Rajiv Dixit Health Tips: કોલેસ્ટ્રોલથી બચવા આ ખાવાનું આજે જ છોડી દો, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઉપાય

|

May 03, 2023 | 7:00 AM

કોઈ પણ પ્રકારનું જંક ફૂડ હોય કે સ્ટ્રીટ ફૂડ અને આઈસ્ક્રીમ પણ આ તેલનો ઉપયોગ થાય છે. દેશમાં ઉપલબ્ધ તમામ રસોઈ તેલમાં પામ ઓઈલ મિક્સ કરવામાં આવે છે.

Rajiv Dixit Health Tips: કોલેસ્ટ્રોલથી બચવા આ ખાવાનું આજે જ છોડી દો, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઉપાય

Follow us on

કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેક કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 150થી 250 મિ.ગ્રા. હોય છે. આ પ્રમાણ વધી જાય ત્યારે લોહીમાં ફરતું કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓની દીવાલના અંદરના ભાગમાં જમા થાય છે. તેથી દીવાલ જાડી થતી જાય છે. તેને મેડિકલ ભાષામાં Atherosclerosis કહે છે. રક્તવાહિનીઓની દીવાલમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી દીવાલ જાડી થતી જાય છે અને અંદર લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: સવારની વાસી લાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, રાજીવ દીક્ષિતે જણાવ્યું આટલા રોગોથી મળશે છુટકારો

શું તમે જાણો છો કે આપણે દરરોજ ખાઈએ છીએ એવી ઘણી વસ્તુઓમાં પામ ઓઈલ જોવા મળે છે. વાસ્તવિકતા એ છે કે આપણું રોજિંદા જીવન તેના વિના આગળ વધી શકતું નથી. કોઈ પણ પ્રકારનું જંક ફૂડ (Junk food) હોય કે સ્ટ્રીટ ફૂડ અને આઈસ્ક્રીમ પણ આ તેલનો ઉપયોગ થાય છે. દેશમાં ઉપલબ્ધ તમામ રસોઈ તેલમાં પામ ઓઈલ (Palm Oil) મિક્સ કરવામાં આવે છે. આ તેલ સ્વાસ્થ્ય માટે એટલું ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તબીબોનું કહેવું છે કે પામ ઓઈલમાં ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ ઘણું વધારે છે. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. ડોક્ટરે જણાવ્યું કે, બજારમાં મળતી કોઈપણ કંપનીની ચિપ્સમાં પામ ઓઈલ હોય છે. તેવી જ રીતે, આ તેલનો ઉપયોગ બર્ગર, પિઝા અને અન્ય તમામ ફાસ્ટ ફૂડમાં થાય છે. વિશ્વમાં આ તેલના કુલ વપરાશના 20 ટકા ભારત વાપરે છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે દેશમાં પામ ઓઈલનો ઉપયોગ કેટલો છે.

 

 

આર્યુંવેદના રાજા કહેવાતા રાજીવ દીક્ષિતે પણ વનસ્પતિ ઘી લઈને અનેક વાર જણાવ્યું છે રાજીવ દીક્ષિતે એ પણ કહ્યું છે, વનસ્પતિ ઘી અને રિફાઈનલ ઓઈલ ખાવાનું આજે જ છોડવું જોઇએ, જ્યારે કોલેસ્ટ્રોલથી બચવા માટે રાજીવ દીક્ષિતે જણાવ્યું કે, માસ,વનસ્પતિ ધી, રીફાઈન તેલ પણ કોલેસ્ટ્રોલ વધારે છે. જ્યારે ગાયનું ઘી ખાવું જોઈએ, માત્ર દેશી ગાયનું ઘી ખાવું જોઈએ. જ્યારે દેશી ગાયના ઘી ન ખાવાથી 23 પ્રકારની બીમારી થાય છે અને શુદ્ધ રીતે કાઢવામાં આવેલું તેલ જ ખાવુ જોઈએ.

કોરોનરી હાર્ટ ડિસીઝ

ઘણી વખત તમે ડોક્ટરોને કહેતા સાંભળ્યા હશે કે ઉચ્ચ કોલેસ્ટ્રોલ તમારા હૃદય માટે બિલકુલ સારું નથી. ખરેખર, આ કોરોનરી હૃદય રોગનું જોખમ વધારે છે. આ સ્થિતિમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ પણ થઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે તે ધમનીઓની દિવાલોમાં જમા થઈ શકે છે.

સ્ટ્રોક

હાઇ કોલેસ્ટ્રોલ હોવાને કારણે સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. હાઇ કોલેસ્ટ્રોલ માત્ર હૃદયને જ નહીં પરંતુ મગજ તરફ જતી ધમનીઓને પણ અવરોધે છે. જ્યારે મગજ સુધી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે ન જાય તો બ્રેઇન સ્ટ્રોકની શક્યતા વધી જાય છે.

કિડ ફેલ થવી

ઘણી વખત જ્યારે કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે તેનો ખતરો કિડની પર પણ મંડરાય છે. કિડની ફેલ થવાના ઘણા કારણો હોઈ શકે છે અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ તેમાંથી એક મુખ્ય કારણ છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે કિડની સાથે જોડાયેલી રક્તવાહિનીઓમાં પ્લેક બને છે, જેના કારણે લોહીનો પુરવઠો અવરોધાય છે.

હાઈ બ્લડ પ્રેશર

તમને જણાવી દઈએ કે જો કોલેસ્ટ્રોલ લેવલ સતત વધતું રહે તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે ધમનીઓ સાંકડી થઈ જાય છે, ત્યારે હૃદય માટે શરીરના અન્ય ભાગોમાં યોગ્ય રીતે રક્ત પરિભ્રમણ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article