Breaking News: મહિલાઓથી લઈને નાના બાળકો સુધી… PoKમાં આતંકવાદીઓ ફરી સક્રિય! જૈશ-એ-મોહમ્મદ કેમ્પનું કરી રહ્યો છે ‘આયોજન’
PoKમાં આતંકવાદીઓ એકવાર ફરી એક્ટિવ થયા છે. ભારતીય સેનાએ ઘરમાં ઘૂસીને પાકિસ્તાનને પાયાવિહોણું કરી નાખ્યું હોવા છતાં પણ તે સુધરવા તૈયાર નથી. ખાસ વાત એ છે કે, આ વખતે ટ્રેનિંગ કેમ્પનું આયોજન જૈશ-એ-મોહમ્મદ કરી રહ્યો છે. આ કેમ્પમાં મહિલાઓ અને નાના બાળકો પણ જોડાયા છે.

દુશ્મન દેશ પાકિસ્તાન પોતાની હરકતો સુધારવા જ તૈયાર નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ફરી એકવાર ટ્રેનિંગ કેમ્પ એક્ટિવ થઈ રહ્યું છે. શુક્રવારે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓનું મોટું ગ્રુપ એકઠું થયું હતું.
‘મહિલા વિંગ’ પણ એક્ટિવ
લશ્કર-એ-તૈયબા (LeT) એ પણ PoK માં તેની મહિલા વિંગને પણ એક્ટિવ કરી દીધી છે. અબ્દુર રઉફ, રિઝવાન હનીફ, અબુ મુસા વગેરે સહિત તેના તમામ ટોચના લીડર્સ ‘મીરપુર’ PoK માં મીટિંગને સંબોધવા માટે હાજર હતા.
7 દિવસીય ટ્રેનિંગ કેમ્પનું આયોજન
જૈશ-એ-મોહમ્મદ 1 જાન્યુઆરી, 2026 થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મીરપુરમાં સાત દિવસીય તરબિયા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરશે. જૈશ-એ-મોહમ્મદે ગઢી હબીબુલ્લાહ, બાલાકોટ અને બીજા સ્થળોએ તેની પબ્લિક રેલીની ગતિ વધારી છે. ઘણા નાના બાળકો પણ તેમના ટ્રેનિંગ કેમ્પમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.
જૈશ-એ-મોહમ્મદે જાહેરમાં સ્વીકાર્યું છે કે, કાશ્મીર ટાઈગર્સ તેનો મોરચો છે. પાકિસ્તાનમાં અનેક સ્થળોએ લશ્કર-એ-તોઈબાના આતંકવાદી કેમ્પનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. લોઅર ડીરમાં લશ્કર-એ-અક્સા નામનો ટ્રેનિંગ કેમ્પ છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્યરત છે.
ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું
ભારતીય સશસ્ત્ર દળોએ 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ મુખ્ય આતંકવાદી સ્થળો પર સચોટ હુમલા કર્યા હતા. ટૂંકમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને પાયાવિહોણું અને સંપૂર્ણપણે લાચાર કરી નાખ્યું હતું.
આ લશ્કરી કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીન (HM) ના ટ્રેનિંગ કેમ્પ તેમજ લોન્ચ પેડ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. સૂત્રો સૂચવે છે કે, આ હુમલામાં 80 થી 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
