AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : મહિલાઓએ આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણવી ન જોઈએ, બાકી ભારે કિંમત ચૂકવવી પડશે

આજકાલ ભાગદોડ ભરી લાઈફમાં લોકો પાતાના સ્વાસ્થનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. સામાન્ય રીતે મહિલાઓ,પરિવાર, ઓફિસ અને અન્ય કેટલીક જવાબદારીઓથી મહિલા પોતાના અનેક હેલ્થ પ્રોબ્લેમને નજરઅંદાજ કરે છે. તો ચાલો જાણીએ મહિલાએ કઈ 5 હેલ્થ પ્રોબ્લેમને ક્યારેય નજર અંદાજ કરવી જોઈએ નહી.

Health Tips : મહિલાઓએ આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણવી ન જોઈએ, બાકી ભારે કિંમત ચૂકવવી પડશે
| Updated on: Aug 18, 2026 | 9:26 AM
Share

Women Health : મહિલાઓ હંમેશા પરિવાર,ઘર ઓફિસ અને ઘરના કામની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. તે ભુલી જાય છે કે, આ સાથે તેમણે પોતાના સ્વાસ્થ પર પણ ધ્યાન રાખવાનું છે. કેટલીક વખત શરીરમાં જોવા મળતા નાના ફેરફાર પણ સમસ્યા બની જાય છે. જેને મહિલાઓ નજરઅંદાજ કરી દે છે. પરંતુ હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, આવી નાની ભૂલ ગંભીર બીમારીઓનું મોટું સ્વરુપ ધારણ કરી લે છે. પરંતુ જો સમયસર ધ્યાન આપવામાં ન આવ્યું તો સ્વાસ્થમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે.

ડોક્ટરની સલાહ લેવી ખુબ જરુરી

મહિલાઓના શરીરમાં હોર્મોનલ ફેરફાર, લાઈફસ્ટાઈલ અને વધતા તણાવ અનેક સ્વાસ્થ સમસ્યાઓને જન્મ આપે છે. કેટલીક વખત થાક,અનિયમિત પીરિયડ્સ સતત માથામાં દુખાવો શરીરમાં દુખાવો જેવી પરેશાનીઓ મહિલાઓ થાક લાગવાનું કહી ટાળી દે છે.પરંતુ આ લક્ષણો કેટલીક વખત શરીરની અંદર ચાલી રહેલી મોટી સમસ્યાનો સંકેત પણ હોય શકે છે. ત્યારે આવા સંકેતનો સમજવા અને સમય પર ડોક્ટરની સલાહ લેવી ખુબ જરુરી માનવામાં આવે છે. તો ચાલો આ આર્ટિકલમાં જાણીએ કે, કઈ સમસ્યાઓ છે. જે મહિલાઓને મામુલી સમજી નજર અંદાજ કરવો જોઈએ નહી.

સતત થાક લાગવો

જો વધારે કામ કર્યા વગર તમને થાક લાગે કે નબળાઈ અથવા સુસ્તી થાય છે. તો આને હળવાશથી ના લો. મહિલાઓને આયરનની ઉણપ,હોર્મોનલ અસંતુલન અથવા નીંદની ઉણપના કારણે પણ આવી સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી થાક લાગવાથી શરીરમાં પોષણની ઉણપની સાથે સ્વાસ્થ સમસ્યાનો સંકેત પણ હોય શકે છે. આ વી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.

અનિયમિત પીરિયડ્સ

પીરિયડ્સ સમય પર ન આવવા તેમજ વધારે બ્લીડિંગ થવું એક મહત્વપૂર્ણ સંકેત હોય શકે છે. કેટલીક મહિલાઓ આને સામાન્ય માની નજરઅંદાજ કરે છે પરંતુ કેટલીક વખત ગડબડ કે, તણાવ સ્વાસ્થ સમસ્યાનો સંકેત હોય શકે છે. જો આવી સમસ્યાઓ સતત થાય તો તપાસ કરાવવી જરુરી છે.

અચાનક વજન વધવુ કે ઓછુ થવુ

કોઈ પણ ખાસ કારણ વગર અચાનક વજન વધી જાય કે, ઓછો તઈ જાય તો શરીરમાં કોઈ ગડબડના સંકેત હોય શકે છે. આ સમસ્યા થાઈરોડ, હોર્મોનલ અસંતુલન અથવા ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પણ થઈ શકે છે. આને નજર અંદાજ ન કરો.

વારંવાર માથાનો દુખાવો

જો તમને વારંવાર માથામાં દુખાવો અથવા ઉલ્ટી,ચક્કર કે ધુંધળુ દેખાય તો આ માઈગ્રેનનો સંકેત હોય શકે છે. કેટલીક વખત મહિલાઓ આને સામાન્ય માથાનો દુખાવો સમજી દવા લઈ લે છે. જે તણાવ, હોર્મોનલ ફેરફાર અથવા અન્ય સમસ્યાનો સંકેત પણ હોય શકે છે.

પેટમાં દુખાવો પાચનની સમસ્યા

વારંવાર પેટમાં દુખાવો,ગેસ જેવી સમસ્યાને નજર અંદાજ ન કરવી જોઈએ. આ સમસ્યા ખોટી લાઈફસ્ટાઈલ, તણાવ અથવા પાચનતંત્ર સાથે જોડાયેલી કોઈ પરેશાની તરફ ઈશારો કરે છે. જો આવી સમસ્યા વારંવાર રહે તો ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.

Health Tips : વારંવાર આંખોમાંથી પાણી આવવાનું કારણ શું છે? જાણો અહી ક્લિક કરો

Follow Us
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
g clip-path="url(#clip0_868_265)">