NEPALમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે

|

Oct 12, 2022 | 11:25 AM

NEPALમાં ઘણા પ્રાંતોમાં હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે આ શક્ય નથી.

NEPALમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે
નેપાળમાં પૂરથી તબાહી
Image Credit source: UNICEF

Follow us on

Flood and Landslide in Nepal: નેપાળમાં વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મુશળધાર વરસાદને કારણે પાડોશી દેશમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણી જગ્યાએ પર્વતો સરકી ગયા છે અને ભૂસ્ખલન થઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે. કરનાલી પ્રાંતમાં વરસાદે તબાહી મચાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હજારો લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સેંકડો મકાનો ધરાશાયી થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સ્થાનિક મીડિયા અનુસાર, એક જ પ્રાંતમાંથી ઓછામાં ઓછા 22 લોકો ગુમ છે અને હજારો ઘાયલ થયા છે. અવિરત વરસાદને કારણે મુશ્કેલ પહાડી માર્ગોમાં રાહત કાર્ય હાથ ધરવું મુશ્કેલ બન્યું છે. ઘણા પ્રાંતોમાં હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તે શક્ય નથી. અધિકારીઓનું કહેવું છે કે દુર્ભાગ્યવશ હવામાન યોગ્ય નથી અને તેના કારણે બચાવ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 


નદીના જળસ્તરમાં 39 ફૂટનો વધારો થયો છે

કાલીકોટ જિલ્લામાંથી અનેક લોકો ગુમ થયાની ફરિયાદો ઉઠી છે. છેલ્લા એક સપ્તાહમાં વરસાદની ચેતવણીને કારણે હજારો લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. નેપાળના ઈમરજન્સી એડમિનિસ્ટ્રેશન અનુસાર, પ્રાંતના ઘણા વિસ્તારોમાં કરનાલી નદીનું જળસ્તર વધીને 39 ફૂટ થઈ ગયું છે. નદી પરના અનેક પુલ ધોવાઈ ગયા છે. સરકાર હેલિકોપ્ટર દ્વારા લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રની એજન્સી પણ દવાઓ અને ખોરાક પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

ચોમાસું પૂરું થવાનું છે

નેપાળમાં આ સમયે ચોમાસું સમાપ્ત થવાના આરે છે. સામાન્ય રીતે અહીં ચોમાસું જૂનથી શરૂ થાય છે અને ઓક્ટોબરના અંત સુધી ચાલે છે. આ વર્ષે અત્યાર સુધીમાં 110 લોકો વરસાદને કારણે ફેલાતી બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે.

Published On - 11:24 am, Wed, 12 October 22

Next Article