AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: શું તમને પણ સીતાફળ ખૂબ જ ભાવે છે? તેને ખાતા પહેલા તેનાથી થતાં આ નુકસાન પણ જાણી લેજો

ભલે સીતાફળને શરીર માટે સારું માનવામાં આવે છે, પરંતુ તેનું સેવન તમારા માટે ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. બીજી તરફ નિષ્ણાતોના મતે દિવસમાં એકવાર માત્ર એક સીતાફળનું જ સેવન કરવું જોઈએ.

Health: શું તમને પણ સીતાફળ ખૂબ જ ભાવે છે? તેને ખાતા પહેલા તેનાથી થતાં આ નુકસાન પણ જાણી લેજો
Custard Apple
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 6:43 PM
Share

સીતાફળ (Custard apple) તે ફળોમાંથી એક છે, જે નાના મોટા સૌને ખૂબ ભાવે છે. એટલું જ નહીં તે શરીર માટે ઘણી રીતે ફાયદાકારક પણ માનવામાં આવે છે. જો કોઈ બીમાર હોય તો તેને પણ સીતાફળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તે કોપર, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી, વિટામિન એ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો (Nutrients)થી ભરપૂર છે. આ બધા પોષક તત્ત્વો શરીર (Body)ને સ્વસ્થ (Healthy) રહેવા માટે જરૂરી છે અને તેથી ડૉક્ટરો અમુક સમયે અથવા અન્ય સમયે સીતાફળ ખાવાની સલાહ આપે છે.

આટલા બધા ફાયદાઓ હોવા છતાં શું તમે જાણો છો કે સીતાફળ શરીરને ઘણી રીતે નુકસાન પણ કરી શકે છે. ભલે તે શરીર માટે સારું માનવામાં આવે છે, પરંતુ તેનું સેવન તમારી સામે ઘણી સમસ્યાઓ લાવી શકે છે. બીજી તરફ તજજ્ઞોના મતે દિવસમાં એકવાર માત્ર એક સીતાફળનું સેવન કરવું જોઈએ. આવો અમે તમને જણાવીએ સીતાફળથી સ્વાસ્થ્યને થતાં નુકસાન વિશે

ખંજવાળ અથવા એલર્જી

સીતાફળ સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે અને તેથી તેને ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને તેના કારણે એલર્જી અથવા ખંજવાળ પણ થઈ શકે છે. જ્યારે પણ તમે સીતાફળ ખાઓ અને તે પછી તમને એલર્જી કે ખંજવાળની ​​સમસ્યા થવા લાગે તો તરત જ તેનું સેવન બંધ કરી દો. એટલું જ નહીં જેમને પહેલેથી જ એલર્જીની સમસ્યા છે, તેમને સીતાફળ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

પેટની સમસ્યાઓ

એવું પણ જોવામાં આવ્યું છે કે સીતાફળના કારણે ઘણા લોકોને પેટની સમસ્યા થવા લાગે છે. જેમને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે સીતાફળ બિલકુલ ન ખાવું જોઈએ. સીતાફળને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો સીતાફળ વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તમને ફાઈબરને કારણે પેટમાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ઉલ્ટી

સીતાફળમાં ઘણું આયર્ન હોય છે, જો તમે સીતાફળનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો તેના કારણે તમને ઉલ્ટી પણ થઈ શકે છે. તેના કારણે ઉબકા આવવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી સીતાફળને દિવસમાં માત્ર એક જ વાર અને માત્ર એક જ નંગ ખાવુ જોઈએ.

વજન વધે છે

સીતાફળ કેલેરીથી ભરપૂર હોય છે. સીતાફળના વધુ પડતા સેવનથી શરીરમાં કેલરીની માત્રા વધે છે અને તેના કારણે વજન વધવાની સમસ્યા શરૂ થાય છે.

આ પણ વાંચોઃ અક્ષય-સારા અને ધનુષની અતરંગી રે એ બનાવ્યો નવો રેકોર્ડ, ડિઝની હૉટસ્ટાર પર બની સૌથી વધુ જોવાયેલી ફિલ્મ

આ પણ વાંચોઃ Baba Vanga: 2022 ને લઇને બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી, સાઇબેરિયામાંથી મળશે એક નવો વાયરસ, જાણો ભારત પર શું છે જોખમ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">