મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની હાલમાં જ સગાઈ થઈ છે. અનંત અને રાધિકાની સગાઈના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા પણ આ શુભ પ્રસંગે અનંત અંબાણી ટ્રોલ પણ થયો હતો. સગાઈ બાદ રાધિકા મર્ચેન્ટને આગળ રાખી અનંત અંબાણીએ જે કપલ ફોટો પડાવ્યોએ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. અનંત અંબાણી તેના વધેલા વજનને કારણે પણ ટ્રોલ થઈ રહ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પુત્ર અનંત તેના સગાઈ માટે જ નહીં પણ તેના ફરી વધી ગયેલા વજનને કારણે પણ ટ્રોલ થયો હતો. જણાવી દઈએ કે, વર્ષ 2016માં અનંત પોતાના જોરદાર ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં આવ્યો હતો. આઈપીએલની પહેલાની સિઝનમાં મુંબઈ ઈન્ડિયસની મેચમાં અનંત અંબાણી જોવા મળતો હતો. તે સમયે સીટ પર બેસી પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયસને સપોર્ટ કરતા અનંત અંબાણીની છબી સૌને યાદ છે.
તે બધા વચ્ચે આટલું બધું વજન ઘટાડવાને કારણે અનંત અંબાણી ભારે ચર્ચામાં આવ્યો હતો. અનંતના ઘટેલા વજનને કારણે લોકો તેનાથી ખુબ પ્રેરિત થયા હતા અને પોતાનો આઈડલ માનવા લાગ્યા હતા. તેવામાં અનંતને ફરી વધેલા વજનમાં જોતા લોકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો પણ તેનું વજન વધવા પાછળ પણ એક ખાસ કારણ છે. ચાલો જાણીએ તે કારણ વિશે.
અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં તેના વધતા વજન પાછળનું કારણ જણાવ્યું હતું, રિપોર્ટસ અનુસાર, અનંત અંબાણી અસ્થમાનો દર્દી છે. જેના કારણે તેના સારવાર દરમિયાન સ્ટેરોયડ આપવામાં આવે છે. જણાવી દઈએ કે એક સમયે અનંત અંબાણીનું વજન 208 કિલો હતું અને તેની પાછળનું કારણ સ્ટેરોયડ માનવામાં આવે છે.
સ્ટેરોયડને કારણે અનંતને ભૂખ વધારે લાગે છે અને તેના કારણે જ તેનું વજન વધી રહ્યું છે. જોકે, વજન વધવા પાછળનું કારણ તણાવ પણ હોઈ શકે છે. વર્ષ 2016માં 18 મહિનાથી મહેનત પછી તેણે 108 કિલો વજન ઘટાડયું હતું. પણ ખાનપાનની બાબતમાં યોગ્ય કાળજી ન લેવાને કારણે તેની વજન ઘટાડવાની મહેનત એળે ગઈ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એન્ટી ડિપ્રેશન ટ્રીટમેન્ટ પણ શરીરનું વજન વધારી શકે છે. આવી સ્થિતિમાં ખાનપાન અને ફિજીકલ એક્ટિવિટીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને હેલ્ધી રુટીન ફોલો કરવું જોઈએ.