તાનાશાહ Kim Jong Un ને લઇને ફરીથી ચર્ચાઓનું બજાર ગરમ, જાણો શું છે કારણ ?

Kim Jong Un: કિમ જોંગનુ વજન 140 કિગ્રા છે. વર્ષ 2011 માં સત્તા સંભાળ્યા બાદ તેમનું 7 કિલો વજન વધી ગયુ હતુ. હવે અચાનક તેમનું વજન ઘટવાને લઇને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 10, 2021 | 3:29 PM

ઉત્તર કોરિયાના (North Korea) તાનાશાહ કિમ જોંગ ઉન વિશે ફરીથી દુનિયાભરમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. હવે તેમના સ્વાસ્થ્યને લઇને સમાચાર સામે આવ્યા છે. ખરેખર કિમ જોંગની એક તસવીર હાલ સામે આવી છે જેમાં તેઓ પહેલા કરતા કમજોર જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેમનું વજન ખૂબ જ ઘટી ગયુ છે.

દક્ષિણ કોરિયાની એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, તેમની આ તસવીર ઉત્તર કોરિયાના સ્ટેટ મીડિયાએ પ્રકાશિત કરી છે. આ ફોટો ગત અઠવાડિયાનો છે કે જ્યારે તેમણે સત્તાધારી પાર્ટીની બ્યુરો બેઠકને સંબોધિત કરી હતી. આ બેઠક દરમિયાન તેઓ એક મહિના બાદ મીડિયાની સામે આવ્યા છે. તેમને જોઇને સ્પષ્ટપણે લાગતુ હતુ કે તેમણે પોતાનું વજન ઘટાડ્યુ છે.

સિઓલની એક વેબસાઇટે મંગળવારે તેમની એક મોટી તસવીર પબ્લીશ કરી હતી. આ તસવીરમાં તેમનો ડાબો હાથ પહેલા કરતા ખૂબ દુર્બળ લાગી રહ્યો હતો. તેમના હાથમાં તેમની મનપસંદ ઘડીયાળ પણ જોવા મળી રહી હતી. આ વોચની કિંમત 12 હજાર ડોલર જેટલી છે. જાણકારોએ તેમની આ તસવીરને 2020 ની એક તસવીર સાથે સરખાવવામાં આવી રહી છે.

તમને જણાવી દઇએ કે, 37 વર્ષના કિમ જોંગ ચેન સ્મોકર છે તેમના પિતા કિમ જોંગ ઇલનું મોત 2011 માં હાર્ટ એટેકથી થયુ હતુ. કહેવામાં આવે છે કો પોતાની લાઇફ સ્ટાઇલ અને વજનને કારણે કિમ જોંગને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એક ન્યૂઝ એજન્સી પ્રમાણે, કિમ જોંગનુ વજન 140 કિગ્રા છે. વર્ષ 2011 માં સત્તા સંભાળ્યા બાદ તેમનું 7 કિલો વજન વધી ગયુ હતુ. હવે અચાનક તેમનું વજન ઘટવાને લઇને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. તેમણે આ વજન જાતે ઉતાર્યુ છે કે પછી કોઇ બિમારીના કારણે તેમનું વજન ઘટી ગયુ છે તેને લઇને કોઇ સ્પષ્ટતા સામે નથી આવી

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા તેમની તબિયતને લઇને સમાચારો સામે આવ્યા હતા. તે સમયે મીડિયામાં તેમની કોઇ ગંભીર સર્જરીને લઇને પણ વાતો સામે આવી હતી. તેમના બિમાર હોવાની વાત સામે આવ્યા બાદ તેમના પછી સત્તા કોણ સંભાળશે તેને લઇને પણ લોકો વાતો કરવા લાગ્યા હતા.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">