Sweden News: અંજુ નસરુલ્લા જેવી બીજી કહાની આવી સામે, સ્વીડિશ મહિલા પાકિસ્તાન આવી, ઇસ્લામ ધર્મ અપનાવીને કર્યા લગ્ન
સ્વીડિશ મહિલા પાકિસ્તાનના સ્વાત પહોંચી અને અહીંના એક યુવક સાથે લગ્ન કર્યા. સ્વાત એ પાકિસ્તાનનો ઉત્તરીય વિસ્તાર છે, જે અફઘાનિસ્તાન સરહદની નજીક આવેલો છે. પાકિસ્તાની ન્યૂઝ આઉટલેટ આજ અનુસાર, મહિલાનું નામ યંતાસથ છે, જેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. તેણે ખૈબર પખ્તુનખ્વાના ચારબાગ તહસીલના એક યુવક સાથે લગ્ન કર્યા.

ભારતથી ભાગીને પાકિસ્તાન ગયેલી અંજુએ ખૈબર પખ્તુનખ્વાના નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. આવો જ બીજો કિસ્સો હવે પાકિસ્તાનમાં જોવા મળ્યો છે. હવે એક સ્વીડિશ મહિલા પાકિસ્તાનના સ્વાત પહોંચી અને અહીંના એક યુવક સાથે લગ્ન કર્યા. સ્વાત એ પાકિસ્તાનનો ઉત્તરીય વિસ્તાર છે, જે અફઘાનિસ્તાન સરહદની નજીક આવેલો છે. પાકિસ્તાની ન્યૂઝ આઉટલેટ આજ અનુસાર, મહિલાનું નામ યંતાસથ છે, જેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. તેણે ખૈબર પખ્તુનખ્વાના ચારબાગ તહસીલના એક યુવક સાથે લગ્ન કર્યા.
આ મહિલા 44 વર્ષની છે, જેને 23 વર્ષના અહેમદ શાહ સાથે પ્રેમ થયો હતો. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. લગ્ન પછી બંને સ્વાતથી ઈસ્લામાબાદ રહેવા ગયા. ચારબાગનો રહેવાસી અહેમદ ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. અગાઉ રાજસ્થાનની રહેવાસી અંજુ પાકિસ્તાનથી વિઝા લઈને ખૈબર પખ્તુનખ્વા ગઈ હતી. અહીં ઇસ્લામ કબૂલ કર્યા બાદ તેણે નસરુલ્લા નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા. બંનેની મુલાકાત ફેસબુક પર પણ થઈ હતી.
આ પણ વાંચો : Pakistan Economic Crisis: પાકિસ્તાનમાં સેન્ડવીચની સાઈઝ થઈ નાની, ભારતમાં આટલામાં તો આવી જાય 3.5 લિટર પેટ્રોલ !
અંજુના પતિએ કેસ દાખલ કર્યો હતો
અંજુના પતિ અરવિંદે તેની પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ FIR નોંધાવી હતી. રિપોર્ટ અનુસાર, તેણે IT નિયમો ઉપરાંત ફુલબાગ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 366, 494 (છૂટાછેડા વિના લગ્ન), 500 (બદનક્ષી) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ દાખલ કર્યો હતો. અંજુના પતિએ કહ્યું કે હજુ બંનેના છૂટાછેડા થયા નથી, તેથી અંજુ લગ્ન કરી શકે નહીં. અંજુ અને અરવિંદને બે બાળકો છે. અંજુનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહી રહી હતી કે તે તેના બાળકોને મિસ કરે છે.
સીમા-સચીનની કહાની પણ કંઇક આવી જ
પાકિસ્તાનની મહિલા સીમા હૈદર પણ પોતાનો દેશ છોડીને ભારત આવી છે, ઉલ્લેખનીય છે કે સીમા ચાર બાળકોને લઇને ભારત આવીને સચીન નામના યુવક સાથે લગ્ન કર્યા, પબજી નામની ગેમ રમતા બંન્ને થઇ ગયો હતો પ્રેમ, સીમા સચિનને લઇને મીડિયા અને સોશિયલ મીડિયામાં ખુબ હોબાળો થયો હતો, સીમાને પાકિસ્તા મોકલવાની વાતે પણ વેગ પકડ્યો હતો. જો કે હાલ સીમાં ભારતમાં જ છે.