મોસ્કોમાં આતંક મચાવનારા 4 આતંકવાદીઓની થઈ ધરપકડ, માર્યા હતા 133 લોકોને

રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું કે, મોસ્કોમાં ભરચક કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો કરનારા ચારેય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પુતિને આ હુમલાને યુક્રેન સાથે પણ જોડ્યો હતો.

મોસ્કોમાં આતંક મચાવનારા 4 આતંકવાદીઓની થઈ ધરપકડ,  માર્યા હતા 133 લોકોને
moscow attack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2024 | 10:00 AM

રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું કે, મોસ્કોમાં ભરચક કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો કરનારા ચારેય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પુતિને આ હુમલાને યુક્રેન સાથે પણ જોડ્યો અને કહ્યું કે ચાર આતંકવાદીઓ યુક્રેન તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કુલ 11 લોકોની અટકાયત કરી હતી

માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને આ હુમલા સાથે સીધા જોડાયેલા ચાર આતંકવાદીઓને યુક્રેન જતી વખતે પકડવામાં આવ્યા હતા. મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં એક કોન્સર્ટમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો અને શસ્ત્રોથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ઓછામાં ઓછા 133 લોકો માર્યા ગયા અને 140 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

પુતિને યુક્રેન સાથે સંબંધો જોડ્યા

ઈસ્લામિક સ્ટેટ (IS) જૂથનું કહેવું છે કે આ હુમલા પાછળ તેનો હાથ છે. શનિવારે IS ચેનલ અમાકે ટેલિગ્રામ પર ચાર માસ્ક પહેરેલા લોકોની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેઓ એટલે કે IS, આ હુમલામાં સામેલ હતા. જોકે રશિયાએ આઈએસના આ દાવા પર કોઈ કોમેન્ટ્સ કરી નથી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

પુતિને હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં રશિયામાં આ સૌથી ખરાબ હુમલો છે. પુતિને કહ્યું કે, હુમલાખોરોએ યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. કિવ એ આ હુમલામાં કોઈપણ રીતે સામેલ હોવાના દાવાને “વાહિયાત” તરીકે નકારી કાઢ્યો.

રશિયાનો દાવો વાહિયાત

કિવ એ દાવાને “વાહિયાત” ગણાવીને નકારી કાઢ્યો અને કહ્યું કે તે હુમલામાં કોઈ રીતે સામેલ નથી. યુક્રેનિયન મિલિટરી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના પ્રવક્તા આન્દ્રે યુસોવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ આતંકવાદીઓ યુક્રેન તરફ જઈ રહ્યા છે તેનો અર્થ એ થશે કે તેઓ મૂર્ખ છે. કારણ કે યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડીમિર ઝેલેન્સકીએ પુતિન પર હુમલા માટે યુક્રેનને દોષી ઠેરવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, રશિયામાં થયેલા હુમલાને કારણે પુતિને પોતાના નાગરિકો સાથે વાત કરવી જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ અને આ હુમલા માટે યુક્રેનને જવાબદાર ન ઠેરવવું જોઈએ.

હુમલાની ચેતવણી આપી હતી

યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે કહ્યું કે, તેણે આ મહિનાની શરૂઆતમાં મોસ્કોમાં કોન્સર્ટ સહિત ભીડભાડવાળા સ્થળો પર સંભવિત હુમલા અંગે રશિયાને ચેતવણી આપી હતી. શનિવારે, વ્હાઇટ હાઉસે કહ્યું કે તે હુમલાની નિંદા કરે છે અને કહ્યું હતું કે (IS) ઇસ્લામિક સ્ટેટ એક દુશ્મન છે જેને સાથે મળીને હરાવવાની જરૂર છે. શુક્રવારે સાંજે મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ગંભીર હુમલાના અહેવાલો આવ્યા હતા.જે જગ્યાએ ગોળીઓ ચલાવવામાં આવી હતી ત્યાં 6,200 થી વધુ લોકો એકઠા થયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">