AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાલિબાન છોકરીઓનું ભવિષ્ય બગાડે છે ! છોકરીઓ માટે ફરીથી શાળાઓ ખોલવામાં આવે તેવી પરિજનોની માગ

Afghanistan News: તાલિબાન સરકાર સામે છોકરીઓના શિક્ષણ માટે શાળાઓ ફરીથી ખોલવાની માંગ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની વાપસી બાદથી છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ છે.

તાલિબાન છોકરીઓનું ભવિષ્ય બગાડે છે ! છોકરીઓ માટે ફરીથી શાળાઓ ખોલવામાં આવે તેવી પરિજનોની માગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 3:08 PM
Share

Taliban News: અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ છોકરીઓ અને મહિલાઓની સૌથી ખરાબ હાલત થઈ છે. જ્યાં છોકરીઓને ભણવા પર રોક લગાવવામાં આવી હતી, જ્યારે મહિલાઓને નોકરી કરવા પર પ્રતિબંધ હતો. જોકે, હવે તાલિબાન સામે વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં રહેતા પરિવારોએ ફરી એકવાર તાલિબાનને 7માથી 12મા ધોરણ સુધીની છોકરીઓ માટે સ્કૂલો ખોલવા કહ્યું છે. આ પ્રકારની માંગ તાલિબાન સમક્ષ પણ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, અફઘાન પરિવારો ચિંતિત છે કે તાલિબાન સરકાર હેઠળ તેમની પુત્રીઓનું ભવિષ્ય જોખમમાં છે. શાળાઓ ખોલવાની માંગ એવા સમયે કરવામાં આવી છે જ્યારે અફઘાનિસ્તાન નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. જોકે હજુ પણ વિદ્યાર્થિનીઓને શિક્ષણ મેળવવાથી રોકવામાં આવી રહી છે. જેના કારણે બાળકીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. પરંતુ તાલિબાને હજુ સુધી શાળાઓ ફરીથી ખોલવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નથી.

દીકરીઓના ભવિષ્ય અંધકારમય

હકીકતમાં, જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળી છે, ત્યારથી છઠ્ઠા ધોરણથી ઉપરની શાળાઓ બંધ કરવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં છોકરીઓ અને મહિલાઓને યુનિવર્સિટીમાં જવા અને એનજીઓ સાથે કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ટોલો ન્યૂઝને આપેલા નિવેદનમાં, અફઘાન પરિવારોએ દેશમાં ચાલી રહેલી સ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે તાલિબાન અધિકારીઓના ક્રૂર નિર્ણયોને કારણે તેમની દીકરીઓનું ભવિષ્ય જોખમમાં છે.

સ્ટેશનરીના ધંધાને પણ અસર થઈ છે

અત્રે નોંધનીય બાબત એ છે કે અફઘાનિસ્તાનમાં શાળાઓ બંધ થવાને કારણે બાળકીઓનું ભવિષ્ય પણ જોખમમાં છે. જેના કારણે સ્ટેશનરીનો ધંધો પણ ખોટમાં ગયો છે. સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે વિદ્યાર્થિનીઓ માટે શાળાઓ બંધ થવાને કારણે તેમના ધંધાને પણ અસર થઈ છે. સ્ટેશનરીની દુકાન ચલાવતા રફીઉલ્લાએ કહ્યું કે અત્યાર સુધી તેમનો બિઝનેસ 80 ટકા ઘટી ગયો છે. પહેલા ધંધો સારો થતો હતો જે હવે નથી.

(ઇનપુટ-ભાષાંતર)

g clip-path="url(#clip0_868_265)">