18 નવેમ્બરના મહત્વના સમાચાર : ગાંધીનગરમાં સેકટર 28ના બગીચામાં ખેલાયો ખૂની ખેલ, ટ્રેન ચાલકે અમદાવાદના બે સહેલાણીને માર્યા છરીના ઘા
આજે 18 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
નાઇઝીરિયા બાદ વડાપ્રધાન મોદી પહોંચ્યા બ્રાઝીલ
નાઇઝીરિયા બાદ વડાપ્રધાન મોદી બ્રાઝીલ પહોંચ્યા છે. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું. જી-20 શિખર સંમલેનમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. સમિટમાં જળવાયુ પરિવર્તથી લઇને અનેક મુદ્દા પર ચર્ચા થશે.
-
ગાંધીનગર: સેકટર 28ના બગીચામાં ખેલાયો ખૂની ખેલ
ગાંધીનગર: સેકટર 28ના બગીચામાં ટ્રેનમાં બેસવા મુદ્દે થઈ મારામારી. ટ્રેન ચાલકે ધક્કા-મુક્કી વચ્ચે ટ્રેન ચલાવતા બાળક પડી જતાં મામલો ગરમાયો. ટ્રેન ચાલકે અમદાવાદના બે સહેલાણીને છરીના ઘા માર્યા. જુહાપુરા ખાતેથી ગાંધીનગર સેકટર 28 બગીચામાં ફરવા આવેલા 16 જેટલા સહેલાણી પૈકી 2 પર હુમલો થયો.
-
વડાપ્રધાન મોદી બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા છે. જ્યાં જી-20 સંમેલનમાં જળવાયુ પરિવર્તન પર થશે ચર્ચા. દિલ્લી એનસીઆર બન્યું ગેસ ચેમ્બર, AQI 481ને પાર પહોંચ્યો છે. દિલ્લીમાં નિર્માણ કાર્ય પર પૂર્ણ પ્રતિબંધ મુકાયો. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ. સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ શાંત થશે. પાટણની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં જવાબદાર 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા. રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ કોલેજની કાર્યવાહી. દાહોદમાં પરિણીતાનું રહસ્યમયી મોત થતાં પિયર પક્ષનો પતિએ હત્યા કરી હોવાનો આરોપ.. તો મહિલાએ આપઘાત કર્યાનો સાસરી પક્ષનો દાવો.. અમદાવાદમાં નકલી લવાદ જજ મોરીસ ક્રિશ્ચિયન પર કસાતો ગાળીયો.. કારંજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો.. ખોટા દસ્તાવેજો બનાવી સાચા દસ્તાવેજો તરીકે દર્શાવ્યા.
Published On - Nov 18,2024 8:46 AM