AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેતવણી: વર્ક ફોમ હોમ અને ઓનલાઈન ક્લાસથી વધી રહી છે આ સમસ્યા, જાણો ડિજિટલ આઈ સ્ટ્રેન વિશે

કોરોના બાદ લોકોનું જીવન બદલાયું છે. તેમાં મુખ્યત્વ બદલાવ એ છે કે હવે મોટાભાગે સમય સ્ક્રીન સામે વીતી રહ્યો છે. જેને કારણે લોકોની આંખમાં એક સમસ્યા શરુ થઇ ગઈ છે. ચાલો જાણીએ તેના વિશે.

ચેતવણી: વર્ક ફોમ હોમ અને ઓનલાઈન ક્લાસથી વધી રહી છે આ સમસ્યા, જાણો ડિજિટલ આઈ સ્ટ્રેન વિશે
Digital eye strain trouble started in the eye because of work from home and online class
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 8:33 AM
Share

કોરોના વાયરસના કારણે લોકો ઘારેથી કામ કરી રહ્યા છે. તેમજ બાળકો પણ ઘરેથી જ ફોનમાં કે લેપટોપમાં અભયા સકારી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે કહેતા કે વધુ સમય સ્ક્રીન જોવાથી આંખો ખરાબ થઇ જતી હોય છે. અને હવે એક સમય છે જ્યારે કામ કાજ માટે ડિજિટલ સ્ક્રીન જોયા સિવાય છૂટકારો જ નથી. કોરોના બાદ સ્ક્રીન સામે પસાર થતો સમય ડબલ થઇ ગયો છે. અને જેને કારણે હવે લોકોમાં ડિજિટલ આઈ સ્ટ્રેનની તકલીફ સામે આવી રહી છે. સ્ક્રીન સામે વધુ સમય વિતાવવાના કારણે આ સમસ્યા આવી રહી છે.

ચાલો જાણીએ કે શું છે આ ડિજિટલ સ્ટ્રેન અને શું છે એના લક્ષણો. સાથે જ આપણે એ પણ જાણીશું કે કેવી રીતે આનાથી બચી શકાય અને ક્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો ચાલો જાણીએ.

શું છે આ ડિજિટલ સ્ટ્રેન?

શાર્પ સાઇટ આઇ હોસ્પિટલ્સ, દિલ્હીના સિનિયર સલાહકાર ડો. અંજલિ ખન્નાનું કહેવું છે કે સ્ક્રીનને કારણે આંખોમાં થતી સમસ્યાને ડિજિટલ આઇ સ્ટ્રેન કહેવામાં આવે છે. કોરોના વાયરસના આ સમયમાં સ્ક્રીન સામે પસાર થતો સમય બદલાયો છે, જેના કારણે આંખો પર ખૂબ અસર થઈ રહી છે. જોકે જે લોકો સ્ક્રીન સામે 2 કલાક વિતાવે છે, તેમની ડિજિટલ આઇ સ્ટ્રેન થવાનું જોખમ છે. પરંતુ ભારતમાં આ સમય સરેરાશ 7 કલાકનો થઇ ગયો છે. જેના કારણે સમસ્યા થવાની સંભાવના વધુ છે.

આ કેવી રીતે થાય છે?

ડોક્ટર અંજલિ ખન્ના કહે છે, ‘તે સતત સ્ક્રીન સામે જોઈ રહેવાના કારણે થાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે ખોટા એંગલથી સ્ક્રીનને જોઈ રહ્યા છો અથવા જો સ્ક્રીન તમારી ખુબ નજીક છે, કે પછી સ્ક્રીનની બ્રાઈટનેસ વધારે છે અને સ્ક્રીનની પાછળનો પ્રકાશ એટલે કે ઓરડાની લાઈટ ઓછી છે, તો આ સમસ્યા થવાનો ભય વધુ છે.

કેવી રીતે જાણવું?

ડોક્ટર અંજલિએ કહ્યું, ‘જો આપણે ડિજિટલ આઇ સ્ટ્રેન વિશે વાત કરીએ, તો આમાં આંખોની રોશની અસ્પષ્ટ થવા લાગે છે. જોવાની ક્ષમતા ઘટવા લાગે છે. ઓબ્જેક્ટ્સ જે સ્ક્રીન પર દેખાય છે તે બે-બે દેખાવા લાગે છે. આ સિવાય આંખોમાં શુષ્કતા, બળતરા, લાલાશ, પાણી ઘટી જવાનીની ફરિયાદો જોવા મળે છે. આ સાથે ડિજિટલ આઈ સ્ટ્રેનનાં લક્ષણો છે થાકેલી આંખો, માથાનો દુખાવો, ગળા અને ખભામાં દુખાવો છે.

કયા લોકોને સૌથી વધુ છે જોખમ?

ડોક્ટરના કહેવા પ્રમાણે, ‘જેમને થાઇરોઇડની સમસ્યા હોય છે અને જે લોકો સંધિવા માટેની દવાઓ લેતા હોય છે, તેઓને આ સમસ્યા થવાનું જોખમ વધારે છે. તેમજ જો એન્ટિ-એલર્જિક દવાઓ પણ જેને ચાલુ હોય, તેમને જોખમ વધારે છે.

કેવી રીતે બચાવી શકાય?

ડોકટરે કહ્યું, ‘આ સમસ્યાથી બચવા માટે વ્યક્તિઓએ સામાન્ય નિયમોનું પાલન કરવું પડશે. ખૂબ લાંબા સમય સુધી સ્ક્રીન ન જોવી. કામ કરતા સમયે વચ્ચે વિરામ લેવો. આ સિવાય, 20-20-20ના નિયમનું પાલન કરવું જોઈએ. જેમાં સ્ક્રીન પર 20 મિનિટ સુધી કામ કર્યા પછી, 20 ફુટ દૂર જોવું અને પછી 20 સેકંડનો આંખને આરામ આપવો. વચ્ચે વચ્ચે તમારી આંખો ઝબકાવતા રહેવું. સ્ક્રીનની લાઈટ ઓછી રાખો અને લેપટોપ અથવા મોબાઈલને આંખના એન્ગલથી થોડા નીચે રાખો. આ સિવાય બેસવાની રીતનું પણ ધ્યાન રાખો.

બાળકોની વિશેષ કાળજી લેવી

જ્યારે બાળકો સ્ક્રીન પર જુએ છે, ત્યારે તેઓ આંખોને ઓછી બ્લિંક કરે છે. આવી સ્થિતિમાં, તેમની વિશેષ કાળજી લો અને વચ્ચેના સમયે બાળકોને થોડો આરામ આપો. તેમને સારી રીતે બેસવા અને એંગલને ધ્યાનમાં રાખીને વાંચવા માટે કહો. તેમજ જરૂર વગરનો સમસ્ય સ્ક્રીનથી દુર રાખો.

આ પણ વાંચો: બ્રશ કરતી વખતે તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો? દાંત અને પેઢાને થઇ શકે છે નુકસાન

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
g clip-path="url(#clip0_868_265)">