Health Tips: જમ્યા પછી કરશો આ કામ તો તમારા સ્વાસ્થ્યને થશે અનેક નુકસાન!

|

Oct 25, 2023 | 12:28 PM

આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જેમને દરેક સમયે કોફી પીવાની આદત હોય છે. કેટલાક લોકોને ખાસ કરીને જમ્યા પછી તરત જ કોફી કે ચા પીવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જમ્યા પછી તરત ચા- કોફી પીવાથી સ્વાસ્થ્ય (Health)ને શું નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ જમ્યા પછી થોડી વાર પછી જ કોફી પીવાની સલાહ કરે છે.

Health Tips: જમ્યા પછી કરશો આ કામ તો તમારા સ્વાસ્થ્યને થશે અનેક નુકસાન!

Follow us on

Weight Gain: આપણામાંથી મોટાભાગના લોકોની સવાર ચા અને કોફી સાથે થાય છે. આ લોકોને જો ચા કે પછી કોફીનો એક કપ ન મળે તો તેનો દિવસ સારો જતો નથી. દિવસમાં જો 1 કપ સ્ટ્રોન્ગ કોફી (coffee) મળી જોય તો તમામ થાક દુર થઈ જાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે. જેમને દરેક સમયે કોફી પીવાની આદત હોય છે. ખાસ રીતે જમ્યા પછી કેટલાક લોકો ચા -કોફી પીએ છે.

જો તમને પણ આવી આદત છે. તો આજે જ છોડી દો, જમ્યા પછી તરત ચા-કોફી પીવાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે જમ્યા પછી તરત ચા અને કોફી પીવાથી શું નુકસાન થઈ શકે છે.

ડાઈજેશન કરે છે ખરાબ

હેલ્થ એક્સપર્ટસની વાત માનીએ તો જમ્યા પછી તરત ચા અને કોફી પાવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. જમ્યા બાદ કોફી પીવાથી પેટમાં એસિડની માત્રા ખુબ વધી જાય છે. જેનાથી આપણું પાચનતંત્ર બગડી જાય છે. જેનાથી જમ્યા બાદ પ્રોટીન સરખી રીતે પચતું નથી.

આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?

બ્લડ પ્રશેર

જમ્યા બાદ તરત ચા અને કોફી પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. કોફીમાં કૈફીન નામનું તત્વ હોય છે. જે બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. જેના કારણે હાર્ટ એટેકનો પણ ખતરો વધી શકે છે. પ્રયત્ન કરો કે, કોફી અને ચાથી દુર રહો.

ક્યારે કોફી પીવી

જેને ચા કે પછી કોફી પીવાની આદત હોય છે. તેને આ આદત છોડવી થોડી અધરી લાગે છે. પરંતુ પ્રયત્ન કરો કે, જમ્યા બાદ અંદાજે 1 કે 2 કાલાક બાદ જ કોફી પીઓ. આટલા સમયમાં આપણું શરીર ખોરાકમાંથી લગભગ તમામ પ્રકારના પોષક તત્વોને શોષી લે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ જમ્યા પછી થોડી વાર પછી જ કોફી પીવાની સલાહ કરે છે.

(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article