Gold Heist: સોલીડ મગજ અને અચૂક પ્લાન સાથે કેનેડામાં તસ્કરોએ આપ્યો સૌથી મોટી ચોરીને અંજામ, 121 કરોડનું સોનુ ભરેલુ કન્ટેનર ઉડાવી ગયા !

ચોરાયેલા સોનાનું વજન 3600 પાઉન્ડ છે. ઘટના બાદ ટોરોન્ટો એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે ચોરોએ થર્ડ પાર્ટી પાસેથી વેરહાઉસ લીઝ પર લીધું હોવાનું માનવામાં આવે છે. આવા ગોડાઉનની સુરક્ષા અમારી પ્રાથમિકતાની બહાર છે.

Gold Heist: સોલીડ મગજ અને અચૂક પ્લાન સાથે કેનેડામાં તસ્કરોએ આપ્યો સૌથી મોટી ચોરીને અંજામ, 121 કરોડનું સોનુ ભરેલુ કન્ટેનર ઉડાવી ગયા !
Gold Heist: Thieves made away with gold container (representational picture)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 7:15 PM

ગોલ્ડ હેઇસ્ટઃ વર્ષ 2012માં અભિષેક બચ્ચનની ફિલ્મ ‘પ્લેયર્સ’ આવી હતી. આ ફિલ્મમાં, તીક્ષ્ણ મગજ અને અચૂક પ્લાન ધરાવતા ચોરોનું એક જૂથ ભારે સુરક્ષા વચ્ચે ચાલતી ટ્રેનમાંથી અબજો રૂપિયાનું સોનું ગુમ કરીને ફરાર થઈ જાય છે. વેલ આ તો એક ફિલ્મની વાત છે, પણ ખરેખર એવું જ કંઈક કેનેડામાં બન્યું છે. અહીં ચોરોની ટોળકીએ ચતુરાઈથી સોનાથી ભરેલા કન્ટેનરની ચોરી કરી હતી. આ કન્ટેનરમાં એક-બે કરોડ નહીં પણ 121 કરોડનું સોનું હતું.

સ્ટોરી ત્રણ દિવસ જૂની છે. આ ઘટના બાદ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે 17 એપ્રિલની રાત્રે ટોરોન્ટોના પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક કન્ટેનર આવ્યું હતું. આ કન્ટેનરમાં 121 કરોડનું સોનું ઉપરાંત ખૂબ જ કિંમતી સામાન પણ હતો. આ કન્ટેનરને બાદમાં એરપોર્ટની કન્ટેનર સુવિધા (જ્યાં તમામ કન્ટેનર રાખવામાં આવે છે)માં ખસેડવામાં આવ્યું હતું. 20 એપ્રિલના રોજ આખું કન્ટેનર ચોરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

ત્રણ દિવસ પછી પણ પોલીસ ખાલી હાથ છે

મોટી વાત એ છે કે કન્ટેનર ચોરાઈને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ પોલીસને હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. વિસ્તારના પોલીસ ઈન્સ્પેક્ટર સ્ટીફન ડ્યુવેસ્ટેને ‘ટોરોન્ટો સ્ટાર’ અખબારને જણાવ્યું કે કન્ટેનરને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કન્ટેનરની આ લૂંટ ખૂબ જ ખાસ અને અલગ પ્રકારની છે. અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ કે આ કન્ટેનર કેવી રીતે ચોરાયું. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા

ટોરોન્ટો સન અખબારે અહેવાલ આપ્યો છે કે ચોરાયેલા સોનાનું વજન 3600 પાઉન્ડ છે. ઘટના બાદ ટોરોન્ટો એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે ચોરોએ થર્ડ પાર્ટી પાસેથી વેરહાઉસ લીઝ પર લીધું હોવાનું માનવામાં આવે છે. આવા ગોડાઉનની સુરક્ષા અમારી પ્રાથમિકતાની બહાર છે.

પોલીસને વિદેશી ગેંગ પર શંકા છે

જણાવી દઈએ કે પોલીસને આ ચોરીમાં વિદેશી ગેંગની સંડોવણી હોવાની આશંકા છે. આ કન્ટેનર કઈ કંપનીનું છે અને કયા પ્લેનથી કેનેડા આવ્યું છે તે હાલમાં જાણી શકાયું નથી.

અમેરિકામાં વધુ એક સ્ટુડન્ટની ગોળી મારીને હત્યા

અમેરિકાના ઓહાયોમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે આંધ્રપ્રદેશનો રહેવાસી છે. માસ્ટર ડીગ્રી માટે અમેરિકા ગયો. જ્યારે અહીં ગોળીબાર થયો ત્યારે તે ગેસ સ્ટેશન પર કામ કરી રહ્યો હતો. વિદ્યાર્થીની ઓળખ સાયશ વીરા તરીકે થઈ છે. આ ઘટના 20 એપ્રિલે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી.

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
g clip-path="url(#clip0_868_265)">