AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાને પહેલી વાર જાહેરમાં સ્વીકાર્યું! ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત ત્રાટક્યું હતું; 36 કલાકમાં 80 ડ્રોન છોડ્યા અને નૂર ખાન એરબેઝ ‘તબાહ’ કરી નાખ્યું

ઘણા મહિનાઓ પછી પાકિસ્તાને સ્વીકાર્યું છે કે, ભારતે ઓપરેશન સિંદૂર સંદર્ભે 36 કલાકમાં 80 ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં નૂર ખાન એરબેઝને નુકસાન થયું હતું અને લશ્કરી કર્મચારીઓ ઘાયલ થયા હતા.

Breaking News: પાકિસ્તાને પહેલી વાર જાહેરમાં સ્વીકાર્યું! ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત ત્રાટક્યું હતું; 36 કલાકમાં 80 ડ્રોન છોડ્યા અને નૂર ખાન એરબેઝ 'તબાહ' કરી નાખ્યું
Image Credit source: PTI
| Updated on: Dec 28, 2025 | 6:15 PM
Share

ઘણા મહિનાઓ પછી પાકિસ્તાને સ્વીકાર્યું છે કે, ભારતે ઓપરેશન સિંદૂર સંદર્ભે 36 કલાકમાં 80 ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં નૂર ખાન એરબેઝને નુકસાન થયું હતું અને લશ્કરી કર્મચારીઓ ઘાયલ થયા હતા.

આ કબૂલાત અગાઉના ઇનકારથી એક મોટો યુ-ટર્ન માનવામાં આવી રહ્યો છે અને ભારતની લશ્કરી કાર્યવાહી પર ભાર મૂકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પોતે આ વાત સ્વીકારી છે.

પાકિસ્તાનનો મોટો યુ-ટર્ન

પાકિસ્તાને પહેલી વાર જાહેરમાં સ્વીકાર્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના ડ્રોન હુમલાઓએ મુખ્ય લશ્કરી સ્થાપનોને નુકસાન પહોંચાડ્યું છે. આ કબૂલાત સાથે ઇસ્લામાબાદે તેના અગાઉના ઇનકારથી મોટો યુ-ટર્ન લીધો છે. આ વાત પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સ્વીકારી છે.

આ નિવેદન 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની બદલો લેવાની કાર્યવાહી સાથે સંબંધિત છે, જેમાં 26 નિર્દોષો માર્યા ગયા હતા.

ઇશાક ડારના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની વ્યૂહાત્મક સૈન્ય કાર્યવાહીની સીધી અસર પાકિસ્તાનના મુખ્ય એરબેઝ પર પડી, જે અગાઉના સત્તાવાર ઇનકારથી તદ્દન વિપરીત છે.

વિદેશ મંત્રીએ છેવટે સ્વીકાર્યું

27 ડિસેમ્બરના રોજ વર્ષના અંતે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને વિદેશ મંત્રી ઇશાક ડારે સ્વીકાર્યું કે, ભારતીય ડ્રોન હુમલાઓએ રાવલપિંડીના ચકલાલા વિસ્તારમાં આવેલા નૂર ખાન એર બેઝને નિશાન બનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ હુમલાઓમાં લશ્કરી બેઝને નુકસાન થયું હતું અને ત્યાં તૈનાત કેટલાક લશ્કરી કર્મચારીઓ ઘાયલ થયા હતા.

એક ડ્રોનથી જ પાકિસ્તાન ફફડી ગયું

ઇશાક ડારના જણાવ્યા મુજબ, “ભારતે 36 કલાકની અંદર પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 80 ડ્રોન મોકલ્યા હતા. અમે 80 માંથી 79 ડ્રોનને રોકવામાં સફળ રહ્યા પરંતુ એક ડ્રોને સૈન્ય સંસ્થાને નુકસાન પહોંચાડ્યું અને કેટલાક જવાનો ઘાયલ થયા.”

તેમણે એમ પણ કહ્યું કે, 9 મેની રાત્રે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની આગેવાનીમાં નાગરિક અને સૈન્ય નેતૃત્વની બેઠક યોજાઈ, જેમાં પરિસ્થિતિની સમીક્ષા કરીને આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવી.

ઓપરેશન સિંદૂર દરમિયાન નિશાન બનાવવામાં આવેલા 11 એરબેઝમાં પાકિસ્તાન એરફોર્સનો મુખ્ય બેઝ નૂર ખાન એરબેઝનો પણ સમાવેશ થાય છે. આ બેઝમાં સરગોધા, રફીકી, જેકોબાબાદ અને મુરીદકે જેવા ખાસ એરબેઝનો સમાવેશ થાય છે.

ભારતીય સેનાએ 9 આતંકવાદી કેમ્પ પર હુમલો કર્યો

ભારતીય સશસ્ત્ર દળોએ 7 મેના રોજ વહેલી સવારે ઓપરેશન શરૂ કર્યું, જેમાં પહેલા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો. આ બાદ લશ્કરી સ્થાપનો પર પણ હુમલો કરવામાં આવ્યો.

લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને આ નુકસાનને કેમ ફગાવી દીધું?

પાકિસ્તાનના દાવાઓ પર પ્રતિક્રિયા આપતા નિવૃત્ત ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને આ નુકસાનને “નાનું” ગણાવીને ફગાવી દીધું.

તેમણે કહ્યું કે, પાકિસ્તાનના પોતાના મીડિયા ચેનલોએ ઓપરેશન સિંદૂર દરમિયાન માર્યા ગયેલા સૈનિકોને મરણોત્તર વીરતા પુરસ્કાર (Posthumous Bravery Award) આપવામાં આવ્યા હોવાની ખબર પ્રકાશિત કરી હતી, જે હુમલામાં નુકસાનકારીઓની સંખ્યા વધારે હોવાની સંકેત આપે છે.

શાહબાઝ શરીફનું શું કહેવું છે?

અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમના સલાહકાર રાણા સનાઉલ્લાહે સ્વીકાર્યું હતું કે, ભારતીય મિસાઇલ તેમજ ડ્રોન હુમલામાં નૂર ખાન સહિત અનેક એરબેઝ અસરગ્રસ્ત થયા હતા. સેટેલાઇટ તસવીરોમાં પણ આ સ્થળોને ભારે નુકસાન થયા હોવાના સંકેતો મળ્યા હતા.

07 મેની સવારે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે હતું.

ભારતથી ગભરાઈને DGMO એ મૂક્યો ‘યુદ્ધવિરામનો પ્રસ્તાવ’

ભારતની કાર્યવાહીથી ગભરાઈને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે (DGMO) ભારતના DGMO ને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો, જેને સ્વીકારવામાં આવ્યો.

પાકિસ્તાન તરફથી સંપર્કની પુષ્ટિ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશ જમીન, સમુદ્ર અને હવામાં તમામ મિલિટરી ઓપરેશન્સને રોકવા પર સહમત થયા છે.

Breaking News: મહિલાઓથી લઈને નાના બાળકો સુધી… PoKમાં આતંકવાદીઓ ફરી સક્રિય! જૈશ-એ-મોહમ્મદ કેમ્પનું કરી રહ્યો છે ‘આયોજન’

તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
g clip-path="url(#clip0_868_265)">