G20 Summit : G20 સમિટના બીજા સત્રમાં આજે વડાપ્રધાન મોદી ઘણા દિગ્ગજો સાથે કરશે મુલાકાત

G20 સમિટનું પ્રથમ સત્ર શનિવારે રોમમાં શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિશ્વના અન્ય કેટલાક નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવા એકત્ર થયા હતા. પ્રથમ સત્રની સમાપ્તિ પછ, વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે G20 સમિટ શાનદાર રહી છે.

G20 Summit : G20 સમિટના બીજા સત્રમાં આજે વડાપ્રધાન મોદી ઘણા દિગ્ગજો સાથે કરશે મુલાકાત
Pm modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 7:03 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ પર G20 સમિટના બીજા સત્રમાં ભાગ લેશે. આ સાથે આજે તેઓ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ( Pedro Sanchez) અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને (Angela Merkel) પણ મળી શકે છે. 

G20 સમિટનું પ્રથમ સત્ર શનિવારે રોમમાં શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિશ્વના અન્ય કેટલાક નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવા એકત્ર થયા હતા. પ્રથમ સત્રની સમાપ્તિ પછી વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે G20 સમિટ શાનદાર રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ વખતે સમિટના એજન્ડામાં આબોહવા પરિવર્તન, કોવિડ-19 મહામારી, આર્થિક સુધાર અને વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ પર ચર્ચાનો સમાવેશ થાય છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી સહાય બાબતોના વડાએ વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓને કડક સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાની ચિંતા કરવી જોઈએ કારણ કે તેની અર્થવ્યવસ્થા બરબાદ થઈ રહી છે અને અડધી વસ્તીને ખાવા માટે પૂરતું ભોજન ન મળવાનું જોખમ છે અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.

અગાઉ આ ઈવેન્ટ સાઉદી અરેબિયામાં યોજાઈ હતી. કોરોના રોગચાળાને કારણે વર્ચ્યુઅલ રીતે સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ અસરકારક રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત માત્ર તેના પેરિસ સમજૂતીના લક્ષ્યોને પૂરા કરી રહ્યું નથી પરંતુ તેનાથી આગળ પણ વધી રહ્યું છે. નોંધનીય છે કે વર્ષ 2022માં ઈન્ડોનેશિયા જી-20 સમિટનું આયોજન કરશે અને ત્યારબાદ 2023માં ભારતમાં આયોજન થશે.

G20 શિખર સંમેલનના (G20 Summit) પ્રથમ સત્રમાં ગ્લોબલ ઈકોનોમી અને ગ્લોબલ હેલ્થ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે વન અર્થ-વન હેલ્થના (One Earth-One Health) વિઝનને વિશ્વ સામે રાખ્યું છે.

આ સાથે જ કહ્યું હતું કે, ભારત હંમેશા તેની વૈશ્વિક જવાબદારીઓ પ્રત્યે ગંભીર છે. આજે, આ G20 ફોરમ પર હું તમને બધાને કહેવા માંગુ છું કે ભારત આવતા વર્ષે વિશ્વ માટે 5 અબજથી વધુ રસીના ડોઝ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતની આ પ્રતિબદ્ધતા કોરોનાના વૈશ્વિક સંક્રમણને રોકવામાં ખૂબ આગળ વધશે અને તેથી તે જરૂરી છે કે ભારતીય રસીને WHO દ્વારા જલ્દીથી માન્યતા આપવામાં આવે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">