શું તમને પણ આંગળીના ટચાકા તોડવાની આદત છે ? આરામ દેનારી આ આદત સ્વાસ્થ્યને પહોચાડે છે ગંભીર નુકસાન

|

Mar 31, 2024 | 8:56 PM

શું તમને પણ દરેક બાબતમાં આંગળીઓના ટચાકા ફોડવાનીની આદત છે? જેથી તમે અનેક ગંભીર રોગોને આમંત્રણ આપી રહ્યા છો. આવો અમે તમને જણાવીએ કે આંગળીઓના ટચાકા ફોડવાની આદત તમારા માટે કેવી રીતે નુકસાનકારક બની શકે છે? શરૂઆતમાં તેઓ માત્ર આનંદ મેળવવા માટે આવું કરે છે, પરંતુ આ બાબત ક્યારે આદતમાં ફેરવાઈ જાય છે તેનો તેમને ખ્યાલ પણ રહેતો નથી.

શું તમને પણ આંગળીના ટચાકા તોડવાની આદત છે ? આરામ દેનારી આ આદત સ્વાસ્થ્યને પહોચાડે છે ગંભીર નુકસાન

Follow us on

કેટલાક લોકો તેમની આંગળીઓને સતત ટચાકા ફોડવાની આદત બનાવે છે. કેટલાક લોકો એવા હોય છે જેઓ વાત કરતી વખતે કે કોઈ પણ કામ કરતી વખતે દર સેકન્ડે પોતાની આંગળીઓના ટચાકા ફોડડા રહે છે. એટલે કે, કેટલાક લોકોને આંગળીના ટચાકા ફોડવાની ખૂબ જ ખરાબ આદત હોય છે.

શરૂઆતમાં તેઓ માત્ર આનંદ મેળવવા માટે આવું કરે છે, પરંતુ આ બાબત ક્યારે આદતમાં ફેરવાઈ જાય છે તેનો તેમને ખ્યાલ પણ રહેતો નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાતચીતમાં તમારી આગળીયોના ટચાકા ફોડવાની આદત તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે? આ આદત વ્યક્તિને ગંભીર બીમારીનો શિકાર બનાવી શકે છે. આવો અમે તમને જણાવીએ કે તમારી ટચાકા ફોડવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થશે.

આંગળીઓમાંથી અવાજ કેમ આવે છે?

શરીરના સાંધાઓ વચ્ચે લુબ્રિકેશન માટે સિનોવિયલ નામનું પ્રવાહી હોય છે. જ્યારે આપણે આપણી આંગળીઓના ટચાકા ફોડીએ છીઓ, ત્યારે સાંધાની વચ્ચે રહેલા પ્રવાહીમાંથી ગેસ નીકળે છે જેના કારણે તેની અંદર બનેલા પરપોટા પણ ફૂટે છે. આ કારણોસર, જ્યારે આંગળીઓ ચોંટી જાય છે ત્યારે મોટો અવાજ આવે છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

તમને જણાવી દઈએ કે પ્રવાહી હાડકાંમાં ગ્રીસ કરવાનું કામ કરે છે, પરંતુ જ્યારે આપણે વારંવાર આંગળીયોના ટચાકા ફોડીએ છીએ, ત્યારે તે જોઈન્ટને નબળા બનાવે છે. આના કારણે હાડકાં એકબીજા સામે ઘસવા લાગે છે જેના કારણે હાડકામાં કાર્બન ડાયોક્સાઈડ ભરાવા લાગે છે અને તેના કારણે ધીમે-ધીમે સાંધામાં દુખાવો થવા લાગે છે, તેથી વારંવાર આંગળીના ટચાકા ફોડવા જોઈએ નહીં. તેનાથી સાંધા પર ખરાબ અસર પડે છે.

આંગળીઓના ટચાકા ફોડવાની આ સમસ્યાઓ થઈ શકે છે

આર્થરાઈટિસની સમસ્યા હોઈ શકે છેઃ જો તમે તમારી આંગળીઓના ઘણી ટચાકા ફોડો છો તો સંધિવાનું જોખમ રહેલું છે. આંગળીઓને વારંવાર ક્રેક કરવાથી તેમની વચ્ચેનું પ્રવાહી ઓછું થવા લાગે છે, જો તે સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે તો ધીમે ધીમે સાંધામાં દુખાવો થવા લાગે છે અને આ સંધિવાનું કારણ બનવા લાગે છે.

સોજાની સમસ્યા: આંગળીઓના ટચાકા ફોડવાથી સાંધામાં સોજો આવે છે જેના કારણે જોરદાર સોજો અને દુખાવો થાય છે. ફક્ત આંગળીઓને સ્પર્શ કરવાથી ત્યાં દુખાવો થાય છે.

હાડકાંમાં સોજો આવી શકે છેઃ આંગળીઓના ટચાકા ફોડવાની હાથની નરમ પેશીઓમાં સોજો આવી શકે છે. જે લોકોની આંગળીના ટચાકા ફોડવાની આદત હોય છે તેમના હાડકા સમય પહેલા જ નબળા પડી જાય છે.

આ પણ વાંચો: ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓની વધી શકે મુશ્કેલી, આ રીતે કંટ્રોલમાં રાખો બ્લડ શુગર

Next Article