AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનનો ઝટકો, મીટિંગની અધવચ્ચે ઈરાની ડેલિગેશને કર્યું વોકઆઉટ

ટ્રમ્પના નિવેદન પછી સ્વિટ્ઝલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનો પ્રથમ રાઉન્ડ તણાવપૂર્ણ બન્યો. ઈરાની ડેલિગેશન થોડા સમય માટે બેઠક છોડીને ચાલ્યો ગયો, જોકે વાતચીત સંપૂર્ણપણે પૂરી થઈ ન હતી. આ વાતચીતમાં લેબનોન સંઘર્ષ, ઈરાન પર પ્રતિબંધોમાં રાહત અને સ્થિર સંપત્તિઓને મુક્ત કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.

Breaking News : ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનનો ઝટકો, મીટિંગની અધવચ્ચે ઈરાની ડેલિગેશને કર્યું વોકઆઉટ
Image Credit source: AI
| Updated on: Jun 22, 2026 | 8:15 AM
Share

સ્વિઝરલેન્ડમાં રવિવારે અમેરિકા અને ઈરાન વચ્ચે શરુ થયેલી વાર્તાને પહેલા રાઉન્ડમાં રોકવામાં આવી હતી. ઈરાને કહ્યું કે, વાતચીત પૂર્ણ થઈ નથી. પરંતુ માત્ર થોડા સમય માટે રોકાય છે. આ તણાવ ત્યારે વધ્યો જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન પર ઈરાનના ડેલિગેશન નારાજ થઈ થોડા સમય માટે બેઠક છોડી બહાર ચાલ્યું ગયું હતુ.

આ વાર્તામાં અમેરિકા દ્વારા ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ સામેલ થયા હતા. જ્યારે ઈરાન તરફથી સંસદ અધ્યક્ષ અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બધેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી હાજર હતા. આ વાતચીત છેલ્લા કરાર બાદ થઈ રહી છે. જેના પર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પઝેશકિયને બુધવારના રોજ સાઈન કર્યા હતા. બેઠક શરુ થતાં પહેલા ગાલિબાફે કતર અને પાકિસ્તાનના પ્રતિનિધિઓથી અલગ અલગ મુલાકાત કરી હતી. પાકિસ્તાન આ કરારમાં મધ્યસ્થાની ભૂમિકા નિભાવી રહ્યું છે.

ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધો

અંદાજે 80 મિનિટ ચાલેલી પહેલી બેઠકમાં લેબનાન યુદ્ધ, ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાં રાહત અને વિદેશમાં ફસાયેલા ઈરાની સંપત્તિઓને પરત આપવા જેવા મુદ્દા પર ચર્ચા શરુ થઈ હતી. ઈરાને દાવો કર્યો હતો કે, તેના તેલ નિકાસ પરના પ્રતિબંધોને હળવા કરવા માટે એક ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ફીઝ થયેલી ઈરાની સંપત્તિઓને મુક્ત કરવા માટે કતારની સહાય સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ટ્રમ્પની ધમકીથી ફરી વધ્યો તણાવ

તણાવ ત્યારે વધ્યો જ્યારે ટ્રમ્પે ચેતવણી આપી કે, ઈરાન લેબનાનમાં પોતાના સમર્થક સમુહની ગતિવિધિયો રોકે, બાકી તેને ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. ટ્રમ્પે કહ્યું જો તમે હોર્મુઝ બંધ કરશો. તો તમારો દેશ બચશે નહી. તેમણે એ પણ કહ્યું કે, ઈરાની અધિકારી પોતાના દેશમાં પરત ફરી શકશે નહી. આના વિરોધમાં ઈરાની ડેલિગેશન થોડા સમય માટે બેઠકમાંથી બહાર ગયું હતુ. ત્યારબાદ ગાલિબાફે કહ્યું અમેરિકાએ પોતાના નિવેદનમાં સાવધાની રાખવી જોઈએ. ઈરાનની સેના કોઈ પણ જવાબ માટે તૈયાર છે.

જેડી વેંસે કહ્યું કે, આવી વાતચીતમાં મતભેદ થવો સામાન્ય વાત છે અને વાતચીત આગળ વધી રહી છે.

આ વિવાદના કારણે બંન્ને દેશનું પ્રતિનિધિઓ વચ્ચે પ્રસ્તાવિત જોઈન્ટ ફોટો અને હેન્ડશેક કાર્યક્રમ પણ રદ થયો છે. તો લેબનાનમાં પરિસ્થિતિ શાંત રહી હતી પરંતુ ઈઝરાયલી પ્રધાનમંત્રી બેઝામિન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું કે, દક્ષિણી લેબનાનમાં બનાવેલી સુરક્ષા પટ્ટીને ઈઝરાયલ દુર કરવાનું નથી.

ઈરાન પશ્ચિમ એશિયાનો મુખ્ય દેશ છે. 1935 સુધી તેને પર્શિયા કહેવામાં આવતું હતું. ઈરાન પૂર્વમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઘેરાયેલો છે.  અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">