વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવાર પર વિદેશથી મળેલી ભેટો ગુમ કરવાનો આરોપ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન ભારતની સાથે-સાથે ઘણા મુસ્લિમ દેશો તરફથી મળેલી ભેટ સરકારના રેકોર્ડમાં નોંધવામાં આવી નથી. ડેમોક્રેટ્સ દ્વારા હાઉસ એકાઉન્ટેબિલિટી કમિટીના રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ દેશ સમક્ષ વિદેશી ભેટ રજુ કરવામાં નિષ્ફળ રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન સરકારી રેકોર્ડમાં 100 થી વધુ ભેટો નોંધાવી નથી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
રિપોર્ટ અનુસાર, તેમણે આ ગિફ્ટ પોતાની દીકરી અને જમાઈને વહેંચી દીધી છે. તેમના પ્રમુખપદ દરમિયાન, ટ્રમ્પના પરિવારને સાઉદી અરેબિયા તરફથી 16 ભેટ મળી હતી, જેની કિંમત લગભગ $ 48,000 હતી. તે જ સમયે, ભારતે 17થી વધુ ભેટો પણ આપી છે. જેની કિંમત 17,000 ડોલરની નજીક જણાવવામાં આવી રહી છે. આ સાથે જ ચીને પણ ટ્રમ્પને 5 ભેટ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાષ્ટ્રપતિ પદના છેલ્લા વર્ષમાં ભેટોની સંખ્યા શૂન્ય કહી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના સાથીઓએ સ્પષ્ટતા કરી
આ બાબતે સ્પષ્ટતા આપતાં ટ્રમ્પના સહયોગીઓએ કહ્યું હતું કે તેમના પ્રમુખપદ દરમિયાન તેમને મળેલી ભેટો તેમની હતી, સરકાર સાથે તેનો કોઈ સંબંધ કે લેવાદેવા નથી, તેથી તેની જાણ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે રાજ્ય વિભાગ અન્ય સરકારો તરફથી મળેલી ભેટોના રેકોર્ડ પ્રકાશિત કરે છે. પરંતુ ટ્રમ્પે, 2021માં, જ્યારે તેઓ વ્હાઇટ હાઉસ છોડ્યુ, ત્યારે તેમને મળેલી ભેટોની જાણ રાજ્ય વિભાગને કરી ન હતી.
મંગળવારે ટ્રમ્પની ધરપકડ થઈ શકે છે
તમને જણાવી દઈએ કે શનિવારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. આ અન્વયે ન્યૂયોર્ક પોલીસ મંગળવારે તેમની ધરપકડ કરી શકે તેવી શક્યતાઓ છે. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સમર્થકોને વિરોધ પ્રદર્શન કરવા હાકલ કરી હતી.
(ઇનપુટ-ભાષાંતર)