AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેષ રાશિનું વાર્ષિક રાશિફળ: મેષ રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ, જાણો તમારું 2025નું વાર્ષિક રાશિફળ

2025માં મેષ રાશિ માટેનું આ રાશિફળ આરોગ્ય, શિક્ષણ, વ્યવસાય, નોકરી, નાણાં, પ્રેમ અને કુટુંબ જેવા મુખ્ય પાસાઓને આવરી લે છે. વર્ષની શરૂઆત સારી રહેશે પરંતુ માર્ચ પછી કેટલીક ચેલેન્જ આવી શકે છે. ધૈર્ય અને મહેનતથી તમે સફળતા મેળવી શકો છો. આ રાશિફળમાં વિગતવાર માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી છે.

મેષ રાશિનું વાર્ષિક રાશિફળ: મેષ રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ, જાણો તમારું 2025નું વાર્ષિક રાશિફળ
| Updated on: Nov 18, 2024 | 6:40 AM
Share

વાર્ષિક રાશિફળ: જાણો કેવું રહેશે વર્ષ? વર્ષ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લો? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

વર્ષ 2025 માં મેષ રાશિના જાતકોનું આરોગ્ય

મેષ રાશિ વાળા,આરોગ્ય ના દ્દ્રષ્ટિકોણ થી મેષ રાશિફળ 2025 તમારા માટે મિશ્રણ કે પછી થોડું કમજોર રહેવાનું છે.આ વર્ષે આરોગ્ય ને અપેક્ષાકૃત વધારે ધ્યાન રાખવું જરૂરી રહેશે.વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ સુધી શનિ તમારા લાભ ભાવમાં રહેશે.આ સારી વાત છે પરંતુ,શનિ ની ત્રીજી નજર કુંડળી માં પેહલા ભાવ ઉપર રહેશે.થોડી જાગૃકતા તો જરૂરી રેહસેજ.તો પણ માર્ચ સુધી નો સમય આરોગ્ય માટે અનુકુળ રહેશે.એના પછી શનિ નો ગોચર દ્રાદશ ભાવમાં હોવાના કારણે ચંદ્ર કુંડળી મુજબ સાડાસાતી ની સ્થિતિ ઉભી થશે.ફળસ્વરૂપ બાકીના સમય માં આરોગ્ય નું પુરુ ધ્યાન રાખવું જરૂરી રહેશે.છતાં સંભવ તણાવ મુક્ત રહીને સારી ઊંઘ લેવાની કોશિશ કરો.ભાગદોડ અને મેહનત પણ તમારા આરોગ્ય મુજબ કરશો તો તમારું આરોગ્ય અનુકુળ રહેશે.

વર્ષ 2025 માં મેષ રાશિના જાતકોની શિક્ષા

મેષ રાશિ વાળા,શિક્ષા ના દ્રષ્ટિકોણ થી મેષ રાશિફળ 2025 તમારા માટે સામાન્ય કરતા સારું રહેવાનું છે.ત્યાં જો તમારું આરોગ્ય પુરી રીતે અનુકુળ બની રહે અને તમે પુરુ મન લગાડીને અભ્યાસ કરશો તો પરિણામ વધારે સારા આવી શકે છે.એમતો સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષા નો કારક ગુરુ ની સ્થિતિ મે મહિનાની વચ્ચે સુધી અપેક્ષા મુજબ વધારે અનુકુળ રહેવાના કારણે આ સમયગાળા માં અધ્યન નું સ્તર વધારે સારું રહેશે.એના પછી નો સમય ઘર થી દુર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારો કહેવામાં આવશે એની સાથે સાથે ટુર અને ટ્રાવેલ્સ ની શિક્ષા લેતા વિદ્યાર્થીઓ સારા પરિણામ મેળવતા રહેશે પરંતુ બીજા વિદ્યાર્થીઓ ની અપેક્ષા મુજબ વધારે મેહનત કરવાની જરૂરત રહેશે.

વર્ષ 2025 માં મેષ રાશિના જાતકોનો વેપાર

મેષ રાશિ વાળા,વેપાર,વેવસાય સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ મિશ્રણ પરિણામ દેતું દેખાઈ રહ્યું છે.પરંતુ વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી વેપાર વેવસાય માં સારો નફો થતો દેખાઈ રહ્યો છે.તમે તમારી મેહનત પ્રમાણે તમારા વેપાર,વેવસાય ને સાચી અને સારી દિશા આપી શકશો પરંતુ માર્ચ પછી શનિ ગ્રહ નો દ્રાદશ ભાવમાં જવું ઘણા લોકો માટે કઠિનાઈ દેવાનું કામ કરશે.પરંતુ એવા લોકો જે પોતાના જન્મભુમી થી દુર રહીને વેપાર,વેવસાય કરે છે એમને ત્યારે પણ સારા પરિણામ મળશે.વિદેશ માં રહીને વેપાર કરતા લોકોને અથવા કંપનીઓ સાથે જોડાયેલા લોકો પણ સારા પરિણામ મેળવી શકશે પરંતુ બીજા લોકોને અપેક્ષા મુજબ થોડી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.

વર્ષ 2025 માં મેષ રાશિના જાતકોની નોકરી

મેષ રાશિ વાળા,નોકરીના દ્રષ્ટિકોણ થી,આ વર્ષ ની શુરુઆત થી માર્ચ સુધી નો સમય અપેક્ષા મુજબ વધારે સારો રહેશે.ત્યાં પછી નો સમય થોડી હદ સુધી કઠિનાઈ દેવાનું કામ કરી શકે છે.પરંતુ મે પછી રાહુ ગ્રહ ના ગોચર ની અનુકૂળતા તુલનાત્મક રૂપથી સારા પરિણામ દેવાનું કામ કરશે પરંતુ શનિ ની સ્થિતિ ને જોઈને અપેક્ષા મુજબ વધારે મેહનત ની જરૂરત પડી શકે છે.જે લોકો ની નોકરી યાત્રા સાથે જોડાયેલી છે અથવા જે લોકોને ઓફિસ નહિ બહાર રહીને કામ કરવું પડે છે એમને એમની મેહનત પ્રમાણે પરિણામ મળતા રહેશે પરંતુ બીજા લોકોને થોડી કઠિનાઈ જોવા મળી શકે છે.દુરસંચાર વિભાગ,કુરિયર સર્વિસ અને યાત્રાઓ સબંધિત કાર્યાલય માં કામ કરવાવાળા નોકરિયાત લોકો મે પછી સારા પરિણામ મેળવી શકશે પરંતુ બીજા લોકોને અપેક્ષા મુજબ મેહનત કરવાની જરૂરત પડી શકે છે.

વર્ષ 2025 માં મેષ રાશિના જાતકોનો આર્થિક પક્ષ

મેષ રાશિ વાળા,આર્થિક મામલો માં મેષ રાશિફળ 2025 એવરેજ કરતા ઘણી હદ સુધી સારા પરિણામ આપી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના સુધી પૈસા નો કારક ગુરુ નું પૈસા ના ભાવમાં હોવું,આર્થિક મામલો માં સારા પરિણામ દેવડાવાનું કામ કરશે.પૈસા ભેગા કરવાના વિષય માં તમારો પ્રયાસ સફળ રહેશે.ત્યાં મે પછી ગુરુ બીજા ભાવમાં પોતાના પ્રભાવ ને સમેટી લેશે પરંતુ ત્રીજા ભાવમાં જઈને એ લાભ ભાવને જોશે.ફળસ્વરૂપ લાભ મળતો રહેશે.મે પછી રાહુ ગોચર પણ લાભ ભાવમાં હોવાના કારણે લાભ ની ટકાવારી વધારશે.બીજા શબ્દ માં બચત માટે ભલે 2025 થોડું કમજોર રહેશે પરંતુ આવક ના વિષય માં આ વર્ષે બહુ સારું રહેશે.આ વાત ની સારી સંભાવનાઓ પ્રતીત થઇ રહી છે.તમે તમારી મેહનત મુજબ તમારી આર્થિક સ્થિતિ ને બનાવી રાખી શકશો.

વર્ષ 2025 માં મેષ રાશિના જાતકોની લવ લાઇફ

મેષ રાશિ વાળા,પ્રેમ સબંધ ના વિષય માં મેષ રાશિફળ 2025 મિશ્રણ પરિણામ આપી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી પાંચમા ભાવ ઉપર શનિ ગ્રહ ની નજર સાચા પ્રેમ કરવાવાળા લોકોને નુકશાન નહિ પોંહચાડે પરંતુ બીજા લોકોને થોડી કઠિનાઈ જોવા મળી શકે છે.ત્યાં મે પછી પાંચમા ભાવમાં કેતુ નો પ્રભાવ આપસી ગલતફેમી દેવાનું કામ કરી શકે છે.આવી સ્થિતિ માં પ્રેમ સબંધો માં વિશ્વસનીયતા ને જાળવી રાખવી બહુ જરૂરી રહેશે.એકબીજા પ્રત્ય લોયલ બની રેહવું બહુ જરૂરી હશે ત્યારેજ તમે અનુકૂળતા ના દર્શન કરી શકશો.નહીતો સબંધો માં કમજોરી જોવા મળી શકે છે.

વર્ષ 2025 માં મેષ રાશિના જાતકોનું લગ્ન જીવન

મેષ રાશિ વાળા,જો તમારી ઉંમર લગ્ન કરવાની થઇ ગઈ છે અને તમે લગ્ન માટે પ્રયાસરત પણ છો તો આ વર્ષે તમને આ મામલો માં મદદ કરી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના સુધી બીજા ભાવ નો ગુરુ પારિવારિક લોકોની સંખ્યામાં વધારો કરવાનું કામ કરી શકે છે.આવી સ્થિતિ માં લગ્ન ના યોગ બની શકે છે.લગ્ન જીવન ની વાત કરવામાં આવે તો આ મામલો માં પણ વર્ષ 2025 બહુ સારા પરિણામ આપી શકે છે.દાંપત્ય જીવન સુખી બનવાના સારા યોગ બની રહ્યા છે.

વર્ષ 2025 માં મેષ રાશિના જાતકોનું પારિવારિક જીવન કે ગૃહસ્થ જીવન

મેષ રાશિ વાળા,પારિવારિક મામલો માં વર્ષ 2025 મિશ્રણ પરિણામ આપી શકે છે.વર્ષ ની શુરુઆત બહુ સારા પરિણામ આપતી દેખાઈ રહી છે.ત્યાં વર્ષ ના બીજા ભાગમાં પારિવારિક સદસ્ય ની વચ્ચે અનબન જોવા મળી શકે છે.આ અનબન કે મનમુટાવ ની પાછળ કોઈ સદસ્ય ની જીદ કારણ બની શકે છે.એવામાં તાર્કિક વાત કરીએ તો નકામી જીદ અને વિવાદ થી બચો તો પરિણામ સારા મળશે.ત્યાં ઘર ના વિષયમાં આ વર્ષ મિશ્રણ પરિણામ આપી શકે છે.તમે તમારી જરૂરત અને મેહનત મુજબ ઘરને સજાવાનું કામ કરશો.તમારા લગ્ન,નિષ્ટ અને પારિવારિક સદસ્યો ના સંયુક્ત પ્રયાસ મુજબ તમારું ઘર નું જીવન સારું રહેશે.

વર્ષ 2025 માં મેષના જાતકોનું જમીન,ભવન,વાહન સુખ

મેષ રાશિ વાળા,જમીન અને ભવન સાથે સબંધિત વિષય માં મેષ રાશિફળ 2025 એવરેજ પરિણામ આપતું નજર આવી રહ્યું છે.જો તમે પહેલાથીજ કોઈ જમીન ખરીદી રાખી છે અને એની ઉપર ભવન નું નિર્માણ કરવા માંગો છો તો તમે આવું કરી શકો છો.તમારા માથા ઉપર કોઈ મોટી ઉપલબ્ધી નો યોગ નથી પરંતુ જો તમે ઈમાનદારી સાથે કોઈ વસ્તુ માં મેહનત કરતા રેહશો તો થોડા સમય પછી તમારી મેહનત રંગ લાવી શકે છે,એટલે તમે જમીન કે ભવન સુખ મેળવી શકો છો.વાહન વગેરે જેવા મામલો માં પણ તમને મિશ્રણ પરિણામ મળતા જોવા મળી શકે છે.જો તમારી જુની ગાડી સારી રીતે કામ કરી રહી છે તો નવી ગાડી માં ખર્ચ કરવા તમારા માટે ઉચિત નહિ રહે અથવા જો જુની ગાડી પુરી રીતે ખરાબ થઇ ગઈ છે તો તમે મેહનત કરીને નવી ગાડી ખરીદવાનો વિચાર કરી શકો છો.બીજા શબ્દ માં જમીન,વાહન,વગેરે સાથે સબંધિત મામલો માં વર્ષ બહુ વધારે સપોર્ટ કરતુ નહિ દેખાઈ રહ્યું પરંતુ કોઈ વિરોધ પણ નહિ કરે.એટલે તમે તમારી મેહનત મુજબ પરિણામ મેળવી શકો છો.

વર્ષ 2025 માં મેષ રાશિના જાતકો માટે ઉપાય

દરેક શનિવારે સુંદરકાંડ નો પાઠ કરો. દરેક ગુરુવારે મંદિર માં ચણા ના લોટ ના લાડવા ચડાવો. નિયમિત રૂપથી માં દુર્ગા ની પુજા આરાધના કરો અને દરેક ત્રીજા મહિને છોકરીઓ ને ભોજન કરાવો.

માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">