Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ પાળવા જેવા ચાર Golden Rule

|

Dec 29, 2021 | 9:15 AM

જો તમને ડાયાબિટીસ છે અને તમે ઈચ્છો છો કે તમારું શુગર લેવલ કંટ્રોલમાં રહે તો સૌથી પહેલા તમારે તમારી ખાવાની આદતોમાં સુધારો કરવો પડશે. આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવી જોઈએ.

Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ પાળવા જેવા ચાર Golden Rule
Golden Rules for diabetes patients

Follow us on

જો તમને ડાયાબિટીસ (Diabetes )છે, તો શુગર લેવલને વધતું અટકાવવા માટેના ઉપાયો(Tips ) અપનાવવા જોઈએ. હાઈ શુગર લેવલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે. નીચે જણાવેલ સરળ ટિપ્સને નિયમિતપણે અનુસરીને તમે તમારા શુગર લેવલને નિયંત્રણમાં રાખી શકો છો. આજે સમગ્ર વિશ્વમાં લાખો લોકો ડાયાબિટીસની બિમારીથી પીડિત છે. એકવાર ડાયાબિટીસ થઈ જાય પછી તેને સંપૂર્ણ રીતે મટાડવો મુશ્કેલ બની જાય છે.

જ્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઊંચું થઈ જાય છે, ત્યારે ડાયાબિટીસ થાય છે. આમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન નથી બનાવતું. જો ઈન્સ્યુલિન યોગ્ય રીતે બનાવવામાં ન આવે તો મેટાબોલિઝમ પર પણ અસર થાય છે. ઇન્સ્યુલિન લોહીમાંથી ગ્લુકોઝનું સ્તર કોશિકાઓમાં પ્રસારિત કરે છે. આ સ્થિતિમાં તમે ડાયાબિટીસના શિકાર બનો છો.

ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ શરીરમાં ઇન્સ્યુલિનનો અભાવ, આનુવંશિકતા, નબળી જીવનશૈલી, ખરાબ આહાર, શારીરિક રીતે સક્રિય ન હોવું વગેરે છે. જો કે, જો તમને પણ ડાયાબિટીસ છે, તો તમારે શુગર લેવલને વધતું અટકાવવા માટેના ઉપાયો અવશ્ય અપનાવવા જોઈએ. હાઈ બ્લડ શુગર લેવલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે. તમે નીચે જણાવેલ સરળ ટિપ્સને નિયમિતપણે અનુસરીને તમારા શુગર લેવલને નિયંત્રણમાં રાખી શકો છો, આના દ્વારા તમે ડાયાબિટીસમાં પણ સ્વસ્થ રહી શકો છો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તંદુરસ્ત ખાઓ, દરરોજ કસરત કરો
જો તમને ડાયાબિટીસ છે અને તમે ઈચ્છો છો કે તમારું શુગર લેવલ કંટ્રોલમાં રહે તો સૌથી પહેલા તમારે તમારી ખાવાની આદતોમાં સુધારો કરવો પડશે. આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવી જોઈએ. દર 2-3 કલાકે કંઈક ખાવાની ટેવ પાડવી જોઈએ, જેથી સુગર લેવલ રેન્જમાં રહે. નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સથી સમૃદ્ધ ખોરાક લો. આમાં તમારે આખા અનાજ, ઓટ્સ, બ્રાઉન રાઈસનું સેવન કરવું જોઈએ. વધુ જંક ફૂડ, સફેદ ભાત, નૂડલ્સ, સફેદ બ્રેડનો વપરાશ ઓછો કરો, કારણ કે તે બ્લડ સુગર લેવલ વધારવાનું કામ કરે છે. નિયમિત કસરત પણ કરો. કસરત કરતા પહેલા અને પછી બ્લડ શુગર લેવલ તપાસવું જરૂરી છે. જો શુગર લેવલ ખૂબ વધારે હોય કે ખૂબ ઓછું હોય તો પણ કસરત કરવાનું ભૂલશો નહીં.

તમારા બ્લડ સુગરનું સ્તર નિયમિતપણે તપાસો
જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારા બ્લડ સુગર લેવલને નિયમિતપણે તપાસતા રહો. આ બતાવશે કે તમારું શુગર લેવલ વધારે છે કે શુગર લેવલ ખૂબ જ ઓછું છે. હાઈ બ્લડ શુગર લેવલને હાઈપરગ્લાયસીમિયા અને લો બ્લડ સુગર લેવલને હાઈપોગ્લાયસીમિયા કહેવાય છે. આ બંને સ્થિતિ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમે ઘરે બેઠા ગ્લુકોમીટર વડે તમારું સુગર લેવલ પણ ચેક કરી શકો છો. તમારું શુગર લેવલ અને ડાયાબિટીસ કેટલી સારી રીતે મેનેજ થાય છે તે જોવા માટે તમે વર્ષમાં બે વાર અથવા દર ત્રણ મહિને HbA1C ટેસ્ટ પણ કરાવી શકો છો. આ એક બ્લડ ટેસ્ટ છે, જે બતાવે છે કે તમારી ડાયાબિટીસ અને બ્લડ સુગરનું સ્તર કેટલું નિયંત્રણમાં છે.

ડાયાબિટીસમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવા ન દો
ઉચ્ચ કોલેસ્ટ્રોલ તમારા હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ રાખવાથી તમને ડાયાબિટીક ડિસલિપિડેમિયા થવાની સંભાવના વધી શકે છે. આ ધમનીમાં અવરોધ, કોરોનરી-સંબંધિત ગૂંચવણો તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ જેવા કે પિઝા, બર્ગર, તળેલી વસ્તુઓ, નાસ્તા જેવા ખોરાકનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. આના કારણે એલડીએલ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહેલું છે. ડાયાબિટીસમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને ટ્રાઈગ્લિસરાઈડ, ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે.

દવાઓ ચૂકશો નહીં
જો તમે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માંગતા હો, તો તમારી દવાઓ, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન વગેરે ચૂક્યા વિના યોગ્ય સમયે લેતા રહો. દવાઓ લેવાનું બંધ કરવું, તેને વારંવાર ભૂલી જવાથી તમારી સમસ્યા વધી શકે છે. આ તમને અન્ય શારીરિક સમસ્યાઓ અથવા ડાયાબિટીસને કારણે થતી બીમારીઓ આપી શકે છે.

 

આ પણ વાંચો : Health : ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજીનું જ્યુસ દવા કરતા પણ વધુ ફાયદાકારક

આ પણ વાંચો: Health: શું તમને પણ સીતાફળ ખૂબ જ ભાવે છે? તેને ખાતા પહેલા તેનાથી થતાં આ નુકસાન પણ જાણી લેજો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article