Breaking News : માનવ સુથારે 10 વિકેટ લઈને તબાહી મચાવી , ટીમ ઇન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ
Manav Suthar 10 Wickets : માનવ સુથારે ગાલે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું, 10 વિકેટ લીધી. તેણે પહેલી ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં છ વિકેટ લઈને ટીમ ઇન્ડિયાને જીત અપાવી.

Manav Suthar 10 Wickets : માનવ સુથારે ફક્ત બે ટેસ્ટ મેચ રમી હોવા છતાં, તે લાંબી રેસનો ખેલાડી સાબિત થયો છે. શ્રીલંકા સામે ગાલે ટેસ્ટમાં સુથારે ભારે તબાહી મચાવી હતી. આ ડાબોડી સ્પિનરે ગાલેમાં કુલ 10 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી. સુથારની શાનદાર બોલિંગે ટીમ ઇન્ડિયાને 165 રનથી મેચ જીતવામાં મદદ કરી હતી. માનવ સુથારે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, તે મેચમાં સાત વિકેટ લીધી હતી. હવે, તેણે 10 વિકેટ લીધી છે.
10 વિકેટ લઈ તબાહી મચાવી
માનવ સુથારે ગોલ ટેસ્ટના પાંચમાં દિવસે લંચ પછી ધમાલ મચાવી હતી. આખેલાડીએ માત્ર 10 બોલમાં 4 વિકેટ લીધી હતી. માનવ સુથારે પહેલા સોનલ દિનુષાને 84 રન પર આઉટ કર્યો હતો. ત્યારપછી પ્રભાત જયસૂર્યાને બોલ્ડ કર્યો હતો. 4 બોલ પછી આ ખેલાડીએ લાહિરુ કુમારાને પેવેલિયન મોકલ્યો હતો. એક ઓવરમાં 3 વિકેટ લઈ સુથાર રોકાયો નહી તેમણે આગલી ઓવરના ચોથા બોલ પર નુવાંતાને બોલ્ડ કરી ગોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
Manav Suthar draws the edge, and Dhruv Jurel clings on to a sensational low catch in the slips!
Sri Lanka are now four down!
Watch #SLvIND, 1st Test | Day 4, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/U7mpHGJHH7
— Sony Sports Network (@SonySportsNetwk) August 18, 2026
માનવ સુથારે તોડ્યો 18 વર્ષ જુનો રેકોર્ડ
માનવ સુથારે ગોલ ટેસ્ટમાં 10 વિકેટ લઈ 18 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. માનવ સુથાર શ્રીલંકામાં સૌથી શાનદાર બોલિંગ કરનાર ભારતીય ટેસ્ટ બોલર બની ગયો છે. આ પહેલા હરભજન સિંહના નામે આ રેકોર્ડ હતો. તેમણે 2008માં શ્રીલંકા વિરુદ્ધ 160 રન આપી 10 વિકેટ લીધી હતી. હવે માનવ સુથારે આ મેચમાં 153 રન આપી 1 વિકેટ લીધી હતી. માનવ સુથાર આ સાથે સાથે વિદેશી ધરતી પર ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનાર સૌથી યુવા ભારતીય સ્પિનર પણ બની ગયો છે.માનવે પ્રદર્શનની દ્રષ્ટિએ જાડેજા અને કુલદીપ યાદવ જેવા અનુભવી બોલરોને પાછળ છોડી દીધા.
