Weight Gain: માત્ર વજન ઘટાડવો જ નહીં પણ વધારવો પણ જરૂરી છે, પાતળા લોકોએ આ કામ ખાસ કરવું જોઈએ
વજન (Weight)ઓછું કરવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે વજન વધારવું. ઓછા વજનવાળા લોકોની ઘણીવાર મજાક ઉડાવવામાં આવે છે. પરંતુ વજન વધવાનો અર્થ એ નથી કે તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું શરૂ કરો. ચાલો જાણીએ કે તમારું વજન કેવી રીતે વધારી શકો છો.
Weight Gain Diet: આજકાલ મોટાભાગના લોકો વધતા વજન (Weight)થી પરેશાન હોય છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને ડાયટમાં ગડબડ હોવાને કારણે લોકો સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે. જેને લઈ વર્કઆઉટ અને ડાયટ ફોલો કરે છે પરંતુ કેટલાક લોકો જે પાતળા શરીરથી પરેશાન હોય છે. વજન વધારવા માટે હાઈ કેલેરી ફુડને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.
પરંતુ એ પણ સમજવું જરુરી છે કે, તમારો વજન ઓછો કેમ થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ બિમારી કે પછી વધતી ઉંમરની સાથે વજન ઓછો પણ સામેલ છે. જો તમે ઈચ્છો કે તમારો વજન વધે તો આના માટે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરી શકો છો. તો ચાલો જાણીએ.
કેવી રીતે વધારવો વજન
હેલ્ધી રીતે વજન વધારવા માટે જરુરી છે કે, ખાણી-પીણીમાં સારી રીતે ધ્યાન આપો. તમારી ડાયટમાં કેલેરી વાળા ફુડ સામેલ કરો. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો વજનને વધારવા માટે અંદાજે 300-500થી વધુ કેલેરીનું સેવન કરવું જોઈએ. કેલેરી વાળા ફુડ અને પ્રોટીનની માત્રાને જરુર વધારો.
જંક ફુડથી દુર રહો
જલ્દી વજન વધારવાના ચક્કરમાં તમે અન હેલ્ધી ફેટ અને જંક ફુડનું સેવન ન કરો. આવા જંક ફુડથી તમારું વજન વધારો છો તો આનાથી તમારું પેટ જ વધશે. આ સાથે તમારી બોડી માટે ખુબ નુકસાનકારક સાબિત થશે. આગળ જતાં ડાયાબિટીસ, મોટાપો અને હાર્ટ સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાની સંભાવના હોય છે. વજન વધારવા માટે દુધ, ચોખા, ડ્રાય ફ્રુટ્સને ડાયટમાં સામેલ કરો,
ઉંધ પણ જરુરી
વજન વધારવા માટે ખાણી-પીણી અને એક્સરસાઈઝની સાથે -સાથે ઉંધ પણ જરુરી છે. આ માટે પ્રયત્ન કરો કે, દિવસમાં અંદાજે 7 થી 8 કલાકની ઉંધ જરુર લો. સાથે તમારા માનસિક વિકાસ માટે પણ સારુ રહેશે. આ સાથે તમે વર્કઆઉટ પણ કરો, જ્યારે તમે એક્સસાઈઝ કરો છો તો ભુખ લાગે છે. તમને ભુખ પણ પણ લાગશે અને વજન પણ વધશે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.