AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્ય પર માત્ર 10 જ મિનિટમાં દેખાશે ચમત્કારિક ફાયદા, સૂતા પહેલા કરો આ કામ, જાણો એક્સપર્ટની ખાસ ટિપ !

ભારે થાક હોવા છતાં રાત્રે ઊંઘ નથી આવતી કે બેચેની રહે છે? ડોક્ટર અનુસાર, સૂતા પહેલાં માત્ર 10 જ મિનિટ આ કામ કરવાથી શરીર સંપૂર્ણપણે રિલેક્સ થાય છે અને ઘસઘસાટ ઊંઘ આવે છે.

સ્વાસ્થ્ય પર માત્ર 10 જ મિનિટમાં દેખાશે ચમત્કારિક ફાયદા, સૂતા પહેલા કરો આ કામ, જાણો એક્સપર્ટની ખાસ ટિપ !
| Updated on: Oct 09, 2026 | 4:32 PM
Share

આખો દિવસ કામ કર્યા પછી થાક લાગવો સામાન્ય બાબત છે. પરંતુ ઘણી વખત થાક લાગ્યા છતાં પણ રાત્રે ઊંઘ આવતી નથી. શરીરમાં અજીબ બેચેની રહે છે અને આખી રાત પડખાં ફેરવવામાં જ નીકળી જાય છે. જો તમારી સાથે પણ વારંવાર આવું થતું હોય, તો તમે એક સરળ નુસખો અજમાવી શકો છો. આ ખાસ ઉપાય વેલનેસ કોચ ડૉક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.

શું કહે છે એક્સપર્ટ?

વેલનેસ કોચ દરરોજ રાત્રે સૂતા પહેલાં માત્ર 10 મિનિટ માટે મીઠા પર ઊભા રહીને પોતાના પગ ઘસવાની સલાહ આપે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં અવંતિકા જણાવે છે કે આવું કરવાથી તમને એક સાથે અનેક ફાયદા મળી શકે છે. આવો જાણીએ તેના વિશે—

શું કરવું?

  • સૌથી પહેલાં કોઈ સ્વચ્છ અને સૂકા કપડા કે મેટ પર મીઠું પાથરીને તેનું જાડું પડ બનાવી લો.
  • આના માટે તમારે સાદા મીઠાને બદલે એપ્સમ સોલ્ટ (Epsom Salt) નો ઉપયોગ કરવાનો રહેશે.
  • હવે, તમારા પગને પણ સારી રીતે ધોઈને લૂછી લો.
  • ત્યારબાદ મીઠા પર ઊભા રહીને ધીમે-ધીમે ચાલો અથવા પોતાના પગને મીઠા પર ધીરે-ધીરે ઘસો.
  • 10 મિનિટ સુધી આવું કર્યા પછી ફરી એકવાર પગને સ્વચ્છ પાણીથી ધોઈને સાફ કરી લો.

મીઠા પર પગ ઘસવાથી શું થાય છે?

વેલનેસ કોચ જણાવે છે કે આ સરળ ઉપાય અજમાવ્યા પછી તમારું શરીર એકદમ રિલેક્સ થઈ જશે. એપ્સમ સોલ્ટમાં મેગ્નેશિયમ સલ્ફેટ રહેલું હોય છે. મેગ્નેશિયમ થાક દૂર કરીને શરીર અને સ્નાયુઓને આરામ આપવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. આનાથી થોડી જ વારમાં તમારું શરીર હળવુંફૂલ થઈ જશે તેમજ પગના દુખાવા અને જકડાઈ જવાની સમસ્યામાં રાહત મળશે. શરીર જ્યારે રિલેક્સ મોડમાં આવી જાય છે ત્યારે ઝડપથી ઊંઘ પણ આવી જાય છે. જેથી તમે પણ આ સરળ ઉપાય અજમાવીને જોઈ શકો છો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

એક્સપર્ટ જણાવે છે કે જો તમારા પગમાં કોઈ ખુલ્લો ઘા કે ઈજા હોય, તમે ડાયાબિટીસના દર્દી હોવ અથવા તમને સ્કિન ઈન્ફેક્શન રહેતું હોય તો આ ઉપાય કરવાનું ટાળો. આ રીત તમારા શરીરને રાહત આપીને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે, પરંતુ જો તમને હંમેશાં ઊંઘ સંબંધિત ગંભીર સમસ્યા રહેતી હોય તો એકવાર નિષ્ણાત તબીબની સલાહ ચોક્કસ લો.

ડિસ્ક્લેમર:

આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

17,000 ફૂટની ઊંચાઈએ ફ્લાઇટ પર ત્રાટકી વીજળી, જાણો કઈ ટેક્નોલોજીએ બચાવ્યા 110 મુસાફરોના જીવ…!

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">