AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની ‘યંગ બ્રિગેડ’ તૈયાર, જાણો ટીમમાં કોની એન્ટ્રી થઈ અને કોની એક્ઝિટ થઈ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમનો આ પ્રવાસ જૂન 2025માં શરૂ થવાનો છે. જણાવી દઈએ કે, બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. આ સિરીઝ 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 'યંગ બ્રિગેડ' તૈયાર, જાણો ટીમમાં કોની એન્ટ્રી થઈ અને કોની એક્ઝિટ થઈ
| Updated on: May 24, 2025 | 3:15 PM
Share

ટીમ ઈન્ડિયા આવતા મહિને ઈંગ્લેન્ડ પ્રવાસે જવાની છે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, એવામાં ભારતીય ટેસ્ટ ટીમ માટે આ એક નવી શરૂઆત છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

અજિત અગરકરની આગેવાની હેઠળ સિલેક્શન કમિટીએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે એક યુવા ભારતીય ટીમની પસંદગી કરી છે. ભારતની યંગ બ્રિગેડ જોતાં લાગી રહ્યું છે કે, યશસ્વી જયસ્વાલ અને અભિમન્યુ ઈશ્વરન ઓપનિંગ બેટિંગની જવાબદારી સંભાળી શકે છે. સાઈ સુદર્શન અને કરુણ નાયરને મિડલ ઓર્ડરમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે કોહલીની ગેરહાજરીમાં નંબર 4ની ભૂમિકા ભજવી શકે છે.

ઋષભ પંતને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ઋષભ પંત વિકેટકીપિંગની સાથે મિડલ ઓર્ડરમાં ખાસ ભૂમિકા ભજવશે. આ સિવાય ધ્રુવ જુરેલને બીજા વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

ઝડપી બોલર અર્શદીપ સિંહની પણ આ વખતે ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, શાર્દુલ ઠાકુરે પણ ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાના 18 ખેલાડીઓમાં ઝડપી બોલર મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

સરફરાઝ ખાન ફોર્મમાં હોવા છતાં પણ ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. બોલિંગ ડિપાર્ટમેન્ટની કમાન જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશ દીપ જેવા સ્ટાર ફાસ્ટ બોલરો સંભાળશે.

ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટેની ટીમ ઇન્ડિયા

શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">