AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: પાકિસ્તાનીઓ પર વધુ એક મોંઘવારીનો માર! રાતોરાત પેટ્રોલમાં 26 અને ડીઝલ 17 રૂપિયાનો વધારો, 331 રૂપિયામાં મળે છે એક લીટર પેટ્રોલ

પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાતોરાત વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે દેશમાં લિટર પેટ્રોલની કિંમત 331.38 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 17.34 રૂપિયા પ્રતિ લિટર વધીને 329.18 રૂપિયા થઈ ગઈ છે.

Pakistan News: પાકિસ્તાનીઓ પર વધુ એક મોંઘવારીનો માર! રાતોરાત પેટ્રોલમાં 26 અને ડીઝલ 17 રૂપિયાનો વધારો, 331 રૂપિયામાં મળે છે એક લીટર પેટ્રોલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 10:01 AM
Share

પાડોશી દેશ પાકિસ્તાનની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જનતાને રાહત આપવાના ઊંચા દાવા કરતી પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 26.02 રૂપિયા પ્રતિ લીટર વધીને 331.38 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

આ પણ વાંચો: Pakistan News: તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદનથી પાકિસ્તાન પરેશાન, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પાકને આપ્યો હતો સાથ

તે જ સમયે, પાકિસ્તાનમાં ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલની કિંમતમાં 17.34 રૂપિયાનો વધારો થયો છે. તેની નવી કિંમત 329.18 રૂપિયા પ્રતિ લિટર હશે. ગયા અઠવાડિયે, ઇકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ECC) એ પેટ્રોલિયમ ડીલર્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ના માર્જિન વધારવાની મંજૂરી આપી હતી. કાર્યકારી સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ માર્જિનમાં પ્રતિ લિટર 3.5 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે.

આ મહિનાની શરૂઆતમાં કાર્યકારી નાણાં પ્રધાન શમશાદ અખ્તરની અધ્યક્ષતામાં ECC સત્રમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સમિતિએ OMC અને ડીલરો માટે પેટ્રોલ અને ડીઝલના વેચાણ માર્જિનમાં વધારો કરવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં, અગાઉ એવા અહેવાલ હતા કે સરકાર પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે કારણ કે વૈશ્વિક કોમોડિટીના ભાવ સતત વધી રહ્યા છે.

1 સપ્ટેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પાકિસ્તાનીઓની મુશ્કેલી વધી છે. તમને જણાવી દઈએ કે આ મહિને 1 સપ્ટેમ્બરના રોજ કાર્યકારી સરકારે પેટ્રોલની કિંમતમાં 14.9 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. આ વધારા સાથે પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે, જ્યારે હાઈ-સ્પીડ ડીઝલની કિંમત 18.44 રૂપિયા પ્રતિ લીટર વધીને 311.84 રૂપિયા થઈ ગઈ છે.

પાકિસ્તાનમાં મોંઘવારીનો માર

રાજકીય ઉથલપાથલના કારણે પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી દરમાં ઘટાડો થયો છે પરંતુ સ્થિતિમાં સુધારો થયો નથી. જુલાઈ મહિનામાં 28.3 ટકા મોંઘવારી દર નોંધાયો હતો. ગયા મહિને જૂનમાં તે 29.4 ટકા હતો. મોંઘવારી દર મે મહિનામાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. આ મહિને મોંઘવારી દર 38 ટકા નોંધાયો હતો. પાકિસ્તાની ચલણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારથી નવી કાર્યકારી સરકારે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી પાકિસ્તાની રૂપિયામાં 15 રૂપિયાનો ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">