પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ : ભારતના મિગ 21 વિમાને જે વિમાન તોડી પાડ્યુ હતું, તે પાકિસ્તાનનું F-16 વિમાન જ હતું, મળેલા કાટમાળથી ખુલાસો

ભારતીય વાયુસીમામાં ઘુસેલા જે પાકિસ્તાની લડાકૂ વિમાન F-16ને ભારતીય વાયુસેનાએ પાડી દીધો હતો, તેનો કાટમાળ પીઓકેમાં મળી આવ્યો છે. TV9 Gujarati   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો […]

પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ : ભારતના મિગ 21 વિમાને જે વિમાન તોડી પાડ્યુ હતું, તે પાકિસ્તાનનું F-16 વિમાન જ હતું, મળેલા કાટમાળથી ખુલાસો
Follow Us:
| Updated on: Feb 28, 2019 | 6:54 AM

ભારતીય વાયુસીમામાં ઘુસેલા જે પાકિસ્તાની લડાકૂ વિમાન F-16ને ભારતીય વાયુસેનાએ પાડી દીધો હતો, તેનો કાટમાળ પીઓકેમાં મળી આવ્યો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

પાકિસ્તાની સેનાનું સૌથી મજબૂત અને અમેરિકાથી ખરીદેલી એફ-16 લડાકૂ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ 21 વિમાને ભારતીય વાયુસીમામાંથી ખદેડવા માટે તેના પર પલટવાર કર્યો હતો. ભારત સરકારે પણ પાકિસ્તાનના વિમાનને પાડી નાખવાની પુષ્ટિ કરી હતી, પરંતુ પાકિસ્તાન અત્યાર સુધી આ વાતને નકારી રહ્યુ હતું.

પરંતુ હવે સત્ય સામે આવી ગયું છે. પાકિસ્તાન જે કાટમાળને ભારતના વિમાનનો હોવાનો દાવો કરી રહ્યો હતો, તે કાટમાળમાંથી જે એન્જિન GE F110 મળી આવ્યું છે, તે એફ-16 લડાકૂ વિમાનમાં લગાવવામાં આવે છે.

એલઓસી પાસે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મળેલા એફ-16 લડાકૂ વિમાન કાટમાળની બહાર આવેલી તસવીરોથી સાબિત થઈ ગયું છે કે પાકિસ્તાન ખોટુ બોલી રહ્યુ હતું કે ભારતે તેનું કોઈ વિમાન તોડી પાડ્યું નથી. તસવીરો કહે છે કે એલઓસી પાસે મળી આવેલો કાટમાળ એફ-16 વિમાનનો જ છે કે જે ભારતીય વાયુસેનાના મિગ 21 વિમાને તોડી પાડ્યુ હતું. આ તસવીરો પાકિસ્તાની સેનાએ જ શૅર કરી છે.

નોંધનીય છે કે પાકિસ્તાનને પોતાના એફ-16 વિમાન પર બહુ અભિમાન હતું. પાકિસ્તાને આ વિમાન અમેરિકા પાસેથી ખરીદ્યુ હતું.

આશ્ચર્યની વાત એ છે કે ગઈકાલે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતના બે વિમાનો તોડી પાડ્યા હતા, પરંતુ પાછળથી તે પલટી ગયુ હતું. બીજું ક્રૅશ થયેલુ વિમાન ભારતનું નહીં, પણ પાકિસ્તાનનું જ હતું કે જેનો કાટમાળ હવે સામે આવ્યો છે.

[yop_poll id=1866]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">