કોરોના સારવાર માટે એન્ટિબોડીઝ મેડિસિન તૈયાર કરાઈ રહી છે, જાણો શેમાંથી બનાવાઈ રહી છે દવા

કોરોનાની વેક્સીન માટે ઘણી કંપનીઓ છેલ્લા તબક્કાના પરીક્ષણ કરી રહી છે છતાં હજુ બે થી ૩ મહિનાનો સમય લાગી શકે છે. કોરોના વેક્સિનની આશાઓ વચ્ચે પણ કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક સ્તરે વધારો થઇ રહ્યો છે. તબીબો અંબે વૈજ્ઞાનિકો વાઇરસ અને તેની અસરોને સમજી સતત સારવારમાં અપગ્રેડેશન લાવી રહ્યા છે. ભારતની ૩ કંપનીઓએ કોરોના સારવાર માટે […]

કોરોના સારવાર માટે એન્ટિબોડીઝ મેડિસિન તૈયાર કરાઈ રહી છે, જાણો શેમાંથી બનાવાઈ રહી છે દવા
Ankit Modi

| Edited By: Pinak Shukla

Oct 14, 2020 | 4:33 PM

કોરોનાની વેક્સીન માટે ઘણી કંપનીઓ છેલ્લા તબક્કાના પરીક્ષણ કરી રહી છે છતાં હજુ બે થી ૩ મહિનાનો સમય લાગી શકે છે. કોરોના વેક્સિનની આશાઓ વચ્ચે પણ કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક સ્તરે વધારો થઇ રહ્યો છે. તબીબો અંબે વૈજ્ઞાનિકો વાઇરસ અને તેની અસરોને સમજી સતત સારવારમાં અપગ્રેડેશન લાવી રહ્યા છે.

ભારતની ૩ કંપનીઓએ કોરોના સારવાર માટે એન્ટિબોડીઝ મેડિસિન બનાવવાની શરૂઆત કરી છે. એન્ટિબોડીઝ મેડિસિન કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરમાં એન્ટિબોડીઝ એક્ટિવ કરશે. ભારત સીરમ્સ, ઇન્ટાસ ફાર્મા અને બાયોલોજિકલ-ઈ કંપનીએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી કામ શરૂ કર્યું છે.

એન્ટિબોડીઝ શરીરમાં ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સની જેમ કામ કરે છે. હાલની સારવાર દર્દીઓમાં વાયરલ કાઉન્ટ ઘટાડે છે જ્યારે એન્ટિબોડીઝ એન્ટિવાયરલ એક્ટિવિટી સાથે રક્ષણ કવચ તૈયાર કરે છે. ઇન્ટાસ ફાર્માએ સ્વસ્થ થયેલા દર્દીઓના લોહીમાંથી એન્ટિબોડીઝ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. મૉડરેટ દર્દીઓ પર ટ્રાયલ બાદ પરિણામોની રાહ જોવાઈ રહી છે. મુંબઇના ભારત સીરમ્સ ઘોડાના એન્ટિસેરાનો ઉપયોગ કરીને એન્ટિબોડીઝ બનાવશે. આ પદ્ધતિનો ઉપયોગ હડકવા અને ડિપ્થેરિયા રસી બનાવવા માટે પણ થાય છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના ચેપ લાગ્યો ત્યારે તેમને મિલિટ્રી હોસ્પિટલમાં Regeneronનું એન્ટિબોડી કોકટેલ આપવામાં આવ્યું હતું. Regeneron એ એક યુનિક એન્ટી-વાયરલ એન્ટિબોડીઝ કોકટેલ બનાવ્યું છે જેમાં ચેપને રોકવા અને સારવાર કરવાની ક્ષમતા સાથે વાયરસને ફેલાવાથી પણ રોકી શકે છે. અમેરિકાની બાયોટેક કંપની SAb Biotherapeutics ગાયોના શરીરમાં એન્ટિબોડીઝ વિકસાવી રહી છે. ગાય દર મહિને એટલી એન્ટિબોડીઝ બનાવી શકે છે કે જે સેંકડો લોકોની સારવાર કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati