AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Supreme Courtના ઝટકા બાદ Trumpનો પ્રહાર : ગ્લોબલ Tarrif 10ને બદલે 15 ટકા કરાઈ, વિશ્વ વેપારમાં ફરી ઉથલપાથલ

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ US સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વૈશ્વિક ટેરિફ દર 10%થી વધારી 15% કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રંપે કહ્યું કે ઘણા દેશો દાયકાઓથી અમેરિકાનો 'શોષણ' કરતા હતા અને આ પગલું દેશને ફરી 'મહાન' બનાવવાની પ્રક્રિયાનો ભાગ છે.

Breaking News: Supreme Courtના ઝટકા બાદ Trumpનો પ્રહાર : ગ્લોબલ Tarrif 10ને બદલે 15 ટકા કરાઈ, વિશ્વ વેપારમાં ફરી ઉથલપાથલ
Breaking News Donald Trump Raises Global Tariff Rate from 10% to 15% After US Supreme Court VerdictImage Credit source: Social Media
| Updated on: Feb 22, 2026 | 8:19 AM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ US સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી માત્ર 24 કલાકમાં જ Global Tarrif દર 10 ટકાથી વધારી 15 ટકા કરવાની જાહેરાત કરી છે. ટ્રંપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ વધારો તરત જ અમલમાં આવશે અને ઘણા દેશો પર લાગુ પડશે.

ટ્રંપે પોતાના નિવેદનમાં જણાવ્યું કે- જ્યાં સુધી હું સત્તામાં ન આવ્યો ત્યાં સુધી, દાયકાઓથી અનેક દેશોએ કોઈ યોગ્ય કારણ આપ્યા વગર અમેરિકાને આર્થિક રીતે ‘લૂંટી’ લીધો છે. તેમણે દાવો કર્યો કે આ નિર્ણય દેશના હિતમાં છે અને ‘અમેરિકાને ફરી મહાન બનાવવાની પ્રક્રિયાનો’ અગત્યનો ભાગ છે. તેમણે વધુમાં કહ્યું કે આગામી મહિનાઓમાં ટ્રંપ એડમિનિસ્ટ્રેશન કાયદેસર રીતે માન્ય નવા ટેરિફ માળખાની જાહેરાત કરશે.

સુપ્રીમ કોર્ટે Tarrif Rateને ગેરકાયદેસર જાહેર કર્યો છે

આ નિર્ણય પહેલાં Supreme Court of the United States એ 6-3 ના ચુકાદામાં ટ્રંપ પ્રશાસન દ્વારા લાગુ કરાયેલા મોટા ટેરિફને રદ્દ કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે 1977ના ‘International Emergency Economic Powers Act’ હેઠળ રાષ્ટ્રીય ઇમરજન્સીના કાયદાનો ઉપયોગ કરીને વ્યાપક ગ્લોબલ ટેરિફ લાગુ કરવો સત્તાની હદ બહાર છે.

ચુકાદા બાદ ટ્રંપે 1974ના ટ્રેડ એક્ટના સેકશન 122 હેઠળ 10 ટકા ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, જે 150 દિવસ સુધી 15 ટકા સુધીનો ટેરિફ લગાવવાની મંજૂરી આપે છે. હવે નવા નિર્ણય સાથે ટેરિફ દર 15 ટકા સુધી વધારવામાં આવ્યો છે.

ભારત માટે ટેરિફ રેટમાં ફેરફરથી અસર

ભારત માટે આ પગલાનું મહત્વ ખાસ છે. ગયા વર્ષે અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાયો હતો, જે પછી કેટલાક મુદ્દાઓને કારણે વધારી 50 ટકા સુધી પહોંચાડાયો હતો. ત્યારબાદ, ફેબ્રુઆરી 2026માં બંને દેશો વચ્ચે અંતરિમ Trade Deal પર સહમતિ થતા ભારત પરનો ટેરિફ ઘટાડીને 18% કરવામાં આવ્યો હતો.

હાલના 15 ટકા ગ્લોબલ ટેરિફની જાહેરાત પછી ભારત પર અસરકારક ટેરિફ લગભગ 18.5 ટકા આસપાસ પહોંચે છે, જે તાજેતરમાં સહમત થયેલા દરથી થોડો જ ફેરફાર દર્શાવે છે. તેમ છતાં, વૈશ્વિક વેપાર બજારમાં અનિશ્ચિતતા અને રાજકીય ચર્ચા ફરી તેજ બની છે. આગામી સમયમાં અમેરિકા અને અન્ય દેશો વચ્ચેના વેપાર સંબંધો કઈ દિશામાં આગળ વધશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Breaking News: Supreme Courtનું પણ નહીં માને Trump? સમગ્ર વિશ્વમાં લગાવશે વધુ 10% Global Tarrif

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">