AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Test : જો તમારે ડાયાબિટીસથી બચવું હોય તો 30 વર્ષની ઉંમરે કરાવો આ 3 ટેસ્ટ

Diabetes Tests & Diagnosis :ભારતમાં ડાયાબિટીસ ભયજનક દરે ફેલાઈ રહ્યો છે. હવે યુવાનો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં, ડાયાબિટીસની ઓળખ ખૂબ મોડેથી થાય છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે ડાયાબિટીસ શોધવા માટે કયા પરીક્ષણો કરવા જોઈએ.

Diabetes Test : જો તમારે ડાયાબિટીસથી બચવું હોય તો 30 વર્ષની ઉંમરે કરાવો આ 3 ટેસ્ટ
Diabetes Test
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 5:21 PM
Share

Diabetes Tests : ડાયાબિટીસનો રોગ હવે ભારતમાં ગંભીર બીમારી બનતો જાય છે, આ બીમારીને કારણે શરીરના બીજા ઘણા અંગો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. ડાયાબિટીસને કારણે હૃદય, આંખો અને કિડનીને પણ નુકસાન થાય છે. ચિંતાની વાત એ છે કે મોટાભાગના લોકો આ બીમારીના લક્ષણથી અજાણ છે અથવા બીમારી થયા તેની જાય મોડેથી થાય છે. જેના કારણે ઘણા કિસ્સાઓ મોડા પ્રકાશમાં આવે છે.

આવી સ્થિતિમાં બીમાર વ્યક્તિની સમસ્યા મોટું સ્વરૂપ લઇ લે છે, અને નુકસાન વધી જાય છે. ડાયાબિટીસની સમયસર ઓળખ કરવી જરૂરી છે. આ માટે, તમારે આ રોગને ઓળખવા માટે કરવામાં આવતા પરીક્ષણો વિશે પણ જાણવું જોઈએ. ચાલો ડોકટરો પાસેથી જાણીએ કે કયા પરીક્ષણો કરવા જોઈએ.

દિલ્હીના એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ.સ્વપ્નીલ જૈન કહે છે કે આજે ડાયાબિટીસ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. અગાઉ, ટાઇપ-2 ડાયાબિટીસના કેસ 50 વર્ષની ઉંમર પછી આવતા હતા, પરંતુ હવે આ ફક્ત 30 વર્ષની ઉંમરે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં લોકોએ આ ઉંમરે ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ. આ માટે આ ત્રણ ટેસ્ટ કરી શકાય છે.

આ પણ વાંચો : કોઈને મદદરૂપ બનવા Loan Guarantor બનવાથી સમસ્યા આવી શકે? આ 5 બાબતોનો ખ્યાલ રાખશો તો મુશ્કેલી દૂર રહેશે

HbA1c ટેસ્ટ

સુગર લેવલ ચેક કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ ટેસ્ટ માનવામાં આવે છે. HbA1c ટેસ્ટની મદદથી છેલ્લા ત્રણ મહિનાનું સુગર લેવલ જાણી શકાય છે. જે લોકોમાં ડાયાબિટીસના લક્ષણો દેખાઈ રહ્યા છે તેમણે તરત જ આ ટેસ્ટ કરાવવો જોઈએ. છેલ્લા ત્રણ મહિનાના સુગર લેવલ પરથી જાણી શકાય છે કે શરીરમાં ડાયાબિટીસનું જોખમ કેટલું છે.

OGTT પરીક્ષણ

ઓજીટીટી ટેસ્ટને ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટ જણાવે છે કે તમને ડાયાબિટીસ છે કે નહીં. OGTT ટેસ્ટમાં દર્દીને ગ્લુકોઝ પાણી આપવામાં આવે છે. આ પછી તેના લોહીમાંથી સેમ્પલ લેવામાં આવે છે. આ દર્શાવે છે કે દર્દીમાં સુગર લેવલ કેટલા દિવસો સુધી એલિવેટેડ રહ્યું છે.

ફાસ્ટિંગ ટેસ્ટ

ફાસ્ટિંગ ગ્લુકોઝ ટેસ્ટ એ એક સામાન્ય ટેસ્ટ છે જે શરીરમાં સુગર લેવલને ઓળખવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટ તમે સવારે ખાલી પેટે કરાવી શકો છો. આ ટેસ્ટના આગલા દિવસે રાતનું જમવું છોડવું પડે છે. ટેસ્ટ કરાવતા પહેલા ઓછામાં ઓછા આઠ કલાક ફાસ્ટ કરવું પડે છે. કોઈપણ વ્યક્તિ આ ટેસ્ટ કરાવી શકે છે. તે  સુગર લેવલ વિશે સાચી માહિતી આપે છે. જો આ ટેસ્ટમાં સુગર વધેલી જોવા મળે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

આ ડાયાબિટીસના લક્ષણો છે

  • ખૂબ ભૂખ લાગે છે
  • અચાનક વજન ઘટવું
  • નબળાઈ
  • થાક
  • ખૂબ તરસ લાગે છે

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">