AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડોની નોકરી છોડી સફાઈ કામદાર બની ભારતીય મહિલા ! : ચોંકાવનારી આપવીતી સાંભળી તમે પણ સ્તબ્ધ થઈ જશો

લંડનની 'રાણી' જેવી જિંદગી જીવતી શ્વેતા દેસાઈ આજે મેલબોર્નમાં એપાર્ટમેન્ટ સાફ કરી રહી છે. પદ ગયું, બ્રાન્ડેડ કપડાં ગયા, પણ જે મળ્યું તે કદાચ કરોડોની નોકરીમાં પણ નહોતું! જાણો કેવી રીતે એક 'સફાઈ કામદારે' આખી દુનિયાને આર્થિક આઝાદીનો નવો પાઠ ભણાવ્યો.

કરોડોની નોકરી છોડી સફાઈ કામદાર બની ભારતીય મહિલા ! : ચોંકાવનારી આપવીતી સાંભળી તમે પણ સ્તબ્ધ થઈ જશો
કરોડોની નોકરી છોડી સફાઈ કામદાર બની ભારતીય મહિલા!Image Credit source: Shweta Desai, 37, moved from London to Melbourne in 2023 and AI
| Updated on: May 07, 2026 | 4:51 PM
Share

મેલબોર્ન: શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જે મહિલા લંડન જેવા ગ્લોબલ સિટીમાં વાર્ષિક 1 કરોડ રૂપિયા (£100,000) કમાતી હોય, જેના હાથમાં હંમેશા ડિઝાઈનર બેગ્સ અને ચહેરા પર મોંઘા બ્રાન્ડેડ મેકઅપ હોય, તે અચાનક બીજાના ઘરે જઈને ગંદા વાસણો અને ફ્લેટ સાફ કરવા લાગે? આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ મુંબઈમાં જન્મેલી શ્વેતા દેસાઈની હકીકત છે, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

સફળતાના શિખરેથી સીધી જમીન પર

શ્વેતા દેસાઈ 2008માં ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગઈ હતી. 15 વર્ષના લાંબા સંઘર્ષ પછી તે લંડનની એક જાણીતી કોમર્શિયલ બિઝનેસ વેબસાઈટમાં ‘હેડ ઓફ પ્રોડક્ટ’ જેવા ઉચ્ચ પદ પર પહોંચી. તેનું જીવન સપના જેવું હતું. પરંતુ, 2023ના અંતમાં તેના પતિને ઓસ્ટ્રેલિયામાં નોકરી મળતા, શ્વેતાએ હસતા મુખે પોતાની કરોડોની નોકરી અને પદનો ત્યાગ કર્યો. તેને આશા હતી કે મેલબોર્નમાં પણ તેને લંડન જેવું જ સન્માન મળશે, પણ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું.

મેલબોર્નનો એ ‘કડવો’ અનુભવ

ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી શ્વેતાને વાસ્તવિકતાનો મોટો ઝટકો લાગ્યો. ત્યાંનું જોબ માર્કેટ સાવ અલગ હતું. લંડનનો 15 વર્ષનો અનુભવ મેલબોર્નમાં શૂન્ય સાબિત થઈ રહ્યો હતો. મહિનાઓ સુધી બેરોજગાર રહ્યા પછી, શ્વેતા એક ગંભીર ‘આઈડેન્ટિટી ક્રાઈસિસ’ (ઓળખના સંકટ) માં મુકાઈ ગઈ. તેણે સ્વીકાર્યું કે, “જ્યારે કોઈ મને પૂછતું કે તમે શું કરો છો, ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો. મને લાગતું કે હું એક ખોખલું માળખું બની ગઈ છું.”

View this post on Instagram

A post shared by Shweta (@shweta_lifecoach)

Airbnb માં સાફ-સફાઈ અને નવી શરૂઆત

જીવનનિર્વાહ અને માનસિક શાંતિ માટે શ્વેતાએ તે નિર્ણય લીધો જે લેતા સામાન્ય લોકો સો વાર વિચાર કરે. તેણે મેલબોર્નમાં Airbnb એપાર્ટમેન્ટ્સ સાફ કરવાનું કામ શરૂ કર્યું. જે હાથમાં ક્યારેય લેપટોપ અને બિઝનેસ ફાઈલો રહેતી, તે હવે કચરા-પોતા અને ગંદી ચાદરો સાફ કરવામાં વ્યસ્ત હતા. શ્વેતા કહે છે, “લંડનની એ શ્વેતા પાસે બધું જ હતું, પણ મેલબોર્ન પહોંચેલી શ્વેતાએ બધું જ ગુમાવી દીધું હતું – પદ, પગાર અને વોર્ડરોબ.”

‘પૈસા જ આઝાદી છે’ – એક કડવું સત્ય

આ સંઘર્ષ દરમિયાન શ્વેતાને એક મોટું સત્ય સમજાયું. તેણે હિંમતભેર કહ્યું કે, લોકો ભલે ગમે તે કહે પણ “પૈસા જ આઝાદી છે.” આર્થિક નિર્ભરતા જ સ્ત્રીને પોતાની શરતો પર જીવવાની તાકાત આપે છે. આજે શ્વેતા માત્ર સફાઈ જ નથી કરતી, પણ અંગ્રેજી ભણાવે છે અને ‘The Rebuild Room’ નામની કોમ્યુનિટી દ્વારા અન્ય સ્ત્રીઓને પ્રેરણા આપી રહી છે. તેની આ સફર દરેક તે વ્યક્તિ માટે એક મોટો પાઠ છે જે પોતાની ઓળખ માત્ર પોતાની નોકરીમાં શોધે છે.

તમારી રાશિ માટે સોનું કેટલું શુભ? જાણો કોને આપે છે લાભ અને કોને નહીં, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">