Fitness Tips: પેટની ચરબીથી છો પરેશાન? હરતા ફરતા કરો શ્વાસોશ્વાસની આ કસરતો, અને જુઓ પરિણામ

શરીરની ચર્ચ્બી ઘટાડવી મુશ્કેલ કામ હોય છે. એમાં પણ પેટની ચરબી ઘટાડવી વધુ અઘરું છે. પરંતુ આજે અમે તમને જણાવીશું એવી સામાન્ય કસરતો જે આમાં તમને ખુબ મદદ કરશે.

Fitness Tips: પેટની ચરબીથી છો પરેશાન? હરતા ફરતા કરો શ્વાસોશ્વાસની આ કસરતો, અને જુઓ પરિણામ
Reduce belly fat by doing normal breathing exercise
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 17, 2021 | 9:50 AM

વધુ વજન માત્ર દેખાવમાં જ ખરાબ નથી લાગતું પરંતુ તે અનેક રોગોનું ઘર પણ હોય છે. આના કારણે મોટાભાગના સ્વસ્થ વિશેષજ્ઞ વજન ઘટાડવાની સલાહ આપતા હોય છે. સામાન્ય રીતે ખાણીપીણી માં સંતુલન અને નિયમિત કસરતથી (Daily Exercise) શરીરની ચરબી તો ઘટી જાય છે. પરંતુ મુખ્ય સમસ્યા રહી જાય છે પેટની ચરબી. પેટની ચરબી (Belly Fat) ખુબ મહેનત બાદ જ ઓછી થાય છે.

પેટની ચરબી ઘટાડવામાં ઘણી સમસ્યાઓ આવે છે. જો તમે પણ પેટની ચરબી ઘટાડવાના પ્રયાસ કરીને થાકી ગયા છો. તો આ અહેવાલ તમારા માટે જ છે. આજે અમે તમને એવી કેટલીક બ્રિધિંગ કસરત (શ્વાસોશ્વાસની પદ્ધતિઓ) (Breathing Exercise) જણાવીશું જે તમારા પેટની ચરબીને દુર કરવમાં મદદ કરશે.

માઉથ બ્રિધિંગ

આ કરવા માટે પહેલા તમારું મોઢું ખોલો, અને શ્વાસ લેતી વખતે તમારા મગજમાં 10 સુધી ગણો. તે પછી તમારા મોં દ્વારા શ્વાસ બહાર કાઢો. ધ્યાન રાખો કે શ્વાસ બહાર કાઢવાનો સમય લેવા કરતા બમણો થવો જોઈએ. આ પ્રક્રિયા દિવસના કોઈપણ સમયે કરી શકો છો. જો કે એકવારમાં આ કસરત ફક્ત 5 થી 10 વાર કરો. માઉથ બ્રિધિંગ દરમિયાન શ્વાસ છોડતા સમયે પેટની માંસપેશીઓ પર દબાણ આવે છે. જેના કારણે પેટની ચરબી કપાય છે.

ડાયફ્રામ બ્રિધિંગ

આ માટે, સૌ પ્રથમ તમારી પીઠના સહારે સુઈ જાઓ. શ્વાસને સંપૂર્ણ રીતે લો, એટલે કે શ્વાસ બહાર કાઢતી વખતે તમારું પેટ અંદર અને શ્વાસ લેતા સમયે તમારું પેટ ઉપર હોવું જોઈએ. તમારા શ્વાસ સાથે તમારી છાતી પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. આ કસરત તમારા પેટની માંસપેશીઓને અને પાચક શક્તિને મજબૂત કરે છે. તેમજ પેટની ચરબી ઘટાડવામાં પણ મદદગાર છે. જો કે આ કસરત જમ્યા પછી ન કરવી.

બેલી બ્રિધિંગ

તમારી પીઠ સીધી રાખીને ખુરશી પર બેસો અથવા સીધા ઉભા રહી જાઓ. હવે પહેલા તમારા મનને શાંત કરવાનો પ્રયત્ન કરો અને રીલેક્સ થઇ જાઓ. જો કોઈ વિચાર આવે, તો તેને આવવા દો. તમારા હાથને પેટ પર રાખો, તમારા અંગૂઠાને પેટના બટનની નજીક રાખો અને ઉંડો શ્વાસ લો. શ્વાસ લેતી વખતે તમારી છાતી ફૂલવી જોઈએ નહીં, પરંતુ તમારું પેટ વિસ્તૃત થવું જોઈએ. આ કરવાથી તમારા પેટની ચરબી તો ઓછી થશે જ સાથે સાથે તમારો તણાવ પણ ઓછો થશે.

ડીપ બ્રિધિંગ

આ કસરત કરવા માટે જમીન પર પલાઠી વાળીને બેસી જાઓ. તમારી હથેળીઓને એક બીજાની ઉપર મૂકો અને તેને તમારા ખોળા પર રાખો. તમારી આંખો બંધ કરો. હવે ધીમે ધીમે ઠંડા શ્વાસ લો અને તમારું બધું ધ્યાન શ્વાસ પર કેન્દ્રિત કરો. લગભગ 10 મિનિટ સુધી આ કસરત કરો.

આ પણ વાંચો: ચેતવણી: વર્ક ફોમ હોમ અને ઓનલાઈન ક્લાસથી વધી રહી છે આ સમસ્યા, જાણો ડિજિટલ આઈ સ્ટ્રેન વિશે

આ પણ વાંચો: બ્રશ કરતી વખતે તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો? દાંત અને પેઢાને થઇ શકે છે નુકસાન

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati