Breaking News : ભોટેકોશી નદીમાં જોરદાર પ્રવાહ આવતા નેપાળમાં ફરી એક વાર વિનાશનો ભય, NDRRMAએ એલર્ટ જાહેર કર્યું
Nepal floods : નેપાળમાં આવેલા અચાનક પૂરના કારણે મોટી સંખ્યામાં લોકોના મૃત્યું થયા છે.હજુ બચાવ અને રાહતકાર્ય ચાલું છે. અંદાજે 700 લોકોના મૃત્યુ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હજારો લોકો હજુ લાપતા થયા છે.

નેપાળમાં આવેલા ભયંકર પૂરના કારણે અંદાજે 700 લોકોના મૃત્યું થયા છે. અત્યારે અલગ અલગ જગ્યાએ રાહત અને બચાવ કાર્ય ચાલું છે. હજારો લોકો લાપતા થયા છે. તો બીજી બાજુ નેપાળમાં ફરી એકવાર વિનાશનો ભય જોવા મળી રહ્યો છે.NDRRMAએ એલર્ટ જાહેર કર્યું છે. તિબેટના પહાડોમાં બરફના ટુકડાથી તબાહી મચી હતી. પાણીની સાથે મોટી માત્રામાં કાટમાળ અને મોટા ખડકો વહન થયા હતા, જેના કારણે વ્યાપક વિનાશ થયો હતો. હવે, તિબેટમાં એવી પરિસ્થિતિઓ વિકસિત થઈ છે કે ફરી એકવાર મોટા પ્રમાણમાં પાણી અને કાટમાળ નીચાણવાળા વિસ્તારોમાં વહેવા લાગી શકે છે, જે તેમના માર્ગમાં આવતી દરેક વસ્તુનો નાશ કરી શકે છે.
નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળે સોશિયલ મીડિયા પર લખ્યું, રાસુવા જિલ્લા વહીવટી કાર્યાલયને માહિતી મળી છે કે ,ભોટે કોશી નદીમાં જોરદાર પૂર આવ્યું છે. તેથી, અમે રાસુવા, નુવાકોટ અને ધાડિંગ સુધીના નદી કિનારાના વિસ્તારોમાં સાવધાની રાખવા વિનંતી કરીએ છીએ. વધુ માહિતી મળતાં જ અમે વધુ અપડેટ્સ કરીશું.
ભારત મૃતદેહોની ઓળખ કરવામાં પણ મદદ કરશે
ભારતે રાહત અને બચાવ કામગીરીમાં તેમજ મૃતકોની ઓળખમાં સહાયની ઓફર કરી છે. 6 ફોરેન્સિક ટીમો ધરાવતી 19 સભ્યોની ટીમ નેપાળ મોકલવામાં આવી રહી છે. આ ટીમ ડીએનએ નમૂનાઓના વિશ્લેષણ દ્વારા શોધાયેલા માનવ અવશેષોની ઓળખ કરવામાં નેપાળી અધિકારીઓને મદદ કરશે.
નેપાળમાં શું થયું ?
26 ઓગસ્ટના રોજ નેપાળના ભોટે કોસી ક્ષેત્રમાં આવેલા વિનાશક પૂર બાદ ભારતે રાહત અને બચાવ કામગીરી તીવ્ર બનાવી દીધી છે. પૂરના કારણે જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું છે અને રસ્તાઓ, પુલો અને રહેણાંક વિસ્તારો સહિત મોટા પ્રમાણમાં માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે.ભારત સરકારના જણાવ્યા મુજબ અત્યારસુધી નેપાળમાં 108 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. સંપર્કની બહાર રહેલા અંદાજે 50 ભારતીય નાગરિકોનો સાથે સંપર્ક ફરી થયો છે.
આ પૂરની અસર નેપાળની સાથે સાથે ચીન પણ પડી છે. સ્થાનીક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસમાં 598 ભારતીય નાગરિકો ચીનથી સુરક્ષિત નેપાળ પહોંચ્યા છે. અંદાજે 900 ભારતીય નાગરિક હજુ ચીનમાં સુરક્ષિત અને સંપર્કમાં છે. 275 ભારતીય નાગરિકો અને મૂળ ભારતીય નાગરિક 128 લોકો હજુ પણ લાપતા અથવા સંપર્કની બહાર છે.
