AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન યુદ્ધમાં જ્યોર્જિયા મેલોનીએ ટ્રમ્પને આપ્યો ઝટકો, યુએસ ફાઇટર જેટ્સને ઇટાલીમાં લેન્ડિંગની પરવાનગી ના આપી

ઇટાલીએ યુએસ ફાઇટર જેટને તેની ધરતી પર ઉતરાણ કરવાની ના પાડી છે. ઈરાન સાથે અમેરિકાના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ પગલાને યુનાઇટેડ સ્ટેટ્સ માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. આ પહેલી વાર છે જ્યારે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરીને મોટો નિર્ણય લીધો છે.

Breaking News : ઈરાન યુદ્ધમાં જ્યોર્જિયા મેલોનીએ ટ્રમ્પને આપ્યો ઝટકો, યુએસ ફાઇટર જેટ્સને ઇટાલીમાં લેન્ડિંગની પરવાનગી ના આપી
Donald Trump, Georgia MaloneyImage Credit source: White House
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2026 | 5:36 PM
Share

ઈરાન સાથે વધતા જતા યુદ્ધના તણાવ વચ્ચે, ઇટાલીએ યુનાઇટેડ સ્ટેટ્સને મોટો ફટકો માર્યો છે. ઇટાલીની સરકારે, મધ્ય પૂર્વ તરફ જતા અમેરિકાના ફાઈટર જેટ્સ વિમાનોને સિસિલીમાં ઉતરાણ કરવાની પરવાનગી આપવાની ના પાડી દીધી છે. આ સમાચાર સ્થાનિક અખબાર, કોરીએર ડેલા સેરા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ અહેવાલોમાં જણાવ્યા મુજબ, ઇટાલીની સરકારે ઈરાનને લગતા યુદ્ધમાં પોતાને દૂર રાખવા માટે આ પગલું ભર્યું છે. આ પહેલી ઘટના છે જેમાં જ્યોર્જિયા મેલોનીના વહીવટીતંત્રે ટ્રમ્પ વહીવટીતંત્રની વિરુદ્ધ નિર્ણય લીધો છે.

અહેવાલ મુજબ, સિસિલીમાં યુએસ ફાયટર જેટ્સ વિમાનોને લેન્ડિંગ પરવાનગીનો ઇનકાર કરવાથી આ પ્રદેશમાં અમેરિકન લશ્કરની કામગીરી પર અસર પડી શકે છે, કારણ કે સિસિલી મધ્ય પૂર્વ તરફ નિર્દેશિત મિશન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

સ્પેને પણ ના પાડી હતી

એક દિવસ પહેલા જ, સ્પેને યુએસ વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. હવે, ઇટાલીએ લેન્ડિંગ ક્લિયરન્સ અટકાવી દીધું છે. જો કે, ઇટાલીનું વલણ ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તે નાટોનું સભ્ય છે. ઇટાલી યુરોપિયન બાબતોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વધુમાં, તેના વડા પ્રધાન, જ્યોર્જિયા મેલોની, વ્યાપકપણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી માનવામાં આવે છે.

મેલોની એકમાત્ર અગ્રણી યુરોપિયન મહિલા નેતા હતી, જેમને ટ્રમ્પે તેમના શપથવિધી દરમિયાન વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. અનેક પ્રસંગોએ, મેલોનીએ ટ્રમ્પ માટે રાજકીય ઢાલ તરીકે કામ કર્યું છે. પરિણામે, ઈરાન સંઘર્ષ વચ્ચે ઇટાલીનું વર્તમાન વલણ યુનાઇટેડ સ્ટેટ્સ માટે મોટો આંચકો સમાન છે.

ઇટાલીએ આ નિર્ણય કેમ લીધો?

સત્તાવાર રીતે, ઇટાલીએ આ બાબતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી; જોકે, આ નિર્ણયને દેશમાં તાજેતરમાં યોજાયેલા લોકમત સાથે જોડવામાં આવી રહ્યો છે. તે લોકમતમાં મેલોનીના પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈરાન સાથેના યુદ્ધને આ હારનું એક કારણ ગણાવવામાં આવ્યું હતું.

લોકમત અંગે હાથ ધરાયેલા અનેક સર્વેક્ષણોમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના ઈટાલિયનો ટ્રમ્પ સાથે મેલોનીના ગાઢ સંબંધોથી નારાજ છે. તેઓ ઈરાન સાથેના સંઘર્ષથી ઊભી થઈ શકે તેવી આર્થિક મુશ્કેલીઓ અંગે ચિંતિત છે. આવતા વર્ષે ઈટાલીમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં મેલોની વડા પ્રધાન તરીકે બીજા કાર્યકાળ માટે મેદાનમાં ઉતરશે.

Breaking News: ભારત આવતા ઈરાની વિમાન પર અમેરિકાનો હુમલો, જાણો શું લઈને આવી રહ્યું હતુ વિમાન?

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">