AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : યુદ્ધનો નવો મોરચો ખુલ્યો, હવે યમનના હુતીએ ઈઝરાયેલ પર કર્યો મિસાઈલોનો મારો

અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયેલે ભેગા મળીને ઈરાનને ઘમરોળી નાખ્યું હતું. જેના ભાગ રૂપે ઈરાને તેની આજુબાજુમાં આવેલા ગલ્ફના દેશમાં હુમલા કર્યાહ હતા. જો કે ઈરાન તરફે હવે યમને યુદ્ધભૂમિમાં ઝંપલાવ્યું છે. યમનના હુથીએ, ઈઝરાયેલ ઉપર આજે મિસાઈલોનો મારો કર્યો છે.

Breaking News : યુદ્ધનો નવો મોરચો ખુલ્યો, હવે યમનના હુતીએ ઈઝરાયેલ પર કર્યો મિસાઈલોનો મારો
Symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2026 | 8:12 AM
Share

ઈરાન તરફે યુદ્ધ લડવા મેદાને પડેલા હુથીઓએ દક્ષિણ ઈઝરાયલમાં બીરશેબા અને તેની આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલોનો હુમલો કર્યો છે. ઈઝરાયેલ ઉપર આજે હુમલો કરીને, યમન સત્તાવાર રીતે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં જોડાયું છે. હુથીઓએ યમનથી ઈઝરાયલમાં બેલિસ્ટિક મિસાઈલ હુમલો કર્યા બાદ દક્ષિણ ઈઝરાયલના બીરશેબા અને તેની પડોશી શહેરોમાં ભયસુચક સાયરન ગુંજી ઉઠી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, વર્તમાન ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષમાં ઈરાન સમર્થિત હુથીઓ દ્વારા ઈઝરાયલ સામે કરવામાં આવેલ આ પહેલો હુમલો છે. ઈઝરાયેલના સૈન્યે જણાવ્યું હતું કે, તેણે યમનથી શરૂ થતા મિસાઈલ પ્રક્ષેપણને ઓળખી કાઢ્યું છે અને તે ખતરાને નિષ્ક્રિય કરવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે.

રાતભર હુમલા ચાલુ રહ્યા

ઈઝરાયલી સૈન્યએ અહેવાલ આપ્યો કે, યમને શનિવારે ઈઝરાયલ તરફ મિસાઈલ છોડ્યા છે. યમનના હુથીઓએ કરેલા મિસાઈલ હુમલાથી બીરશેબા અને ઇઝરાયલના પ્રાથમિક પરમાણુ સંશોધન કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં ત્રીજી વખત સાયરન ગુંજી ઉઠી હતી. ઈરાન પર હુમલા કર્યા બાદ ઈઝરાયેલમાં, ઈરાન અને હિઝબુલ્લાહ આખી રાત ઇઝરાયલ સામે હુમલાઓ ચાલુ રાખતા રહ્યા.

હુથી બળવાખોરોએ શું કહ્યું?

અગાઉ, શુક્રવારે, ઈરાન તરફે સંકળાયેલા યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતું કે, જો કોઈ ત્રાહિત રાષ્ટ્રો ઈરાન સામે યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલનો સાથ આપે છે, અથવા તો રાતા સમુદ્રનો ઉપયોગ ઇસ્લામિક રિપબ્લિક ઈરાન સામે હુમલાઓ કરવા માટે સ્ટેજિંગ ગ્રાઉન્ડ તરીકે કરશે તો તેઓ લશ્કરી હસ્તક્ષેપ ઈરાન તરફે કરશે.

Breaking News: “અમને છેડશો તો જડબાતોડ જવાબ આપીશું”, રાષ્ટ્રપતિ પેજેશ્કિયનની દુશ્મનોને ‘છેલ્લી વોર્નિંગ’

Follow Us
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">