Eye Tips: તમને પણ રોજ સવારે આંખો પર આવી જાય છે સોજા? જાણો સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો

આંખના સોજાની સમસ્યા ઘણી સામાન્ય છે. ઘણા લોકોને આ સમસ્યા જોવા મળે છે. ચાલો તમને જણાવી દઈએ કે આ સમસ્યાથી કઈ રીતે રાહત મેળવવી.

Eye Tips: તમને પણ રોજ સવારે આંખો પર આવી જાય છે સોજા? જાણો સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો
home remedies to get rid of eye inflammation and Puffy eyes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 7:28 AM

આંખો પર ઘણીવાર સવારે સોજો આવે છે. આંખોની આસપાસની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે. તેથી આવું થવું ખૂબ સામાન્ય છે. સૂજેલી આંખો કે Periorbital puffiness આંખોની આસપાસના પેશીઓમાં સોજાને ઓર્બીટ કહેવામાં આવે છે. જો કે આંખોની આસપાસ સોજો આવવાના ઘણા કારણો છે, તે મોટેભાગે આંખોની આસપાસ પ્રવાહી પદાર્થ એકઠો થઇ જવાના કારણે આવે છે. વધારે પડતું જંક ફૂડ, ઊંઘનો અભાવ અને આલ્કોહોલનું સેવન આ સોજાના કેટલાક મુખ્ય કારણો છે. ચાલો જાણીએ આ સોજાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાયો છે.

બર્ફીલું પાણી

બરફના ઠંડા પાણીથી ચહેરો ધોવાથી સોજો ઓછો થાય છે. કોલ્ડ કોમ્પ્રેસનો સરળ ફોર્મ્યુલા અહીં કામ કરે છે. તે આંખોનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બરફના ક્યુબ્સ

કપડા અથવા રૂમાલમાં બરફના ટુકડા મૂકો. તેને આંખોની ફરતે હળવેથી ફેરવો. આંખોનો સોજો ઘટાડવા માટે તે એક અસરકારક સારવાર છે.

કાકડીના ટુકડા

કાકડી માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પણ તેનો ઉપયોગ આંખોનો સોજો ઘટાડવા માટે પણ થઈ શકે છે. આંખોનો સોજો ઘટાડવા માટે કાકડી શ્રેષ્ઠ છે. ફ્રિજમાં કાકડીની થોડી સ્લાઇસ રાખો અને પછી તેને તમારી આંખો પર લગભગ 15 મિનિટ સુધી રાખો. આ આંખોનો સોજો ઘટાડવામાં મદદ કરશે.

ટી બેગ

બે ટી બેગ પાણીમાં પલાળીને ફ્રિજમાં ઠંડુ કર્યા બાદ પાંપણો પર રાખવી જોઈએ. આ આંખોનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.

મેટલ ચમચી

થોડા સમય માટે રેફ્રિજરેટરમાં મેટલ સ્પૂન ઠંડી કરો. તેને આંખના સોજાવાળા ભાગ પર થોડી મિનિટો માટે રાખી શકો છો. તે આંખોનો સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે.

પાણી

પૂરતું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આંખનો સોજાની સમસ્યાનો સામનો કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે દરરોજ 5-6 લિટર પાણી પીવું. ઘણું પાણી પીવું એટલે સિસ્ટમમાંથી તમામ ટોક્સીન સાફ થઇ જાય. આંખોનો સોજો ઘટાડવાની આ પણ એક સરસ રીત છે.

કોટન પેડ

રાત્રે સૂતા પહેલા દૂધમાં કોટન પેડ ડુબાડો. તેને 5-10 મિનિટ માટે આંખો પર રાખો. આમ કરવાથી સવારે આંખો ફ્રેશ દેખાશે.

આ પણ વાંચો: Alert: જો તમારા નખ વારંવાર તૂટી જાય છે તો ચેતી જજો, આ બીમારીઓના હોઈ શકે છે સંકેત

આ પણ વાંચો: Health Tips: વિટામિન K શરીર માટે છે ખુબ જરૂરી, તેની ઉણપ નોતરી શકે છે આ ગંભીર બીમારીઓને

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

g clip-path="url(#clip0_868_265)">