AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Divorce Trend : કપલ્સ વચ્ચે ‘ફૂડ ડિવોર્સ’ ટ્રેન્ડમાં, જાણો તેનો અર્થ શું છે

પતિ-પત્નીના સંબંધોમાં માત્ર પોષણ કે સ્વાદ નહિ પરંતુ પ્રેમ વ્યક્ત કરવાનો પણ એક પ્રકાર હોય છે પરંતુ મોર્ડન લાઈફસ્ટાઈલમાં એક ટ્રેન્ડ ચાલું છે. જેને ફૂડ ડિવોર્સ કહેવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ આ શું છે.

Food Divorce Trend : કપલ્સ વચ્ચે 'ફૂડ ડિવોર્સ' ટ્રેન્ડમાં, જાણો તેનો અર્થ શું છે
| Updated on: Aug 19, 2026 | 2:12 PM
Share

“ફૂડ ડિવોર્સ”, જેમ કે નામ સૂચવે છે, તે ખાવાની આદતો સાથે સંબંધિત એક ટ્રેન્ડ છે જે કપલમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. તેનો અર્થ અલગ થવાનો નથી. એવું કહેવાય છે કે ભલે તમે આખો દિવસ એકબીજાને ન જોઈ શકો, ઓછામાં ઓછું બધાએ ડિનર ટેબલ પર સાથે હોવું જોઈએ. દુનિયાભરમાં પ્રેમ અને ખુશીની ઉજવણી માટે ખોરાકને શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. ખાસ કરીને ભારતીય ઘરોમાં, સાથે ખાવાનું એક પરંપરા બની ગઈ છે. પતિ-પત્ની વચ્ચે ખોરાકના કારણે છૂટાછેડા હવે એક સામાન્ય પ્રથા બની ગઈ છે.

જમવાની સાથે બેસીને જમવું એક દિનચર્યાનો હિસ્સો બનતો નથી પરંતુ ભાગદોડ ભરી લાઈફમાં રાહતનો શ્વાસ લેવા દિવસભરની વાતો કરવાની સાથે સમય પસાર કરવો તેમજ એકબીજા સાથે જોડાવવાનો. પરંતુ જેમ જેમ ખાવાની આદતો બદલાઈ રહી છે, ફૂડ ડિવોર્સ હવે એક ટ્રેન્ડ બની ગયો છે.

“ફૂડ ડિવોર્સ” શું છે?

રિલેશનશીપમાં ટ્રેન્ડમાં ફૂડ ડિવોર્સનો અર્થ છે કે, પતિ-પત્ની કે કપલ પહેલાની જેમ સાથે રહે છે. વાતો કરે છે પરંતુ તેઓ એક જ ખોરાક ખાવાની મજબૂરીથી મુક્ત થાય છે. તેઓ બંને તેમની પસંદગીઓ, શેડ્યુલ અને ખરીદીની પસંદગીઓ અનુસાર અલગ અલગ ફુડ રાંધે છે અને ખાય છે.

ઉદાહરણ દ્વારા વાત કરીએ તો. એક પાર્ટનરને બહારનું જમવાનું પસંદ છે. તો બીજાને ઘરનું સિંપલ જમવાનું સારું લાગેછે. ત્યારે તે બીજાની પસંદનું ખાવાના બદલે અલગ ખોરાક પસંદ કરે છે.

શું છે ફૂડ ડિવોર્સ નું કારણ?

કપલ વચ્ચે ફૂડ ડિવોર્સના અનેક કારણો હોય શકે છે. જેમ કે, ફિટનેસ ગોલ જેમાં સૌથી મોટું કારણ છે. કારણ કે, દરેક લોકોને ડાયટમાં પ્રોટીન, વિટામિન-મિનરલ્સ અને કેલરીની જરુરત અલગ અલગ હોય છે. ત્યારે પોતાના ડાયટ પ્લાન મુજબથી મીલ લે છે.

સમયની ઉણપ એક મોટું કારણ બની રહી છે. કપલ વચ્ચે ફૂડ ડિવોર્સ ટ્રેન્ડમાં છે. મોટાભાગના પતિ-પત્ની કે લિવઈન પાર્ટનરમાં બંને વર્કિંગ હોય છે. કેટલીક વખત ઓફિસની શિફ્ટમાં ફેરફાર થાય છે. સાથે જમી શકતા નથી. ઝઘડો કરવાના બદલે સિંપલ છે કે, તમારા ખાવાની આદતો બદલો.

આ ટ્રેન્ડના ફાયદા અને નુકસાન

ફૂડ ડિવોર્સ ટ્રેન્ડમાં ફાયદાની વાત કરીએ તો. બંનેની સમજના હિસાબથી આ સ્ટ્રેસને ઓછો કરી શકે છે. સમય ન હોવાના કારણે કપલ ખાવાને લઈ એકબીજાને ફરિયાદ કરતા નથી. આ સિવાય પોતાના ફિટનેસ ગોલને લઈ વધારે સજગ રહે છે.

જો નુકસાનની વાત કરીએ તો. ભારતીય ધરોમાં આ ટ્રેન્ડ થોડો અલગ મહેસુસ થઈ શકે છે. કારણ કે,આપણે અહી ભલે પરિવાર નાનો હોય. પરંતુ તેમ છતાં લોકો સાથે જમવાનું પસંદ કરે છે. જમવાના સ્વાદની સાથે ભાવનાઓ જોડાયેલી છે. ત્યારે કપલ વચ્ચે ભાવનાત્મક જુડાવ ઓછો થવાની શક્યતા બની શકે છે.

Health Tips : મહિલાઓએ આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણવી ન જોઈએ, બાકી ભારે કિંમત ચૂકવવી પડશે અહી ક્લિક કરો

Follow Us
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
g clip-path="url(#clip0_868_265)">