Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા

|

Jan 01, 2022 | 8:10 PM

ડોક્ટરોનું કહેવું છે કે ખરાબ ખાવાની આદતો પણ વિટામિન ડીની ઉણપનું કારણ બને છે. વિટામિન ડી મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો સૂર્યપ્રકાશ છે. પરંતુ આજના યુગમાં લોકોનો મોટાભાગનો સમય ફોન કે કોમ્પ્યુટર પર પસાર થાય છે. તેથી તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી.

Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા
The body gets vitamin D by taking sunlight

Follow us on

દેશની વસ્તીનો મોટો ભાગ વિટામિન (Vitamins)ની ઉણપથી પીડિત છે. આમાં સૌથી સામાન્ય વિટામિન ડી (Vitamin D)ની ઉણપ છે. તેની ઉણપ 18 થી 40 વર્ષની વયના લોકોમાં પણ જોવા મળે છે. આવુ એટલા માટે પણ હોય છે કે આ વય જૂથના લોકો સૂર્યપ્રકાશ (Sunlight)ને ખૂબ ટાળે છે. તબીબો (Doctors)નું કહેવું છે કે સૂર્યપ્રકાશ આપણા શરીરમાં વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

વરિષ્ઠ ચિકિત્સક ડૉ. આર.પી. સિંહ જણાવે છે કે લગભગ 50 થી 90 ટકા વિટામિન ડી સૂર્યપ્રકાશ અને અન્ય ખોરાકમાંથી મળે છે. એક કિશોરને 600 IU વિટામિન Dની જરૂર હોય છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકોના શરીરમાં આ ધોરણ ખૂબ જ ઓછું હોય છે.

ડૉકટરના મતે, વિટામિન ડી મેળવવા માટે સૂર્યપ્રકાશ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ આજના યુગમાં લોકોનો મોટાભાગનો સમય ફોન કે કોમ્પ્યુટર પર પસાર થાય છે. આવી સ્થિતિમાં, તેઓ પૂરતો સૂર્યપ્રકાશ મેળવી શકતા નથી. જ્યારે દરરોજ સૂર્યપ્રકાશ લેવાથી નબળાઇ, સ્નાયુઓમાં દુખાવો, કેન્સર અને ક્ષય જેવા રોગોથી બચી શકાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અયોગ્ય આહાર પણ કારણ

ડૉ. આર.પી. સમજાવે છે કે અયોગ્ય ખોરાક ખાવાની આદતો પણ વિટામિન ડીની ઉણપનું કારણ બને છે. લોકોએ એવી વસ્તુઓ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોય. શરીરને પનીર, ઈંડા, લીલા શાકભાજી, દૂધમાંથી વિટામિન મળે છે. તમારા આહારમાં આ વસ્તુઓ રાખવાનો પ્રયાસ કરવો.

ડૉક્ટરે જણાવ્યું કે શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે હાડકાં અને દાંત નબળા થઈ જાય છે. બાળકોમાં આ વિટામિનની ઉણપને કારણે રિકેટ્સની સમસ્યા પણ થઈ શકે છે. ઘણા લોકોમાં વિટામિન ડીની ઉણપ સ્નાયુઓને નબળા બનાવે છે.

આ સમયે સૂર્યપ્રકાશ લો

ડૉકટરના મતે સવારે સૂર્યપ્રકાશ લેવાથી વધુ ફાયદો થાય છે. બપોરે સૂર્યનો તડકો ન લેવો જોઈએ. આ સમયે તમારી ત્વચા તીવ્ર સૂર્યપ્રકાશને કારણે બળી શકે છે. જો તમને ગરમી અથવા પરસેવો થતો હોય તો લાંબા સમય સુધી તડકામાં ન બેસવું.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Winter Health : શિયાળામાં ટોન્સિલના ઈંફ્કેશનને દૂર કરવા આ રહ્યા સરળ ઘરગથ્થુ ઉપચાર

આ પણ વાંચોઃ Pregnancy Care : ગર્ભાવસ્થામાં કાળી મરીનું સેવન માતા અને બાળક બંને માટે કેમ છે ફાયદાકારક ?

Published On - 5:10 pm, Sat, 1 January 22

Next Article