથી તેને 50 % ટેરીફ લગાવ્યો હતો. જો કે અત્યાર સુધી તેમણે 100% ટેરિફ જેવું મોટું પગલું ભર્યું નથી, પરંતુ આ વખતે તેમના સ્વર અને રણનીતિમાં કડકતા સ્પષ્ટ દેખાઈ રહી છે.

એક તરફ મિત્રતાની વાત છે, તો બીજી તરફ ટેરિફ હુમલો છે

રસપ્રદ વાત એ છે કે એક તરફ ટ્રમ્પ ભારત પર કડક આર્થિક પગલાં લેવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ તેમણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પણ લખ્યું છે કે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધો સુધારવાના પ્રયાસો ચાલુ છે. તેમણે ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ ભારત સાથેના સંબંધોને સંપૂર્ણપણે બગાડવા માંગતા નથી, પરંતુ ચોક્કસપણે રશિયાથી દૂર રહેવા માટે દબાણ કરવા માંગે છે.

યુરોપિયન યુનિયન પર પણ પ્રશ્નો

ટ્રમ્પે આ મુદ્દે યુરોપિયન યુનિયનની પણ ટીકા કરી છે. તેમનું કહેવું છે કે EU એ હજુ સુધી રશિયાથી ઊર્જા આયાત સંપૂર્ણપણે બંધ કરી નથી. ડેટા અનુસાર, ગયા વર્ષે રશિયાથી EUમાં ગેસની આયાત લગભગ 19% હતી. જોકે, EU દાવો કરે છે કે તે ટૂંક સમયમાં આ નિર્ભરતાને સમાપ્ત કરવા માટે કામ કરી રહ્યું છે.

હવે ટ્રમ્પના આ દબાણને કારણે, EU ને પણ તેની વ્યૂહરચના બદલવી પડી શકે છે. અત્યાર સુધી EU મુખ્યત્વે આર્થિક પ્રતિબંધો દ્વારા રશિયા પર દબાણ કરતું રહ્યું છે, પરંતુ ટ્રમ્પની આ નવી માંગ પછી, તે ભારત પર ટેરિફ-આધારિત વ્યૂહરચના પર પણ વિચાર કરી શકે છે.

 આ પણ વાંચોઃ ભારતે ભાવ ના આપતા જગત જમાદાર ગિન્નાયા, દવા પર 200 ટકા ટેરિફ લાદવાની તૈયારી

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">