Health Wealth: વધતાં હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે શિયાળા પહેલા તમારા હૃદયને આ રીતે કરો મજબૂત, નહીં તો વધી શકે છે મુશ્કેલી

|

Oct 25, 2023 | 5:57 PM

ગુજરાતમાં આજકાલ એક બાદ એક જિલ્લાઓ માંથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહે છે. જોકે ટૂંક સમયમાં શિયાળાની શરૂઆત થવા જય રહી છે. ત્યારે નિષ્ણાતોનું માનવુ છે કે શિયાળામાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધુ રહે છે. જેથી લોકોએ તેમનું સ્વાસ્થ્ય સાથે હૃદયને પણ મજબૂત કરવું આવશ્યક બની ગયું છે. મહત્વનુ છે કે તમરે તમારા હૃદયને મજબૂત કરવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવી જરૂરી છે.

Health Wealth: વધતાં હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે શિયાળા પહેલા તમારા હૃદયને આ રીતે કરો મજબૂત, નહીં તો વધી શકે છે મુશ્કેલી

Follow us on

થોડા સમયમાં જ્યારે આક્રમક શિયાળાની બેટિંગની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે બાહ્ય ઠંડીને કારણે મનુષ્યના શરીરને માઠી અસર પડે છે. જેમાં શરીરની રક્તવાહિનીઓ સાંકડી થવા લાગે છે. આ જ કારણે તમારી બોડીનું બ્લડ પ્રેશર વધવા લાગે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આ સ્થિતિમાં જે લોકો પહેલાથી જ છાતીમાં દુખાવાથી પીડાય છે તેમની કોરોનરી ધમની પણ સાંકડી થવા લાગે છે.

શિયાળા દરમ્યાન આવા લોકોમાં હાર્ટ એટેક કે હૃદય રોગનું જોખમ અનેકગણું વધી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ખૂબ ઠંડી પડે છે, ત્યારે હૃદય શરીરની અંદર સામાન્ય તાપમાન જાળવવા માટે વધુ પ્રોસેસ કરે છે. જ્યારે ઠંડા પવન ફૂંકાય છે, ત્યારે આ સ્થિતિ હૃદયનું જોખમ ધરાવતા લોકો માટે વધુ જોખમી સાબિત થાય છે. કારણ કે, આવી સ્થિતિમાં, આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે અગાઉથી તૈયારી કરવી વધુ જરૂરી છે.

આ રીતે શિયાળામાં તમારા હૃદયને રાખો મજબૂત

1). સીડ્સનો ઉપયોગ ફાયદાકારક

સીડ્સમાં પણ Omega 3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. દાખલા તરીકે પંપકિન સીડ્સ, રાગી, ચિયા સીડ્સ, અળસીના સીડ્સ, જુવાર, બાજરી જેવા સીડ્સ હૃદયના સ્વાસ્થ્ય, બ્લડ સુગર અને કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલને બનવા દેતા નથી. તેનાથી હ્રદય રોગનો ખતરો ઓછો થાય છે.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

2). બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવુ

એક અહેવાળા અનુસાર, જો તમને પહેલાથી હ્રદય સંબંધિત સમસ્યા છે, તો તમરે રોજબરોજ કે સમયાંતરે તમારું બ્લડ પ્રેશર તપાસતા રહેવું જોઇયે. ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી તમામ દવાઓ સમયસર લેવી. આ રીતે તમે તમારા બીપીને હંમેશા કંટ્રોલમાં રાખી શકો. મહત્વનુ છે કે બ્લડ પ્રેશરને લઈ થોડી પણ સમસ્યા શરીરમાં જણાય તો તાત્કાલિક તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો. હજી સુધી જેને હૃદય સંબંધિત કોઈ સમસ્યા સામે આવી નથી તેઓએ પણ તેમનું બીપી તપાસવું જોઈએ. ખાસ કરીને જો કોઈને દોડતી વખતે અથવા સીડી ચડતા સમયે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો ડૉક્ટરની સલાહ લેવી.

3). ફ્લૂથી શરીરને બચાવો

જો તમને હૃદય સંબંધિત કેટલીક સમસ્યા રહેલી હોય તો શિયાળાની ઋતુમાં ફ્લૂથી તમારા શરીરને બચાવવું વધુ જરૂરી બને છે. મહત્વનુ છે કે શિયાળા દરમ્યાન આ ફલૂની સમસ્યા વૃદ્ધોમાં ખૂબ વધુ જોવા મળે છે. આ સમશ્યાને ટાળવા માટે જરૂઈ રસી લઈ હંમેશા સજાગ રહેવું જરૂરી છે.

4). માનસિક સ્વાસ્થ્ય જરૂરી

હૃદયને મજબૂત બનાવવા માટે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જરૂરી માનવમાં આવે છે. જો કોઈ પણ માનવી તણાવ અથવા હતાશ રહેતો હોય તો તેનામાં હૃદયની સમસ્યાઓનું ખૂબ વધી જાય છે. જો તમે તમારા માનસિક સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓને લઈ સંઘર્ષ કરી રહ્યાં છો તો ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ખાસ કરીને યોગ અને ધ્યાન માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે.

5). માછલીનું સેવન

ઓમેગા 3 ફેટી એસિડ હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. કેટલીક માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. સૅલ્મોન, ટુના, ટ્રાઉટ જેવી માછલીઓમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને મજબૂત રાખવામાં ખૂબ મદદરૂપ છે. આ માછલીઓમાં હેલ્ધી ફેટ જોવા મળે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.

આ પણ વાંચો : Health Tips: જમ્યા પછી કરશો આ કામ તો તમારા સ્વાસ્થ્યને થશે અનેક નુકસાન!

6). સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખોરાકનું સેવન

તમારા હૃદયને મજબૂત કરવા માટે, આરોગ્યપ્રદ અને સ્વાદિસ્ત ડાયેટ પસંદ કરવી જોઇયે. તમે તમારા ખોરાકમાં જેટલા વધુ પ્લાન્ટ ફૂડનો ઉપયોગ કરશો ત્યારે તમારું હૃદય એટલું જ વધુ મજબૂત બનશે. જેથી તમારે શક્ય હોય તેટલું વધુ લીલા શાકભાજી ખાસ કરીને તાજા ફળો અને અનાજનું સેવન કરવું જોઇયે. દા.ત. પાલક, કોબીજ, કોબીજ, ટામેટા, અખરોટ, સ્ટ્રોબેરી, બ્લુબેરી, જરદાળુ, એવોકાડો, સફરજન, નારંગી, ગ્રેપફ્રૂટ, તરબૂચ, દ્રાક્ષ વગેરેનું સેવન કરવું.

7). શરીરનું હલન ચલણ આવશ્યક

હૃદયને મજબૂત બનાવવા માટે વ્યાયામએ સૌથી બેસ્ટ ઉપાય છે. આ માટે દોડવું, સાયકલ ચલાવવું, ચાલવું, તરવું વગેરે બાબતો શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. મહત્વનુ છે કે, આ કરવા માટે શરીરમાં સ્થૂળતા હોવી જરૂર છે. દા.ત. જો તમે ચાલતા હોવ તો તેની ઝડપ ઓછામાં ઓછી 6 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. આ સાથે જ યોગ પણ હૃદયને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે.

(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:53 pm, Wed, 25 October 23

Next Article