Rajiv Dixit Health Tips: આ ઘરગથ્થું ઉપાય અજમાવીને વધારો તમારી આંખોનું તેજ, ચશ્માના નંબર પણ ઉતરશે
શું તમે ચશ્માથી છુટકારો મેળવવા માંગો છો ? તો આજે અમે તમને જણાવીશું આંખોની દ્રષ્ટિ વધારવા અને ચશ્મા દુર કરવાના ઘરગથ્થું ઉપાય. જેના વડે તમે સરળતાથી ચશ્માથી છુટકારો મેળવી શકો છો.
આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ આંખ છે. જો તમે વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરો છો કે પુસ્તક, ટીવી જોવાથી તમારી આંખોમાં દુઃખાવો થવા લાગે છે તો તે તમારા માટે ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે. તેમણે આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા શારીરિક બિમારીઓને સુધારવા માટેના ઉપાયો આપ્યા છે.
એવામાં આંખોની દ્રષ્ટિ નબળી થાય છે આંખો ઉપર ચશ્માં આવી જાય છે. પરંતુ જે લોકોને પહેલાથી જ ચશ્માં આવી ગયા હોય તો શું કરવું ? શું તમે ચશ્માથી છુટકારો મેળવવા માંગો છો? તો આજે અમે તમને જણાવીશું આંખોની દ્રષ્ટિ વધારવા અને ચશ્મા દુર કરવાના ઘરગથ્થું ઉપાય. જેના વડે તમે સરળતાથી ચશ્માથી છુટકારો મેળવી શકો છો.
આંખોની દ્રષ્ટિ વધારવાના ઘરગથ્થું ઉપાય
- વધારે કામ કર્યા પછી આંખોનો થાક દુર કરવા માટે તમારી બન્ને હથેળીઓને એક બીજા સાથે ઘસો, જેનાથી ગરમી ઉત્પન થશે. પછી તમારી આંખો બંધ કરીને હથેળીઓને આંખો ઉપર મુકો. એક વાતનું ધ્યાન રાખશો કે આંખો ઉપર હાથ મુકતા સમયે પ્રકાશ બિલકુલ ન પડે. આવું દિવસમાં 3-4 વખત જરૂર કરો.
- આંખ સ્વસ્થ રાખવા માટે આંબળાના પાણીથી આંખ ધુવો કે આંખમાં ગુલાબ જળ નાખો.
- આંખોના દરેક જાતના રોગ જેમ કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવામાં રાત્રે 7-8 બદામ પલાળીને પાણીમાં ભેળવીને પીવો.
- તાંબાના જગમાં એક લીટર પાણી ભરીને આખી રાત માટે મૂકી દો અને સવારે ઉઠીને તે પાણી પીવો. તાંબામાં રાખેલું પાણી ખાસ કરીને આંખોને ખુબ ફાયદો પહોચાડે છે.
- કાનપટી ઉપર ગાયનું ઘી હળવા હાથથી રોજ મસાજ કરવાથી આંખોની રોશની વધે છે.
- આંખોની દ્રષ્ટિ વધારવા માટે આંબળાનો બનેલો મુરબ્બો દિવસમાં બે વખત ખાઓ. તેનાથી તમને ઘણી મદદ મળશે.
- એક ચમચી વરીયાળી બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો તે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી
tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ
બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..