ઈરાકની સંસદ નજીક એક પછી એક 9 રોકેટ છોડવામાં આવ્યા, સેનાના ઘણા જવાનો થયા ઘાયલ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti

Updated on: Oct 13, 2022 | 4:52 PM

ઈરાકી (Iraq) સેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ હુમલાઓ ગ્રીન ઝોનમાં કરવામાં આવ્યા છે, જ્યાં સરકારી ઈમારત અને વિદેશી મિશનની ઈમારત આવેલી છે. સેનાએ કહ્યું કે આ હુમલા એવા સમયે થયા જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદનું સત્ર શરૂ થવાનું હતું.

ઈરાકની સંસદ નજીક એક પછી એક 9 રોકેટ છોડવામાં આવ્યા, સેનાના ઘણા જવાનો થયા ઘાયલ
Iraq - Rocket Attacks

ઈરાકની (Iraq) રાજધાની બગદાદમાં સંસદની ઘણા નજીક રોકેટ હુમલા (Rocket Attacks) થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સંસદ ભવન પાસે એક પછી એક 9 રોકેટ છોડવામાં આવ્યા છે, જેમાં ઈરાકી સેનાના કેટલાક જવાન ઘાયલ થયા છે. ઈરાકી સેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ હુમલાઓ ગ્રીન ઝોનમાં કરવામાં આવ્યા છે, જ્યાં સરકારી ઈમારત અને વિદેશી મિશનની ઈમારત આવેલી છે. સેનાએ કહ્યું કે આ હુમલા એવા સમયે થયા જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદનું સત્ર શરૂ થવાનું હતું. સેનાએ કોઈપણ માહિતી વિના માત્ર એટલું કહ્યું છે કે હુમલામાં કેટલાક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.

ઇરાકી સંસદની ઇમારતની આસપાસ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક હુમલા થયા

જોકે સંસદ ભવન પર હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. ગયા મહિને પણ આવા જ હુમલા કરવામાં આવ્યા હતા, જ્યારે સ્પીકરની ચૂંટણી માટે સંસદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇરાકી સંસદની ઇમારતની આસપાસ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક હુમલા થયા છે. તાજેતરના વર્ષોમાં આવા હુમલામાં વધારો જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે આ પ્રકારના હુમલા ઈરાનના ઈશારે કરવામાં આવે છે. ઈરાન તરફી લડવૈયાઓ પશ્ચિમને નિશાન બનાવવા માટે આવા હુમલાઓ કરે છે. જોકે, સેનાએ તાજેતરના હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

એક વર્ષ પહેલા ચૂંટણી થઈ હતી, હજુ સુધી નથી બની સરકાર

રોકેટ હુમલા બાદ તરત જ સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે, જ્યાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થવાની છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ પણ સરકાર બની શકી નથી. એક વર્ષ અગાઉ, શિયા મુસ્લિમ નેતા મુકતદા અલ-સદ્રે ચૂંટણીમાં સૌથી મોટી જીત મેળવી હતી.

પરંતુ વિરોધ પક્ષોના વિરોધને કારણે સરકાર બનાવવામાં અસમર્થ હતા. ભૂતકાળમાં તેમના સમર્થકોએ સંસદ પર પણ કબજો જમાવ્યો હતો અને તેઓ સંસદની અંદર જ પિકનિક કરતા જોવા મળ્યા હતા. જોકે, બાદમાં તેમની અપીલ બાદ તેમના સમર્થકોએ સંસદ ભવન ખાલી કરી દીધું હતું.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati