Rajiv Dixit Health Tips: સવારની વાસી લાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, રાજીવ દીક્ષિતે જણાવ્યું આટલા રોગોથી મળશે છુટકારો
શું તમે જાણો છો કે સવારે વાસી લાળ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછી નથી. કારણ કે, લાળ એ મોઢામાં ઉત્પન્ન થતો પ્રવાહી છે. તે એન્ટિસેપ્ટિકની જેમ કામ કરે છે. લાળ વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવવાનું પણ કામ કરે છે.
આંખના રોગો, ત્વચા સંબંધિત રોગો અને દાંતની ઘણી સમસ્યાઓમાં લાળનો ઉપયોગ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા આયુર્વેદમાં ઋષિ બાગવતે લાળના અનેક ફાયદાઓ જણાવ્યા હતા. આવા 18 તત્વો લાળમાં જોવા મળે છે, જે માટીમાં જોવા મળે છે. જ્યારે આ ગુણો શરીરમાં હોય છે, તો ઘણા રોગો દૂર થાય છે. રાજીવ દીક્ષિત જાણીતા હેલ્થ એક્સપર્ટ હતા તેમને આયુર્વેદિકના અનેક ઉપાયો જણાવ્યા હતા, જે આજે પણ લોકોને કામ આવી રહ્યા છે.
આ લાળનો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાં અલગ-અલગ રીતે કામ કરે છે. ચાલો જાણીએ કે સવારે વાસી લાળના શું ફાયદા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લાળમાં એવા ઘણા ગુણો છે જે દાંતને મજબૂત બનાવે છે. લાળમાં પોટેશિયમ, સોડિયમ, ગ્લુકોઝ, ફોસ્ફેટ, કેલ્શિયમ અને પ્રોટીન જેવા તત્વો હોય છે, જે દાંતને મજબૂત બનાવે છે. લાળમાં એન્ટિબાયોટિક્સ હોય છે, જે દાંતને ઝેરી ચેપથી બચાવે છે, જે દાંતના સડોને અટકાવે છે. તે દાંત પર રક્ષણાત્મક કવચનું કામ કરે છે. આ રીતે લાળ દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે.
આંખોની આસપાસ ઘસવાથી ફાયદા થાય
જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ હોય તો તેના પર વાસી લાળ લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. સવારે લાળ તમારી આંખોની આસપાસ ઘસવાથી ફાયદા થાય છે. દરરોજ આમ કરવાથી થોડા જ દિવસોમાં ડાર્ક સર્કલ દૂર થઈ જશે. આ સાથે સવારે કાજલની જેમ આંખોમાં લાળ લગાવવાથી આંખોની રોશની પણ વધે છે.
ડાઘ દૂર કરવા માટે પણ ઉપયોગી
નિષ્ણાતો કહે છે કે સવારે વાસી લાળના ડાઘ પિમ્પલ્સને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો ખીલની સમસ્યા હોય તો ચહેરા પર વાસી લાળ લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે. શરીરના ફોડલા કે ઘા રૂઝાયા પછી જે ડાઘ રહી જાય છે તેને દૂર કરવામાં પણ સવારની વાસી લાળ ખૂબ જ ઉપયોગી છે.
પાચન સંબંધી સમસ્યાઓ થતી નથી
પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સવારે વાસી લાળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી ક્યારેય પાચન સંબંધી સમસ્યાઓ થતી નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…