Earthquake In Turkey: તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી 2700થી વધુના મોત થયા હોવાનો અંદાજ

|

Feb 06, 2023 | 11:44 PM

ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે થોડી જ સેકન્ડોમાં વિનાશ વેરાયો. ભૂકંપના જોરદાર આંચકાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તુર્કીના 10 પ્રભાવિત પ્રાંતોમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપની તીવ્રતા 7.8 હતી.

Earthquake In Turkey: તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી 2700થી વધુના મોત થયા હોવાનો અંદાજ
Turkey earthquake
Image Credit source: Google

Follow us on

તુર્કીમાં સવારે આવેલા આવેલા વિનાશક ભૂકંપ બાદ સાંજે ફરીથી 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીમાં સવારે આવેલા ભૂકંપને પગલે ભારે વિનાશ સર્જાયો છે અને ભારે તબાહી જોવા મળી રહી છે. દેશના લગભગ 10 પ્રાંતોમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે.

તુર્કીમાં સોમવારે આવેલા ભૂકંપના જોરદાર આંચકા બાદ અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને 2700થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે થોડી જ સેકન્ડોમાં વિનાશ વેરાયો. ભૂકંપના જોરદાર આંચકાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તુર્કીના 10 પ્રભાવિત પ્રાંતોમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપની તીવ્રતા 7.8 હતી.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

તુર્કીમાં વિનાશક ભૂકંપ સંબંધિત મુખ્ય અપડેટ્સ

  • ભારતે પણ મદદનો હાથ લંબાવ્યો છે. PMO દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે NDRF અને 100 કર્મચારીઓની બે મેડિકલ ટીમ રાહત સામગ્રી સાથે જવા માટે તૈયાર છે. તુર્કી સરકાર સાથે સંકલન કરીને બચાવ ટુકડીઓને તાત્કાલિક રવાના કરવામાં આવશે.
  • તુર્કી ઉપરાંત સાયપ્રસ, ઈજીપ્ત અને લેબેનોનમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે. જો કે આ દેશોમાં નુકસાનના સમાચાર હજુ સામે આવ્યા નથી.
  • તુર્કીના માલત્યામાં 13મી સદીની મસ્જિદ પણ ધ્વસ્ત થઈ ગઈ છે. અહીં બનેલી 14 માળની ઈમારત પણ ધરાશાયી થઈ ગઈ, જેમાં 28 એપાર્ટમેન્ટ હતા, તે તમામ ધરાશાયી થઈ ગયા.
  • ભૂકંપ બાદ તુર્કીની સરકારે તુર્કી સુરક્ષા દળો વતી એર એઇડ કોરિડોર બનાવ્યો છે. જેથી મદદ ઝડપથી પહોંચે. ભૂકંપની સ્થિતિને જોતા સરકારે દેશમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. તુર્કીના રાષ્ટ્રપતિ ફુઆત ઓક્ટેસે કહ્યું કે દેશના 10 પ્રભાવિત પ્રાંતોમાં 1700 ઇમારતો ધરાશાયી થઈ છે, ઓછામાં ઓછા 2300 લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 640 લોકોના મોત થયા છે. એક-બે નહીં પણ કુલ 20 આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ગાજિયનટેપથી લગભગ 33 કિમી દૂર 18 કિમીની ઊંડાઈએ હતું.
  • કુદરતે તુર્કીના લોકો પર બેવડો તબાહી મચાવી છે. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયા બરફના તોફાનની પકડમાં છે, જે ગુરુવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે. તુર્કીમાં અગાઉ 1999માં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જ્યારે તે ભૂકંપની તીવ્રતા 7.4 હતી, જેમાં લગભગ 18,000 લોકો માર્યા ગયા હતા. જ્યારે તુર્કીથી ઈસ્તાંબુલમાં લગભગ 1000 લોકોના મોત થયા છે.
  • કેટલીક ઈમારતો એવી હતી કે જેના વિશે સરકારે પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી. આ એવી ઇમારતો હતી જે નબળી ઇંટોથી બનેલી હતી. આ ભૂકંપમાં મોટાભાગના મૃત્યુ સીરિયન નાગરિકોના હોઈ શકે છે. આંકડા અનુસાર, તુર્કીમાં 1.9 મિલિયનથી વધુ સીરિયન નાગરિકો રહે છે.
  • ધ્રુજારીનો આંચકો એટલો જોરદાર હતો કે થોડી જ સેકન્ડોમાં વિનાશ થઈ ગયો હતો. સવારે આવેલા ભૂકંપના કારણે તુર્કીના 10 પ્રભાવિત પ્રાંતોમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સવારે આવેલા ભૂકંપની તીવ્રતા 7.8 હતી.
  • ભૂકંપના આંચકા બાદ ચારે બાજુ અફરા-તફરી મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવીને ભાગતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. ભૂકંપના કારણે કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. કૈરો સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સીરિયન સરહદથી લગભગ 90 કિમી દૂર ગાઝિયાંટેપ શહેરની ઉત્તરે હતું.
  • તુર્કીના દક્ષિણ વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપના આંચકાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સવારે આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહી બાદ બપોરે લગભગ 4 વાગે સમગ્ર દેશ વધુ એક તીવ્ર ભૂકંપથી હચમચી ગયો હોવાની માહિતી સામે આવી છે.

Published On - 5:17 pm, Mon, 6 February 23

Next Article