20/10/2023

જો તમને યુરિક એસિડની સમસ્યા હોય તો ડાયટમાં સામેલ કરો આ ખાસ વસ્તુઓ

Pic Credit- Freepik

હાલના સમયમાં મોટા ભાગના લોકોમાં યુરિક એસિડની સમસ્યા જોવા મળે છે.

શરીરમાં યુરિક એસિડની સમસ્યા વધવાથી શરીરના સાંધામાં દુખાવા થઈ જાય છે.

નિયમિત સવારે ત્રિફલાના પાવડરનું સેવન કરવાથી યુરિક એસિડની સમસ્યામાં રાહત થાય છે.

ગિલોયના રસનું તેમજ તેના પાવડરનું સેવન ગરમ પાણી સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

 રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડી હળદર અને સૂકા આદુનો પાવડર મિક્સ કરીને પીવાથી પણ યુરિક એસિડની સમસ્યામાં રાહત થાય છે.

જામફળના પાનનું સેવન કરવાથી યુરિક એસિડને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

સફરજનમાં મોટી માત્રામાં ડાયેટરી ફાઈબર હોવાથી યુરિક એસિડ ઓછુ કરવામાં મદદ કરે છે.

નિયમિત એક કેળુ ખાવાથી પણ લોહીમાં રહેલુ યુરિક એસિડનું સ્તર ઘટે છે.

સરગવો ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણીને રહી જશો દંગ